ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» This will be the reasons of your full memory phone

  ફોનની મેમરી થઈ જાય છે ફુલ, તો આ હોઈ શકે છે કારણ

  Divyabhaskar.com | Last Modified - May 07, 2018, 10:05 PM IST

  ફોન મેમરી ફુલ થવા બાબતે ગૂગલે કર્યો ખુલાસો
  • ફોનની મેમરી થઈ જાય છે ફુલ, તો આ હોઈ શકે છે કારણ
   ફોનની મેમરી થઈ જાય છે ફુલ, તો આ હોઈ શકે છે કારણ

   નવી દિલ્હીઃ ભારતના સ્માર્ટફોન અને ઈન્ટરનેટ યુઝર રોજ સવારે એટલા ગુડ મોર્નિગ મેસેજ સેન્ડ કરે છે કે દેશના 30 ટકા લોકોની ફોન મેમોરી માત્ર આ મેસેજ અને ફોટોના કારણે જ ફુલ થઈ જાય છે. આ કારણ ગુગલના એક રિપોર્ટમાં બહાર આવ્યું છે. વોટસઅપ, ફેસબુક કે અન્ય માધ્યમો દ્વારા મોકલવામાં આવનાર ગુડ મોર્નિંગ, ગુડ નાઈટ કે તહેવારોની શુભકામના વાળા મેસેજ અને ફોટોનો ટ્રેન્ડ સતત વધ્યો છે. તેનો સ્ટડી કરતા ગુગલે આ રિપોર્ટ તૈયાર કર્યો છે. આ અંગેનું કારણ એવું નીકળ્યું છે કે ભારતમાં દર ત્રણમાંથી એક સ્માર્ટફોન યુઝરની મેમરી આ ગુડમોર્નિગ મેસેજથી ફુલ થઈ રહી છે. ગુડમોર્નિંગ મેસેજ મોકલવાનું ચલણ અમેરિકામાં ભારત કરતા ઓછું છે. માત્ર 10 ટકા યુઝર એવા હોય છે, જેની ફોન મેમરી આ મેસેજથી ભરાઈ જાય છે.

   10 ગણું વધ્યું મોર્નિંગ મેસેજ મોકલવાનું ચલણ

   રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, ભારતમાં ગુડ મોર્નિગ મેસેજ અને ફોટા મોકલવાનું ચલણ છેલ્લા પાંચ વર્ષમાં દસ ગણું થઈ ગયું છે. સસ્તા ફોન અને ડેટા પેકસે આ ટ્રેન્ડને વધારવામાં મોટી ભુમિકા નિભાવી છે. આ સિવાય ભારત વિશ્વનો બીજો સૌથી વધુ ઈન્ટરનેટ યુઝરની સંખ્યા વાળા દેશ પણ છે. અહીં 40 કરોડથી વધુ ઈન્ટરનેટ યુઝર, 30 કરોડ સ્માર્ટફોન યુઝર છે.


   ફેસબુકે જોડયું હતું સ્પેશિયલ ફીચર

   ગુડ મોર્નિંગ મેસજની લોકપ્રિયતા જોતા ફેસબુક ગત વર્ષે હોમપેજ પર એક સ્પેશિયલ ફીચર જોડયું હતું. જેના દ્વારા યુઝર તેના ફ્રેન્ડ લિસ્ટના લોકોને ગુડ મોર્નિગ વિશ કરી શકતા હતા. આ રીતે પિનટ્રેસ્ટે પણ તેના હોમ પેજ પર એક નવું સેકશન જોડયું હતું. જેમાં ગુડ મોર્નિગ મેસેજની સાથે-સાથે તમામ ફોટા રહે છે. આ ફીચર એડ કર્યા બાદ તો પિનટ્રેસ્ટ પર થનારા ફોટો ડાઉનલોડમાં બે ગણો વધારો થઈ ગયો હતો.

   મોર્નિંગ મેસેજ રોકવા માટે ગુગલે એપ બનાવી

   ગુડ મોર્નિગ મેસેજનો ટ્રેન્ડ એટલો વધી ચુકયો છે કે એ વાતનો અદાજ તેના પરથી લગાવી શકાય છે કે ગુગલને આ પ્રકારના મેસેજ રોકવા માટે એક એપ બનાવી પડી. ગુગલે ડિસેમ્બરમાં જ ફાઈલ્સ ગો નામની એપ બનાવી હતી. આ એપ એ રીતે ડિઝાઈન કરવામાં આવી છે, જેનાથી આ ફોન મેમરીમાંથી ગુડ મોર્નિગ મેસેજ અને ફોટાને ઓળખીને પોતે જ ડિલિટ કરી દેશે.

   મેમરીને સાફ કરે છે આ એપ

   એન્ડ્રોઈડ ગો પર ઉપલબ્ધ આ એપ માત્ર મેસેજ અને ફોટો ડિલિટ કરીને ફોનમાંથી 1 જીબી સુધીની મેમરીને સાફ કરી શકે છે. ભારતમાં આ એપને 1 કરોડથી વધુ લોકો ડાઉનલોડ કરી ચુકયા છે. જોકે રિપોર્ટ આવ્યા બાદ ગુગુલે સ્પષ્ટ કરી દીધું છે કે ફાઈલ્સ ગોને ઝડપથી ગુગુલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: This will be the reasons of your full memory phone
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top