• Home
  • Utility
  • this investment plan good for 35 year old investor

35 વર્ષની ઉંમરમાં અપનાવો આ સ્ટ્રેટજી, 4 કરોડનો થશે ફાયદો

this investment plan good for 35 year old investor

divyabhaskar.com

Nov 10, 2018, 12:15 PM IST

યુટિલિટી ડેસ્કઃ જો તમારી ઉંમર 35 વર્ષ છે અને તમે અત્યારસુધી રોકાણ કર્યું નથી તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. અમે તમને એવી રણનીતિ અંગે જણાવી રહ્યાં છીએ, જેમાં તમે મોડું રોકાણ શરૂ કરવાના નુકસાનને થોડુંક ઓછું કરી શકો છો અને આ રણનીતિ થકી તમને 4 કરોડ રૂપિયા સુધીનો ફાયદો થશે. તેવામાં તમે મોડું રોકાણ શરૂ કરી રિટાયર્મેન્ટની ઉંમર સુધીમાં તમારી જરૂરિયાતોને પૂરી કરવાલાયક ફંડ એકઠું કરી શકો છો.
રોકાણની સામાન્ય રીત
પહેલી રીતે છે કે તમે 35 વર્ષની ઉંમરમાં 5 હજાર રૂપિયા દર મહિને એસઆઇપીમાં આગામી 25 વર્ષ સુધી રોકાણ કરો છો. જો તમને લાંબા સમય માટે તમારા રોકાણ પર વાર્ષિક 10 ટકા એવરેજ રિટર્ન મળે છે તો 60 વર્ષની ઉંમરમાં તમારું કુલ ફંડ 67 લાખ રૂપિયા થઇ જશે. જે કદાચ તમારી જરૂરિયાતોને પૂરી કરવા માટે પુરતું નહીં હોય.
મંથલી રોકાણ 5000 રૂપિયા
અંદાજીત રિટર્ન 10 %
રોકાણનો સમયગાળો 25 વર્ષ
કુલ ફંડ 67 લાખ રૂપિયા

દર વર્ષે 20 ટકા વધારો રોકાણ
બીજી રીત છે એ છે કે તમે 35 વર્ષની ઉંમરમાં 5 હજાર રૂપિયા મંથલી રોકાણ એસઆઇપીમાં શરૂ કરો છો અને 25 વર્ષ સુધી રોકાણ કરો છો. જો તમે લાંબા સમયમાં તમારા રોકાણ પર વાર્ષિક 10 ટકા એવરેજ રિટર્ન મળે છે તો 60 વર્ષની ઉંમરમાં તમારું કુલ ફંડ લગભગ 5 કરોડ રૂપિયા થઇ જશે.
મંથલી રોકાણ 5000 રૂપિયા
રોકાણમાં વાર્ષિક વધારો 20 %
રોકાણનો સમયગાળો 25 વર્ષ
અંદાજીત રિટર્ન 10 %
કુલ ફંડ 5 કરોડ રૂપિયા

મોડેથી રોકાણ શરૂ કરવાની જઇ જશે ભરપાઇ
સામાન્ય રીતે રોકાણ શરૂ કરવા માટે 35 વર્ષની ઉંમર વધારે માનવામાં આવે છે. આ ઉંમર સુધીમાં તમે રોકાણ માટેનો કેટલાક કિમતી વર્ષ ગુમાવી ચુક્યા હોવ છો પરંતુ જો તમે તમારા રોકાણમાં દર વર્ષે 10થી 20 ટકા સુધીનો વધારો કરો છો ત્યારે પણ તમે એક મોટું ફંડ એકઠું કરી શકો છો. તેનાથી તમને રોકાણ મોડું શરૂ કરવાનું એટલું નુકસાન વેઠવું નહીં પડે.
X
this investment plan good for 35 year old investor
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી