Home » National News » Utility » this starts up sale old clothes and earn crore rupee

આ સ્ટાર્ટઅપ કરે છે જૂના કપડાંનું વેચાણ, કમાય છે કરોડો રૂપિયા

Divyabhaskar.com | Updated - May 12, 2018, 03:19 PM

અદિતિએ તેના મિત્ર પાલકુશ ચાવલા અને અમિતાભ નરહરિની સાથે મળીને આ સ્ટાર્ટઅપની શરૂઆત કરી છે

 • this starts up sale old clothes and earn crore rupee
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  નવી દિલ્હીઃ મોંઘા કપડાં, શૂઝ દરેક પાર્ટીમાં નથી પહેરી શકાતા, અર્થાત્ રિપીટ કરી શકતા નથી. આ કપડાં ખરીદવા માટે તમે ઘણાં સમયથી પ્લાનિંગ કરો છો અને આ માટે પૈસા પણ એકત્રિત કરો છે, પરંતુ બેથી ત્રણ વખત પહેર્યા બાદ તેના પ્રત્યે ઇન્ટરેસ્ટ પૂરો થઈ જાય છે અને પછી તેની જગ્યા કબાટના કોઈ ખૂણામાં સિમિત થઈ જાય છે.


  આ સમસ્યાથી પરેશાન હતી અદિતિ રોહન અને પછી તેમણે તેનું સમાધાન નીકાળ્યું 'એલાનિક' (Elanic) નામના એક સ્ટાર્ટઅપના રૂપમાં. તેણે પોતાના બે મિત્રોની મદદથી એક એપ લોન્ચ કરી, જયાં કોઈ પણ એક ક્લિક કરીને પોતાના જૂના કપડાં વેચી શકે છે. આમ જોઈએ તો આ એપ OLXની જેમ કામ કરે છે, પરંતુ અહીં તમને ફેશન સાથે જોડાયેલી ચીજવસ્તુઓ મળશે.

  અદિતિએ તેના મિત્ર પાલકુશ ચાવલા અને અમિતાભ નરહરિની સાથે મળીને પોતાના કામની શરૂઆત કરી છે. અહીં તમે કોઈ પણ કપડાં ખરીદી અને વેચી શકો છો. આ માટે એલાનિક એક મિડિએટરનું કામ કરે છે. મોટા ભાગે એવું થાય છે કે ઘણાં મોંઘા કપડાં અને શૂઝ શેલ્ફ પર જ પડ્યા રહે છે અને આપણને એ પણ આઈડિયા આવતો નથી કે આ કપડાં અને શુઝનું શું કરવું. elanic એપ આ પ્રકારની સમસ્યાઓનું સમાધાન છે.

  આઈઆઈટી ખડગપુરની પાસ-આઉટ એન્જિનિયર અદિતિએ દિલ્હી સ્થિત નિફ્ટમાં ફેશન ડિઝાઈનિંગનો અભ્યાસ પૂરો કર્યો. અહીં તેના દ્વારા ડિઝાઈન કરવામાં આવેલા કપડાંને એક અલગ ઓળખ મળી. અહીંથી તેમના મનમાં એક ફેશન સ્ટાર્ટઅપ શરૂ કરવાની ઈચ્છા જાગી, જે લોકોની એક મોટી સમસ્યાનું સમાધાન પણ લાવે. હાલમાં એલાનિક 30 લોકોનો સમુહ છે, જે બેંગલુરુ સ્થિત પોતાની ઓફિસમાંથી સમગ્ર દેશમાં સેવાઓ આપી રહ્યું છે.

  આગળ વાંચોઃ સ્ટાર્ટઅપ કેવી રીતે કામ કરે છે

 • this starts up sale old clothes and earn crore rupee

  અદિતિ આગળ કહે છે કે પ્રોડકટની ગુણવત્તા પર પણ લોકો સરળતાથી ભરસો કરતા નથી, લોકોને વિશ્વાસ નથી આવતો આ કારણે અમે એક ચેટ શરૂ કરી છે, જેથી ખરીદનાર અને વેચનાર એક બીજા સાથે વાતચીત કરી શકે છે. હાલમાં આ સ્ટાર્ટઅપ 23 શહેરોમાં તેની સર્વિસ આપી રહ્યું છે અને અત્યાર સુધી 3,50,000થી વધુ લોકોએ આ એપને ડાઉનલોડ કરી છે.

   

  ઉલ્લેખનીય છે કે આ એપ સાથે જોડાવવા માટે એપ્લાઈ કરવાનું હોય છે. એપ પર વેચવા માટે કપડાં ઓનલાઈન મૂકવા ફ્રી છે, પરંતુ વેચાણ બાદ વેચનારને તેમાંથી 25 ટકા કમિશન આપવાનું રહેશે. આવી રીતે લોકોને જૂના કપડાંની યોગ્ય કિંમત મળી જાય છે. અદિતિ જણાવે છે કે તમારે પોતાની પ્રોડક્ટ(કપડાં, શુઝ અને હેન્ડબેગ વગેરે)નો ફોટો ક્લિક કરીને મૂકવાનો છે અને તેની યોગ્ય કિંમત રાખવાની છે. બાદમાં અમે તેને સરખા કરીએ છીએ, સેનેટાઈઝ કરીએ છીએ અને સારું પેકિંગ કરીને ખરીદનાર સુધી પહોંચાડીએ છીએ. પછી જયારે કોઈ તેને ખરીદવામાં રસ દેખાડે છે, ત્યારે એલાનિક વેચનાર પ્રોડકટને સેલરથી લઈને બાયર સુધી પહોંચાડવાનું કામ કરે છે.

   

  વર્ષ 2015માં શરૂ થયેલા એલાનિકે પોતાના બિઝનેસને એક્સપાન્ડ કરવાના ઉદેશ્યથી સેકન્ડક્રાય નામના એક સ્ટાર્ટઅપને ટેકઓવર પણ કર્યું છે અને તેના બિઝનેસ મોડલથી અત્યાર સુધી કરોડોનું ફન્ડિંગ પણ મેળવ્યું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ