આ કૂલર પાણી વગર આપે છે ઠંડી હવા, 2000 રૂપિયાથી પણ ઓછી છે કિંમત

ગરમીની શરૂઆત થઈ ચુકી છે અને તાપમાન ધીરે-ધીરે વધતું જઈ રહ્યું છે

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 01:44 PM
This cooler gives cooling without water

યુટિલિટી ડેસ્કઃ ગરમીની શરૂઆત થઈ ચુકી છે અને તાપમાન ધીરે-ધીરે વધતું જઈ રહ્યું છે. એવામાં કુલર સૌથી વધુ જરૂરી થઈ ગયું છે. કુલરથી ઠંડી હવા આવે છે, પરતું તેના માટે તમારે તેમાં પાણી નાખવું પડે છે. એવામાં જે ઘરોમાં પાણી ઓછું છે, તેના માટે પાણી એરેન્જ કરવું મુશ્કેલ થઈ જાય છે. કારણ કે ઘણીવાર તો કુલરમાં 2થી 3 વાર પાણી ભરવું પડે છે. એવામાં અમે અહીં એક એવા કુલર વિશે જણાવી રહ્યાં છે, જેમાં પાણી નાખવાની જરૂરિયાત હોતી નથી. એટલે કે વગર પાણીએ ઠંડી હવા આપે છે.

કિંમત પણ છે ઓછી

આ રીતે કુલરની કિંમત 2 હજાર રૂપિયાથી ઓછી હોય છે. અમે જે કુલરની વાત કરી રહ્યાં છે, તે BMS કંપનીનું છે અને તેની કિંમત માત્ર 1,899 રૂપિયા છે. જોકે આ પ્રકારના કુલરની મેક્સિમમ પ્રાઈસ 5 હજાર સુધી હોય છે. આ ફેન પોર્ટેબલ અને ટાવરના આકરનો હોય છે. એટલે કે તેને ઘરમાં નાની જગ્યાએ રાખી શકાય છે. તે 20 ફુટ સુધી હવા ફેકી શકે છે.

વગર પાણીએ ઠંડી હવા

આ કુલરને એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે તે વગર પાણીએ પણ ઠંડી હવા આપે છે. એટલે કે તેમાં પાણી નાખવાની કોઈ પણ જગ્યા આપવામાં આવી નથી. જોકે તાપમાન વધશે તો હવામાં આવનારી ઠંડકમાં ઘટાડો થઈ શકે છે. આ રીતે કુલરને લઈને ઈલેકટ્રોનિક એક્સપર્ટ ધીરેન્દ્રનું કહેવું છે કે આ પ્રકારના કુલર ઘરના સિલિંગ ફેનથી પણ વધુ સારા હોય છે. પાણીથી ચાલનારા કુલરમાં બ્લેડ હોય છે, જયારે આ કુલરમાં બ્લોઅર લગાડવામાં આવ્યું છે. બ્લોઅરમાં 70 વોટની હાઈ સ્પીડ મોટર હોય છે, જેની સ્પીડ નોર્મલ ફેનથી વધુ હોય છે. તેની સાઈઝ પોર્ટેબલ છે તેના કારણે ઠંડી હવા આપે છે.

આગળની સ્લાઈ્ડસમાં જાણો, એક્સપર્ટે આનાથી વધુ ઠંડી હવા લેવા માટે શું ટિપ્સ આપી...

This cooler gives cooling without water

આ રીતે મળશે વધુ ઠંડી હવા

 

એક્સપર્ટ ધીરેન્દ્રના જણાવ્યા પ્રમાણે આ પોર્ટેબલ કુલર હોય છે. સાથે જ તેમાં પાણી પણ નાખવાનું હોતું નથી. એવામાં જો ગરમી વધી રહી છે તો તમે એક નાના ટુવલને ભીનો કરો અને નીચવીને તેની પાછળ લટકાવી દો. તેનાથી કુલર ઠંડી હવા આપવા લાગશે. જોકે હવાની સ્પીડ ઓછી થઈ જશે.

 

આગળની સ્લાઈડ્સ જોવા માટે ક્લીક કરો...

This cooler gives cooling without water

ટાવર કુલરના ફીચર્સ

 

આ ટાવર કુલરની મોટરની સ્પીડ 1600, RPM છે, જેનું  પાવર કન્ઝપશન 70 વોટ છે. તેમાં ફેનની સ્પીડ કન્ટ્રોલ કરવા માટે 3 મોડસ છે, જેમાં હાઈ, મિડિયમ અને લો છે. જયારે વિંગ્સને સ્વિંગ કરવાનો પણ ઓપ્શન આપવામાં આવ્યો છે. આ કુલર પર કંપની એક વર્ષની વોરન્ટી આપે છે. જયારે ઈ-કોમર્સ વોબસાઈટ કોઈ પણ ખરાબી પર 10 દિવસની રિપ્લેસમેન્ટ પોલિસી આપી રહી છે. તેને કેશ ઓન ડિલિવરીથી ખરીદી શકાય છે.

X
This cooler gives cooling without water
This cooler gives cooling without water
This cooler gives cooling without water
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App