તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘરમાં લાગેલી ACના કારણે ત્રણ લોકોની મોતની ઘટના: એક્સપર્ટે જણાવ્યું, એસીની હવા ક્યારે બની શકે છે તમારા મોતનું કારણ, બચવા માટે આ 1 વાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્ક: બુધવારે ચેન્નઇમાં એસીના કારણે ત્રણ લોકોના મોત થયા છે. પોલીસ અનુસાર, લાઇટ બંધ થયા બાદ પરિવારે ઇન્વર્ટર ઓન કર્યું હતું. પછી એસી ઓન કરીને સૂઇ ગયા. રાત્રે લાઇટ આવી પણ ઇન્વર્ટર ચાલતું રહ્યું. તે સમયે એસીમાંથી ગેસ લીક થવા લાગ્યો. રૂમનો કોઇપણ દરવાજો કે બારી ખુલ્લી નહોતી. સંભવ છે કે આ જ કારણ હશે કે ગેસથી ગભરામણ થતા રૂમમાં સૂઇ રહેલા લોકોની મોત થઇ ગઇ છે. અમે આ વિષય પર મધ્ય પ્રદેશની દેવી અહિલ્યા યૂનિવર્સિટીની સ્કૂલ ઓફ મેડિકલ સાઉન્સના એચઓડી ડો. અશોક શર્મા સાથે વાત કરી કે, ખરેખરમાં એસીમાં કેવા પ્રકારની ગેસ હોય છે જે કોઇના મોતનું કારણ બની શકે છે અને આ કેવી કંડીશનમાં લીક થઇ શકે છે. 

 

કેવો ગેસ હોય છે એસીમાં.... 
- ડો. શર્માએ જણાવ્યું કે, કેટલાક વર્ષો પહેલા જે એસી બજારમાં આવતા હતા, તેમા મુખ્યરૂપથી ક્લોરોફ્લોરો (CFC)ગેસનો ઉપયોગ થઇ રહ્યો હતો. 
- આ લીક થવાથી ગ્લોબલ વોર્મિંગનો ખતરો વધી જાય છે સાથે જ ગેસ વધારે માત્રામાં એક્સપોઝર થાય અને આ શ્વાસ દ્વારા બોડીમાં જાય તો હાર્ટની સ્પીડ અનિયંત્રિત કરી શકે છે. 
- ઘણીવાર કાર્સ અને ઘરોમાં એસી ચલાવવાના કારણે ગભરામણથી લોકોની મોત થઇ જાય છે, તેવું આ જ ગેસના કારણે થાય છે. 
- એસીમાં આનો યુઝ કુલિંગ માટે કરવામાં આવે છે. 
- આ ગેસ ઓઝોનને ઓછું કરે છે. એટલા માટે હવે આનો યુઝ પણ ધીરે-ધીરે ઓછો કરવામાં આવી રહ્યો છે. 

 

ગેસ લીક કેવી રીતે થયો? 
-પોલીસ અનુસાર, એસીમાં ખરાબી હતી. આ કારણથી ગેસ લીક થયો. 

 

ગેસ લીક થવાની ઓળખ શું છે? 
-પેનાસોનિક કંપનીના એક્ઝિક્યુટિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું કે, ત્રણથી ચાર વર્ષ પહેલા જે એસી આવતા હતા, તેમા ક્લોરોફ્લોરો ગેસનો યુઝ કરવામાં આવતો હતો. હવે નવા એસીમાં R32 ગેસનો યુઝ થાય છે. 
- આ ગેસ હેલ્થી હોય છે અને વધારે ખતરનાક પણ નથી હોતો. 
- જો ગેસ લીક થાય છે તો તેની સ્મેલ પણ આવા લાગે છે. એસી ચલાવતા જ તે નોર્મલ સ્મેલ કરવા લાગે છે. આ સ્મેલને ક્યારેય ઇગ્નોર ના કરવી. 
- જે પ્રકારથી ગેસ સિલેન્ડર લીક થવાથી સ્મેલ આવે છે, તે જ પ્રકારથી એસીની ગેસ લીક થવા પર સ્મેલ આવે છે. એસી સ્મેલ આવવા પર તરત જ એક્સપર્ટ પાસે એસી ચેક કરાવી લો. 

 

કઇ વાતોનું ધ્યાન રાખવું જરૂરી.... 
- વર્ષમાં ઓછામાં ઓછુ ત્રણવાર એસીનું મેન્ટેનેન્સ કરાવો. બેવાર તો જરૂર કરાવો. 
- એસીમાં હંમેશા બ્રાંડેડ કેબલનો યુઝ કરો. 
- એસીમાં સેપરેટ પાવર પોઇન્ટ લગાવો. જેમ કે બે ટનનું એસી છે તો 16 એમ્પીયરનું પોઇન્ટ હોવું જોઇએ. પાવર હિસાબથી એમ્પીયર નક્કી કરો. 
- નવું એસી ખરીદી રહ્યા છો તો કોશિશ કરો કે સૌથી લેટેસ્ટ રેટિંગવાળું એસી હોય. આનાથી વીજળીમાં બચત થાય છે. 
- એસીની સર્વિસિંગ સમયે અંદર અને બહાર તેને યોગ્ય રીતે ક્લીનિંગ કરાવો. 
- એસીની સાથે સેપરેટ એમસીબી પણ લગાવી શકો છો. આનાથી પાવરનો લોડ એસી પર નથી આવતો. પાવર લોડ આવવાથી પણ શોર્ટ સર્કિટ થઇ શકે છે. જે મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. 
- પાવર એક્સટેંશન કાર્ડમાં પણ એસીને ક્યારેય ના લગાવો. 
- ઇન્વર્ટર જ્યારે ચલાવો ત્યારે એસીના યુઝને અવોઇડ કરો. જો યુઝ કરી રહ્યા છો તો લાઇટ આવતા જ ઇન્વર્ટરને બંધ કરી દો. 
- એર ફિલ્ટરને રેગ્યુલર ચેક કરાવતા રહો. 
- હંમેશા કોઇ પ્રોફેશનલ ઇલેક્ટ્રિશિયનથી જ એસી રિપેર કરાવો. તમે ઓફિશિયલ સર્વિસ સેન્ટરમાં એસીને રિપેર માટે લઇ જાવો તો એ બેટર ઓપ્શન છે. 

અન્ય સમાચારો પણ છે...