Home » National News » Utility » આ ટેક્નીકથી વગર માટીએ કરી શકશો ખેતી, થશે કરોડોની કમાણી । three friends use Hydroponics technic for farming all you need to know

આ ટેક્નીકથી વગર માટીએ કરી શકશો ખેતી, થશે કરોડોની કમાણી

Divyabhaskar.com | Updated - May 12, 2018, 08:52 PM

જાણો શું છે પ્રોસેસ અને કેવી રીતે આ ટેક્નીકથી મળી શકે છે ફાયદો

 • આ ટેક્નીકથી વગર માટીએ કરી શકશો ખેતી, થશે કરોડોની કમાણી । three friends use Hydroponics technic for farming all you need to know
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  યુટીલિટી ડેસ્ક: શું તમે જાણો છો કે તમે વગર માટીએ પણ ખેતી કરી શકો છો. જરૂરી નથી કે ખેતી કરવા માટે વિશાળ જમીન અને વધુ પ્રમાણમાં પાણી હોવુ જોઇએ. તમે નાની જગ્યા જેમ કે, ઘરના ધાબા ઉપર પણ ખેતી કરી શકો છો. જ્યાં પાણીની પણ જરૂર રહેતી નથી. માટી વગરની ખેતીમાં હાઇડ્રોપોનિક્સ ટેકનીકનો ઉપયોગ કરી શકાય છે. ઘણી જગ્યાએ તમે જોયું હશે કે આપણે કોઇ છોડને પાણી ભરેલી બોટલમાં મુકી રાખીએ તો થોડા સમય બાદ તેની જડો ફુટવા લાગે છે અને ધીરે-ધીરે છોડ મોટો થવા લાગે છે. કંઇક આવું જ હાઇડ્રોપોનિક્સ ટેકનીકમાં પણ થાય છે.

  માત્ર એક વર્ષમાં 2 કરોડ પહોચી ગયું ટર્નઓવર

  આ ટેકનીક દ્વારા મોટી કમાણી થઇ શકે છે,ચેન્નઇના રહેવાસી શ્રીરામ ગોપાલે આ ટેકનીક વિશે જાણકારી લઇ પોતાના ત્રણ મિત્રો સાથે મળીને સ્ટાર્ટઅપ શરૂ કર્યું. તેમણે જુની ફેક્ટરીની ખરાબ પડેલી જમીન પર હાઇડ્રોપોનિક્સ ટેકનીકથી ખેતી કરી. શરૂઆતમાં ત્રણેય મિત્રોએ મળીને 5-5 લાખ રૂપિયાનું ઇંવેસ્ટ્મેંટ કર્યું. 2015-16માં 38 લાખ રૂપિયા ટર્નઓવર ધરાવતી કંપની આ વર્ષે 2 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઇ છે. હવે આ ટર્નઓવરને 6 કરોડ સુધી લઇ જવાનો પ્લાન છે. આ કંપની હાઇડ્રોપોનિક્સ કિટ્સ વેચવાનો બિઝનેશ પણ કરી રહી છે.

  શું કરવાનું હોય છે....

  - આ પ્રોસેસ દ્વારા ફ્લેટ, ઘરમાં માટી વગર છોડ અને શાકભાજીઓ ઉગાડી શકાય છે.
  - પાણીમાં લાકડાનો ભુકો, રેતી અથવા કાંકરીને નાખવામાં આવે છે,
  - છોડ માટે જરૂરી પોષક તત્વનું મિશ્રણ તૈયાર કરવામાં આવે છે.
  - છોડમાં ઓક્સિજન પહોંચાડવા માટે પાતળી નળી અથવા પંમ્પિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે.
  - આ પ્રોસેસમાં જંતુનાશકનો ઉપયોગ બિલકુલ નથી થતો, ઉત્પાદન સામાન્યથી વધારે થાય છે.
  - હાઇડ્રોપોનિક્સ કિટ્સ ઓનલાઇન પણ ખરીદી શકાય છે. જેની શરૂઆતની કિંમત 999 રૂપિયા હશે.
  - 200 સ્ક્વોયર ફૂટનો ખર્ચ લગભગ 1 લાખ રૂપિયા થાય છે, 200થી 5 હજાર સ્કેવર ફૂટનો ખર્ચ 1થી 10 લાખ સુધી થાય છે.

  વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

 • આ ટેક્નીકથી વગર માટીએ કરી શકશો ખેતી, થશે કરોડોની કમાણી । three friends use Hydroponics technic for farming all you need to know
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  શું હોય છે પ્રોસેસ 

  - કોઇપણ છોડ માટે ત્રણ વસ્તું જરૂરી હોય છે, પાણી, પોષક તત્વ અને સૂર્ય પ્રકાશ. આ ત્રણ વસ્તુની મદદથી જ તમે છોડને ઉછેરી શકો છો. 
  - જેમા ઝાડ-છોડ જે તત્વ જમીન દ્વારા પ્રાપ્ત કરી લે છે, જેને ઉપરથી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જરૂરી ખનિજ, પોષક તત્વોનું ખાસ મિશ્રણ તૈયાર કરવામાં આવે છે, આ મિશ્રણના અમુક ટીપાંને છોડ પર છાંટવામા આવે છે. 
  - જેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સલ્ફર, ઝિંક અને આયર્ન જેવા તત્વોને એક ખાસ માત્રામાં મિશ્ર કરવામાં આવે છે. 
   

  શરૂઆતમાં શું હોય છે પડકાર
   

  - હાઇડ્રૉપોનિક્સ ટેકનીકમાં ટ્રેડીશનલ ખેતી સિવાય શરૂઆતમાં ખર્ચો વધારે થાય છે, જોકે પાછળથી તેનો ખર્ચ ઓછો થતો જાય છે. 
  - આ પ્રોસેસને પાણીના પંપ દ્વારા ફરીવાર ઉપયોગ કરી શકાય છે. જે માટે વિજળીનો નિરંતર ઉપયોગ કરવો પડે છે. 
  - શરૂઆતમાં લોકોને લાગે છેકે હાઇડ્રૉપોનિક્સ ટેકનીક અંગે ખુબ રિસર્ચ કરવું પડશે અને ઘણું શીખવું પડશે પરંતુ તેમા વધારે રિસર્ચની જરૂર નથી. તેને સરળતાથી શરૂ કરી શકાય છે.

 • આ ટેક્નીકથી વગર માટીએ કરી શકશો ખેતી, થશે કરોડોની કમાણી । three friends use Hydroponics technic for farming all you need to know

  શું થાય છે ફાયદો
   

  - સામાન્ય ખેતીની સરખામણીએ તેમા 90% ઓછુ પાણી વપરાય છે. 
  - માટી ન હોવાના કરાણે ધાબા પર ભાર રહેતો નથી, ધાબાની સાઇઝ પ્રમાણે કિટ મળી જાય છે. 
  - વિસ્તાર અને જરૂરીઆત પ્રમાણે તેની કિટ્સ માર્કેટમાં મળી રહે છે. 
  - આ ટેકનીકને એક એકરમાં લગાવાનો ખર્ચ 50 લાખ રૂપિયા સુધીનો આવે છે. 
  - જો ઘરમાં 50 સ્ક્વેર ફૂટમાં લગાવામાં આવે તો તેનો ખર્ચ 40થી 50 હજાર સુધીનો આવશે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ