ક્રેડિટ કાર્ડ યુઝ કરનારને ના કરવી જોઇએ આ 4 ભુલો, ચુકવવું પડી શકે છે ડબલ બિલ

ક્રેડિટ કાર્ડમાંથી એડવાન્સ પૈસા ભૂલથી પણ ના લો, વ્યાજ થઇ જશે ડબલ

divyabhaskar.com | Updated - Sep 16, 2018, 07:08 PM
This should not be done by credit card users

યુટિલિટી ડેસ્ક: જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો આ સમાચાર જરૂર વાંચી લો. હાલ તો સતત ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધી રહ્યો છે અને લોકો મોટે ભાગે ખરીદીમાં તેનો જ ઉપયોગ કરવાનું વધુ પસંદ કરે છે. પરતું કેટલીક જગ્યાઓ એવી છે જયાં જો તમે ડેબિટ કાર્ડની જગ્યાએ ક્રેડિટ કાર્ડ વાપરશો તો તમારું બિલ વધી જશે.

બેન્ક અધિકારી રાકેશનું કહેવું છે કે પેટ્રોલ ભરાવ્યા બાદ તમે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ ન કરો. જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તેની પર જીએસટી લાગશે. તેના કારણે તમારે બિલ પર બધુ જોડીને લગભગ 18 ટકા ટેકસ આપવો પડશે.

1. દરેક નાની જગ્યાએ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ તમને જરૂરિયાતથી વધુ ખર્ચ કરવા મજબૂર કરે છે. જો તમે ક્રેડિટ કાર્ડને નક્કી લિમિટથી ઓછામાં સ્વાઈપ કરશો તો પ્રોસેસિંગ ફીસ 2 ટકાથી વધુ આપવી પડશે. એટલે કે તમારે બિલ પર તો ટેકસ આપવો જ પડશે, સાથે જ સ્વાઈપ કરવાની પ્રોસેસિંગ ફીસ 2 ટકાથી વધુ આપવી પડી શકે છે.


2. લોન લેતી વખતે તેનો ઉપયોગ ન કરો. આમ કરવાથી તમે લોન પર તો ટેકસ આપો જ છો. સાથે જ ક્રેડિટ કાર્ડના બિલ પર પણ ટેકસ ચૂકવો છો. એટલે કે તમે એક વખતમાં ક્રેડિટ કાર્ડનું બિલ ન ચૂકવી શકયા તો બીજી વખત ડબલ ટેકસ આપવો પડશે.


3. ક્રેડિટ કાર્ડમાંથી એડવાન્સ પૈસા ભૂલથી પણ ન લો અને તેને કયારેય ડેબિટ કાર્ડ એકાઉન્ટમાં ન જમા કરો. તેનાથી તમે જે વ્યાજ આપી રહ્યાં છો તે બેગણું થઈ જશે. તેની પર ટેકસની સાથે વ્યાજની રકમ પણ જોડાઈ જશે.


4. જો તમારું મેડિકલનું બિલ ઓછું છે તો તમે ડિબિટ કાર્ડમાંથી પેમન્ટ કરો. તેનાથી એક તો ટેકસ વધુ ભરવો પડશે. સાથે જ મેડિકલ બિલ ક્રેડિટ કાર્ડના ઈએમઆઈ પર રાખશો તો તમારે વ્યાજ વધુ ચુકવવું પડશે.

X
This should not be done by credit card users
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App