આ સંજોગોમાં મળી શકે છે તત્કાલ ટિકિટ કેન્સલ કરાવવા બદલ 100 ટકા રિફંડ

જોકે આ માટે કેટલીક શરતો નક્કી કરવામાં આવી છે.

Divyabhaskar.com | Updated - Apr 16, 2018, 03:47 PM
This way you will get refund of tatkal ticket

યુટિલિટી ડેસ્કઃ હવે તત્કાલ ટિકિટ કેન્સલ કરાવતા કેટલીક નક્કી કરેલી શરતોને આધીન 100 ટકા રિફંડ મળી શકે છે. જો તમારી પાસે કેટલીક ટિકીટ કન્ફર્મ હોય અને અને કેટલીક કન્ફર્મ ન થાય તો ટિકિટ કેન્સલ કરાવી શકાય છે. રેલ્વેના નિયમ મુજબ તે માટે 100 ટકા રિફંડ મળી શકે. જો તત્કાલ ટિકિટ લીધા પછી ટ્રેન બદલાયેલા રૂટ પર જતી હોય તો પણ ટિકિટ કેન્સલ કરાવ્યા પછી 100 ટકા રિફંડ મળે. તો ચાલો જાણીએ કયાં સંજોગોમાં મળી શકે છે રિફંડ

આ સંજોગોમાં રિફંડ મળી શકે છે

- તત્કાલ કવોટામાં બુક થયેલી વેઈટિંગની ટિકિટ ટ્રેન ઉપડવાના 30 મિનિટ પહેલા કેન્સલ કરાવો તો.

- બે-ત્રણ કલાક કે તેથી વધુ સમય ટ્રેન લેટ હોય અને ટિકિટ કેન્સલ કરાવો તો.

- રૂટ ડાયવર્ટ થાય અને પ્રવાસી પ્રવાસ કરવા ઈચ્છે નહીં અને કેન્સલ કરાવે તો.

- બીજા રૂટ પર ટ્રેન જાય તેવા સંજોગોમાં બોડિંગ કે ડેસ્ટીનેશન સ્ટેશન આવતા હોય અથવા બંન્ને આવતા ન હોય તો.

- જે કલાસની ટિકીટ બુક કરાવી હોય તેમાં કલાસ મુજબ સુવિધા ઉપલબ્ધ ન થાય તો.

ઓનલાઈન ખરીદેલી ટિકિટ પર પણ રિફંડ મળશે

ટ્રેન ઉપડવાના એક દિવસ પહેલા તત્કાલ ટિકીટ બુકીંગની સુવિધા કાઉન્ટરની સાથે ઓનલાઈન સુવિધા પણ ઉપલબ્ધ છે. જેમાં સવારે દસ વાગ્યાથી એસી અને 11 વાગ્યાથી સ્લીપર કલસમાં બુકિંગ થાય છે. આ ટિકિટ પર પણ 100 ટકા રિફંડ મળી શકે છે.

X
This way you will get refund of tatkal ticket
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App