Home » National News » Utility » This woman earns crore rupee through job

હાઇ પ્રોફાઇલ જોબ છોડી મહિલાએ શરૂ કર્યો બિઝનેસ, કરે છે કરોડો રૂપિયાની કમાણી

Divyabhaskar.com | Updated - May 19, 2018, 05:34 PM

મોટા ભાગે લોકો જોબ દરમિયાન પોતાનો બિઝનેસ કરવાનું વિચારે છે

  • This woman earns crore rupee through job
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    નવી દિલ્હીઃ મોટાભાગે લોકો જોબ દરમિયાન પોતાનો બિઝનેસ કરવાનું વિચારે છે. જોકે કોઇને કોઈ કારણથી કેટલાક લોકોની આ સમજ વાસ્તવિકતામાં બદલાતી નથી. જોબ સિક્યોરિટી સહિત તમામ એવી પરિસ્થિતિઓ સર્જાય છે જેના કારણે લોકો રિસ્ક લેવા માંગતા નથી. જયારે જોબ છોડીને કેટલાક લોકો કોઈ પણ પ્રકારની સ્ટ્રેટેજી અને રીસર્ચના બિઝનેસમાં હાથ અજમાવે છે અને ફલોપ થઈ જાય છે. જે લોકો રીસર્ચની સાથે બિઝનેસની દુનિયામાં એન્ટ્રી કરે છે તે સફળ રહે છે. તે સફળ લોકોમાંથી 53 વર્ષની લિસા કે પણ છે. લિસાએ પોતાનું નસીબ અજમાવવા માટે પોતાની હાઈ પ્રોફાઈલ જોબ છોડીને પોતાનો બિઝનેસ શરૂ કર્યો અને આજે કરોડો રૂપિયાની કમાણી કરે છે. ચાલો જાણીએ લિસાના બિઝનેસ અંગે..

    લંડનની 53 વર્ષની લિસા કે

    લિસા પહેલા એક મલ્ટિનેશનલ કંપનીમાં એકાઉન્ટન્ટની જોબ કરતી હતી. જોકે બિઝનેસ કરવાના જુસ્સાએ તેને નોકરી છોડવા મજબૂર કરી. લિસાએ જોબ છોડી પતિ સાથે મળીને એક કંપની શરૂ કરી. માત્ર કિસ્મત અજમાવવા માટે શરૂ કરવામાં આવેલ બિઝનેસની આજની વાર્ષિક ઈન્કમ કરોડોમાં છે.

    આ છે બિઝનેસ

    લિસાની કંપની એ મહિલાઓ માટે સેન્ડલ બનાવે છે, જેને હીલ્સ પહેરવાથી પગમાં સોજો આવે છે. ડેલી મેઇલને આપેલા એક ઈન્ટરવ્યૂમાં લિસાએ જણાવ્યું કે જયારે તેણે આ બિઝનેસની શરૂઆત કરી ત્યારે બહુ આશા ન હતી. જોકે હાલ તેને સારો રિસપોન્સ મળી રહ્યો છે. લિસા બ્રિટનની લાખો મહિલાઓ સુધી પોતાની આ બ્રાન્ડને પહોંચાડવા માંગે છે.

    આગળ વાંચો...

  • This woman earns crore rupee through job
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    15 કરોડથી વધુની કમાણી

     

    આજે લિસાની પાસે 100 જેટલા કર્મચારીઓ છે અને તેમની વાર્ષિક કમાણી લગભગ 15 કરોડ છે. લિસા બ્રિટન સિવાય સ્પેન અને ઈટલીમાં શૂઝ અને હેન્ડબેગની ફેકટરીઓ ધરાવે છે. લિસાના આ બિઝનેસમાં તેમનો હસબન્ડ હંમેશા સાથ આપે છે. લિસાના 26 અને 22 વર્ષના બે સંતાનો પણ છે. માતાના આ બિઝનેસમાં સંતાનો પણ મદદ કરે છે.

  • This woman earns crore rupee through job

    રીસર્ચ બાદ શરૂ કર્યો બિઝનેસ

     

    લિસાએ પોતાનો બિઝનેસને શરૂ કરતા પહેલા ઘણાં વર્ષો સુધી રીસર્ચ કર્યું. તેમણે ઈન્ટરવ્યુમાં કહ્યું કે, જોબ દરમિયાન હંમેશા તે એ મહિલાઓને જોતી હતી જેમની આંગળીઓ સ્ટાઈલિશ શૂઝ પહેરવાને કારણે સૂજી જતી હતી. લિસા આગળ કહે છે કે, પોતાની આ બ્રાન્ડને માર્કેટમાં લાવતા પહેલા તેણે લગભગ 7 વર્ષ સુધી રીસર્ચ કર્યું. બાદમાં તેની ફૂટવિયર ફેશન બ્રાન્ડને માર્કેટમાં ઉતારી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending