આ પંખો વીજળીના બિલને કરશે અડધું, EMI પર આપી રહી છે સરકાર

ગરમી શરૂ થઈ ચુકી છે. ઘર, દુકાનો, ઓફિસોમાં પંખા ચાલવાના શરૂ થઈ ગયા છે

Divyabhaskar.com | Updated - Apr 06, 2018, 05:22 PM
This fan reduces your electricity bill

આ પંખો વીજળીના બિલને કરશે અડધું, EMI પર આપી રહી છે સરકાર.આ પંખો વીજળીના બિલને કરશે અડધું, EMI પર આપી રહી છે સરકાર.

નવી દિલ્હીઃ ગરમી શરૂ થઈ ચુકી છે. ઘર, દુકાનો, ઓફિસોમાં પંખા ચાલવાના શરૂ થઈ ગયા છે. ધણી જગ્યાએ એસી-કૂલર પણ શરૂ થઈ ચૂકયા છે. તેની સાથે જ વીજળીના બિલને લઈને તમારી ચિંતા પણ વધવા લાગી હશે. જોકે તમે સમજદારી દેખાડશો તો તમે વીજળીનું બિલ ઓછું કરી શકો છો. જો તમે પણ શરૂઆત કરવા માંગો છો તો પંખાથી કરો. આજે અમે તમને અહીં એવા પંખા વિશે જણાવી રહ્યાં છે, જેના ઉપયોગથી વીજળીનું બિલ અડધું થઈ જશે. આ અંગે અમે તમને સરકારની સ્કીમ વિશે પણ ડિટેલમાં જણાવીશું.

કેવા છે આ પંખા

એક રેગ્યુલર છતનો પંખો 75-80 વોટ વીજળીનો વપરાશ કરે છે. જયારથી બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સીએ છતના પંખા માટે સ્ટાર રેટિંગ શરૂ કર્યું છે. જે માત્ર 45-50 વોટની વપરાશ કરે છે. જોકે રેગ્યુલર પંખાથી થોડી ઓછી હવા આપવાન ફરિયાદ બાદ બીઈઈએ સુપર એફિશિઅન્ટ પંખા લોન્ચ કર્યા, જેને બીઈઈ 5 સ્ટાર રેન્કિંગ આપવામાં આવ્યું છે. જે માત્ર 30-35 વોટ વિજળની વપરાશ કરે છે.

અડધી છે કિંમત

શરૂઆતમાં તેની કિંમત રેગ્યુલર પંખાઓ કરતા બેગણી હતી. બજારમાં રેગ્યુલર પંખા 1000 રૂપિયાની આસપાસ આવે છે, જયારે આ પંખાની કિંમત લગભગ 3 હજાર હતી. જોકે મોદી સરકારે વીજળીની બચત માટે એલઈડી બ્લકમાં પરચેઝ કરીને આ પંખાની કિંમત અડધાથી પણ ઓછાની કિંમત પર પહોંચાડી દીધી છે. ઈઈએસએલ (એનર્જી એફિશિયન્સી સર્વિસ લિમિટેડ)ને આ જવાબદારી આપવામાં આવી છે. ઈઈએસએલના જણાવ્યા પ્રમાણે, તેમને સેન્ટર પર આ પંખા લગભગ 1000 રૂપિયાની કિંમત પર મળી રહ્યાં છે. તમે હપ્તાહમાં પણ આ પંખા લઈ શકો છો.

આગળની સ્લાઈડમાં વાંચો, કયાંથી લઈ શકો છો આ પંખા...

This fan reduces your electricity bill

કયાંથી લઈ શકો છો આ પંખા

 

જો તમે આ પંખા લેવા માંગો છો અને દિલ્હીમાં રહો છો તો તમે વિજળી કંપનીમાંથી આ પંખા ખરીદી શકો છો. આ સિવાય તમે બીપીસીએલ, એચપીસીએલ, આઈઓસીએલ અને પોસ્ટલ ડિપાર્ટમેન્ટ પણ આ સુપર એફિશિએન્ટ પંખા વેચી રહ્યાં છે. તમે આ કંપનીઓ પાસેથી પણ પંખા ખરીદી શકો છો. આ પેટ્રોલિયમ કંપનીઓના પેટ્રોલ પંપો પર પણ પંખાઓ વેચવામાં આવી રહ્યાં છે. તમે અહીં પણ ઓર્ડર કરી શકો છો.

 

આગળની સ્લાઈડમાં વાંચો, કઈ રીતે બચશે બિલ

This fan reduces your electricity bill

કઈ રીતે બચશે બિલ

 

રેગ્યુલર પંખા 75 વોટના હોય છે, જયારે અફિશિઅન્ટ પંખા 35 વોટના હોય છે. રેગ્યુલર પંખા વર્ષમાં 180 યુનિટ વિજળીની વપરાશ કરે છે. જયારે સુપર અફિશિઅન્ટ પંખા 84 યૂનિટ વિજળીનો વપરાશ કરે છે.

જો પાંચ રૂપિયા પ્રતિ યુનિટ રેટ છે તો તમારા પંખાનું બિલ 900 રૂપિયા વાર્ષિક આવશે. જયારે સુપર અફિશિઅન્ટ પંખાનું બિલ 420 રૂપિયા આવશે.

 

સોર્સઃ બિજલીબચાઓડોટકોમ 

X
This fan reduces your electricity bill
This fan reduces your electricity bill
This fan reduces your electricity bill
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App