1

Divya Bhaskar

Home » National News » Utility » અપોલો ફાર્મસીની ફ્રેન્ચાઈઝી લેવાની છે તક, આ રીતે કરો એપ્લાય । This way you can take franchise of apollo pharmacy

અપોલો ફાર્મસીની ફ્રેન્ચાઈઝી લેવાની છે તક, આ રીતે કરો એપ્લાય

Divyabhaskar.com | Last Modified - Apr 05, 2018, 05:35 PM IST

તમે હેલ્થ સેકટરમાં ઓછી કિંમતમાં નવો બિઝનેસ શરૂ કરવા વિશે વિચારી રહ્યાં છો તો તમારી પાસે સારી તક છે

  • અપોલો ફાર્મસીની ફ્રેન્ચાઈઝી લેવાની છે તક, આ રીતે કરો એપ્લાય । This way you can take franchise of apollo pharmacy
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    અપોલો ફાર્મસીની ફ્રેન્ચાઈઝી લેવાની છે તક, આ રીતે કરો એપ્લાય

    નવી દિલ્હીઃ તમે હેલ્થ સેકટરમાં ઓછી કિંમતમાં નવો બિઝનેસ શરૂ કરવા વિશે વિચારી રહ્યાં છો તો તમારી પાસે સારી તક છે. તેના દ્વારા લાખોમાં કમાણી કરી શકાય છે. હાલમાં જ એપોલો ફાર્મસીએ ચેન્નાઈમાં તેનું ત્રણ હજારમું આઉટલેટ શરૂ કર્યું છે.

    આ ગ્રુપની ફ્રેન્ચાઈઝી લઈ શકો છો તમે

    એશિયાની લિડિંગ હેલ્થ કેયર પ્રોવાઈડર કંપની એપોલો હોસ્પિટલ ગ્રુપને કોણ જાણતું નથી. સમગ્ર દેશમાં જગ્યાએ-જગ્યાએ ગ્રુપના એપોલો હોસ્પિટલ્સ ખુલ્યા છે. જો તમે આ ગ્રુપની સાથે જોડાઈને બિઝનેસ કરવા માંગો છો તો આ એક સારી તક છે. એપોલો ગ્રુપ દ્વારા ફ્રેન્ચાઈઝી ઓફર કરવામાં આવી રહી છે. તેના માટે તમારી પાસે ખૂબ જ વધુ પૈસા હોય તે જરૂરી નથી. હાલ એપોલો ફાર્મસી દ્વારા સમગ્ર દેશમાં ફ્રેન્ચાઈઝી અપાઈ રહી છે. તમે પણ તેના માટે એપ્લાઈ કરી શકો છો.

    કંપની કરશે સપોર્ટ

    એપોલોની વેબસાઈટના જણાવ્યા પ્રમાણે, કંપની ફ્રેન્ચાઈઝી અપાવવામાં લોકોની મદદ કરે છે. તેના માટે કંપની, સાઈટ અને ઈન્ટીરિયર ડિઝાઈન સિવાય આર્કિટેકચર સિલેકશનમાં પણ મદદ કરે છે. જયારે ટ્રેનિંગ અને ફાઈનાન્શિયલ સપોર્ટ માટે પણ કંપની તમારી સાથે રહેશે.

    અહીંથી લો જાણકારી

    ફ્રેન્ચાઈઝી માટે કંપનીની ઓફિશિયલ વેબસાઈટ https://www.apolloclinic.com/ પર વિઝિટ કરો. અહીં હોમ પેજ પર તમને ફોર ફ્રેન્ચાઈઝીનો ઓપ્શન જોવા મળશે. આ ઓપ્શનમાં ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલા દરેક સવાલના જવાબ તમને મળી જશે. આ જાણકારીમાં ફ્રેન્ચાઈઝીની જમીનથી લઈને કંપની દ્વારા આપવામાં આવતી મદદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

    આગળની સ્લાઈડમાં વાંચો, કઈ રીતે કરી શકાય છે એપ્લાઈ...

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • અપોલો ફાર્મસીની ફ્રેન્ચાઈઝી લેવાની છે તક, આ રીતે કરો એપ્લાય । This way you can take franchise of apollo pharmacy
    અપોલો ફાર્મસીની ફ્રેન્ચાઈઝી લેવાની છે તક, આ રીતે કરો એપ્લાય

    અહીંથી કરો એપ્લાઈ

     

    અહીં એપ્લાઈ કરવાનું હોય તો ફ્રેન્ચાઈઝી ઈન્કવાયરી એટલે કે https://www.apolloclinic.com/for-franchisee/franchisees-enquiry લીન્ક ઓપ્શનને ક્લીક કરો. અહીં એક ફ્રેન્ચાઈઝી ફોર્મ મળશે. આ ફોર્મમાં નામ, એડ્રેસ, મોબાઈલ નંબર, સિટી, લોકેશન, સ્ટેટની ડિટેલ આપવાની રહેશે. બાદમાં તમે તેને સબમિટ કરી દો. આ બિઝને તમે કોઈ પણ સ્ટેટમાં શરૂ કરી શકો છો.

     

    અહીં છે ફ્રેન્ચાઈઝી

     

    કંપની ઉતર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, બિહાર, ઝારખંડ, આંધ પ્રદેશ, તેલંગાના, ઓડિશા પશ્ચિમ બંગાળ, કેરળ વગેરે રાજયોમાં છે.

     

    લાઈસન્સ ફીસ 50 લાખ

     

    એપોલોની ફ્રેન્ચાઝીના આધાર મોડલ માટે શરૂઆતી લાઈસન્સ ચાર્જના રૂપમાં 50 લાખ રૂપિયા સિવાય સર્વિસ ટેકસ લેવામાં આવશે. જયારે લાયસન્સ પરિચાલન શરૂ થવાની તારીખથી 5 વર્ષ માટે વેલિડ છે, અને બાદમાં પરસ્પર સહમતિ પર આગળ પણ વધારી શકાશે.

More From National News

Trending