યુટિલિટી ડેસ્ક: મંગળવાર રાત્રે દિલ્હીમાં યોજાયેલા પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં પીએમ નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી. પ્રિયંકા-નિકે દિલ્હીના તાજ પેલેસ હોટલમાં રિસેપ્શનની ગ્રાંડ પાર્ટી આપી હતી. પીએમનું સ્વાગત પ્રિયંકાની માતા મધુ ચોપડાએ કર્યું હતું. મોદીજીએ પ્રિયંકા અને નિકના પરિવાર સાથે વાતચીત કરી. પીએમ મોદીને એપ્રોચ કરવા માટેની રીતે ખુબ જ સરળ છે. ઘણીવાર દિલ્હીમાં થતી ઇવેન્ટ્સમાં પીએમ હાજરી આપે છે. આજે અમે જણાવી રહ્યા છીએ કે તમે કેવી રીતે પીએમ મોદીને ડાયરેક્ટ અપ્રોચ કરી શકો છો.
લગ્નમાં કેવી રીતે કરશો આમંત્રિત
- જો તમે પીએમ મોદીને તમારા લગ્નમાં આમંત્રિત કરવા માંગો છો તો તમારે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ (PMO)માં સંપર્ક કરવાનો રહેશે. તમે ઇચ્છો તો ડાયરેક્ટ પીએમઓના એડ્રેસ (E Block, Central Secretariat, New Delhi 110011)પર લગ્નનું કાર્ડ મોકલી શકો છો.
- તે સિવાય તમે જાતે પણ પીએમને મળવા માટે અપૉઇન્ટમેન્ટ લઇ શકો છો. પોતાના સંસદીય ક્ષેત્રના સાંસદ દ્વારા પણ પીએમથી મળવાનો ટાઇમ લઇ શકાય છે.
-તમે પીએમઓની વેબસાઇટ: pmindia.gov.in/en/interact-with-honble-pm/દ્વારા પણ અપૉઇન્ટમેન્ટ લઇ શકો છો.
જો કે પીએમ તમને મળવાનો સમય આપે છે કે નહીં તે તેમના પર ડિપેન્ડ કરે છે. અપૉઇન્ટમેન્ટ રિક્વેસ્ટ બાદ પીએમઓના ઓફિસર ચેક કરશે કે તમારું પીએમને મળવાનું રીઝન વેલિડ છે કે નહીં. જો રીઝન વેલિડ લાગ્યું તો પીએમ સુધી મેસેજ પહોચાડવામાં આવે છે. ત્યારબાદ તેમની પરમિશન મળ્યા બાદ સંબંધિત વ્યક્તિથી પીએમઓ તરફથી કમ્યુનિકેટ કરવામાં આવે છે.
- તમે ઇચ્છો તો 152, સાઉથ બ્લોક, રાયસીના હિલ, નવી દિલ્હી' આ એડ્રેસ પર પણ પીએમને મળવાનો રિક્વેસ્ટ લેટર મોકલી શકો છો. પીએમના ઘરનું એડ્રેસ 7, રેસકોર્સ રોડ, નવી દિલ્હી 110001 છે.
આ 10 પ્રકારથી કરી શકો છો પીએમ મોદીનો સંપર્ક
1. જો કોઇ ક્વેરી અથવા આઇડિયા છે તો તમે www.pmindia.gov.in/en/interact-with-honble-pm/ પર લોગ ઇન કરી શકો છો અને પોતાને રજિસ્ટર કરી શકો છો. આ એક ઓફિશિયલ પોર્ટલ છે, જેને પીએમ નરેન્દ્ર મોદી સાથે ઇન્ટરેક્ટ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
2. તમે પીએમના ઓફિશિયલ એડ્રેસ પર તેમને ડાયરેક્ટ લેટર લખી શકો છો. રિપોર્ટ્સ અનુસાર, પીએમ મોદીને રોજના 2 હજારથી વધારે લેટર દેશભરથી આવે છે.
શું છે ઓફિશિયલ એડ્રેસ: વેબ ઇન્ફોર્મેશન મેનેજર, સાઉથ બ્લોક, રાયસીના હિલ
નવી દિલ્હી: 110011
ફોન નંબર: 011-23012312
ફેક્સ: 23019545,23016857
તમે 'ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, 7 રેસકોર્સ રોડ, નવી દિલ્હી' લખીને પણ લેટર સેન્ડ કરી શકો છો.
3. આઇડિયા શેયરિંગ માટે www.mygov.in પર જઇ શકો છો. અહીં સૂચનો, આઇડિયા આપી શકાય છે.
4. RTI દ્બારા પણ પીએમઓથી કોઇ પ્રશ્ન પૂછી શકો છો.
5. @PMOIndia या @Narendramodi પર ટ્વીટ કરીને પણ ડાયરેક્ટ પોતાની વાત પીએમ સુધી પહોચાડી શકો છો. મોદીના ટ્વીટર પર 16 મિનિયનથી વધારે અનુયાયીઓ છે.
6. યૂ-ટ્યૂબ દ્વારા પણ પીએમનો સંપર્ક થઇ શકે છે. Narendra modi's Youtube Channel પર જઇ તમે મેસેજ સેંડ કરી શકો છો.
7. Narendra modi Facebook Page અથવા fb.com/pmoindia પર જઇ તમે ફેસબુક દ્વારા પણ પીએમ સુધી પોતાની વાત પહોચાડી શકો છો.
8. narendramodi1234@gmail.com આ પીએમનું ઇએમ આઇડી છે. જે તેમના એંડ્રોયડ એપ પેજથી મળી છે.
9 તે સિવાય તમે ઇન્સ્ટાગ્રામ, લિંક્ડઇન પર પણ પીએમથી કોન્ટેક્ટ કરી શકો છો. ઇન્સ્ટાગ્રામ માટે
https://www.instagram.com/narendramodi/ અને લિંક્ડઇન માટે
https://in.linkedin.com/in/narendramodi પર વિઝિટ કરો.
10. તમે NAMO એન્ડ્રોયડ એપ ડાઉનલોડ કરીને પણ પીએમને પોતાના સવાલોના જવાબ પુછી શકો છો.