• Home
  • National News
  • Utility
  • Cheque Bounce થતા થઇ શકે છે આટલા વર્ષની જેલ|this is legal procedures follow after cheque bounce

Cheque Bounce થતા થઇ શકે છે આટલા વર્ષની જેલ, જાણો કાયદો

ECS દ્વારા ચુકવણીના નિયમોનું ધ્યાન નહીં રાખો તો તમારા પર કાનૂની કાર્યવાહી થઇ શકે છે.

divyabhaskar.com | Updated - Jun 02, 2018, 04:09 PM
Cheque Bounce થતા થઇ શકે છે આટલા વર્ષની જેલ|this is legal procedures follow after cheque bounce

યુટિલિટી ડેસ્ક: મોટાભાગે લોકો રોકડ વ્યવહારની માથાકૂટથી બચવા માટે ચેક દ્વારા પેમેંટ કરવાનું વધુ પસંદ કરે છે પણ જો કોઇ કારણસર ચેક બાઉન્સ થાય તો તેનાથી ઉભી થનારી મુશ્કેલી વધુ હેરાન કરી નાખે છે. તમને જણાવી દઇએ કે ચેક એક નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે જેના પરથી તમને ઇશ્યૂ કરતા સમયે પ્રોમિસ આપે છે કે એક ચોક્કસ રકમ સામે વાળી વ્યક્તિનેમળી જશે. જ્યારે તમે કોઇની પાસેથી ઉધાર લો છો અથવા તો કોઇ પ્રકારની સેવાનો લાભ લો છો તો તમને મળેલી રકમ અથવા સેવા માટે તમારે ચુકવણી કરવાની રહે છે, અને જો તમે તે પેમેન્ટ આપવામાં નિષ્ફળ રહો છો તો તમારા પર કાર્યવાહી થઇ શકે છે, બરાબર એ જ રીતે જો તમે ચેક અથવા ECS દ્વારા ચુકવણીના નિયમોનું ધ્યાન નહીં રાખો તો તમારા પર કાનૂની કાર્યવાહી થઇ શકે છે.

ચેક બાઉન્સ થવા પર નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની ધારા 138ના હેઠળ ચેક આપનાર પર કાર્યવાહી કરવામાં આવે છે. ચુકવણી અને વિતરણ વ્યવસ્થા અધિનિયમ, 2007ની ઘારા 25 હેઠળ ચેક મેળવનારને એવા અધિકારો મળ્યા છે જેની મદદથી તે ચેક આપનાર પર કાનૂની કાર્યવાહી કરી શકે છે. તમને જણાવી દઇએ કે, આ ઘારાઓ હેઠળ બે વર્ષની જેલ અથવા ડબલની રકમનો દંડ થઇ શકે. અથવા તો બંન્ને સંભવ છે.


ચેક બાઉન્સ થવાની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, અને લોકોને તેનાથી થતી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અહીં તે જાણવું જરૂરી છેકે ચેક બાઉન્સ થતા તરત જ ચેક લેનારે કાનૂની કાર્યવાહી કરવી જોઇએ. કોઇપણ પ્રકારની બેદરકારી લેણદાર માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. તો બીજી તરફ દેવાદારને કાનૂની આશ્રય લેવાનો સંપૂર્ણ મોકો આપવામાં આવે છે.

X
Cheque Bounce થતા થઇ શકે છે આટલા વર્ષની જેલ|this is legal procedures follow after cheque bounce
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App