Home » National News » Utility » This company introduces cashback offer for refilling petrol

પેટ્રોલ-ડીઝલ ભરાવવા પર મળશે કેશબેક, આ કંપનીએ રજૂ કરી ઓફર

Divyabhaskar.com | Updated - May 04, 2018, 07:59 PM

પેટ્રોલ-ડિઝલની કિંમતોને લઈને મોટા ભાગના લોકોના મનમાં એમ હોય છે કે તે કયારે સસ્તી થશે

 • This company introduces cashback offer for refilling petrol

  નવી દિલ્હીઃ પેટ્રોલ-ડિઝલની કિંમતોને લઈને મોટા ભાગના લોકોના મનમાં એમ હોય છે કે તે કયારે સસ્તી થશે. આતરાષ્ટ્રીય બજારમાં ક્રુડની કિંમતો વધવાને કારણે પેટ્રોલ મોંઘુ થયું છે. જોકે તમારે કિંમત અંગે ચિંતા કરવાની જરૂર નથી. તમને પટ્રોલ પર મોટું કેશબેક મળી રહ્યું છે. આ માટે તમારે એક ખાસ રીતનો વપરાશ કરવો પડશે.

  શું છે પેટ્રોલ પર કેશબેકની ઓફર

  પેટ્રોલનું ઓનલાઈન પેમેન્ટ કરવા પર તમને ડિસ્કાઉન્ટ મળે છે. જોકે તમે આ પેમેન્ટ મોબિક્વિક વોલેટમાંથી કરશો તો તમને મોટું કેશબેક મળશે. કંપનીએ પેટ્રોલ માટે એક ખાસ સ્કીમ શરૂ કરી છે. આ અંતર્ગત સાંજે 6 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધીમાં પેટ્રોલ પુરાવવા પર તમન સુપરકેશ ઓફર મળશે. તેમાં 10 ટકા કેશબેકની ઓફર છે.

  કયા સુધી મળશે કેશબેક

  મોબિક્વિકે આ ઓફર 28 માર્ચ 2018એ નિકાળી છે. આ ઓફર 1 જૂન 2018 સુધી છે. ઓફરનો ફાયદો ઉઠાવવા માટે તમારે ઓછામાં ઓછું 50 રૂપિયાનું પેટ્રોલ નખાવવાનું રહેશે. જોકે તેનો ફાયદો તમે સપ્તાહમાં બે વખત ઉઠાવી શકો છો.

  કઈ રીતે મળશે ફાયદો

  ઓફરનો ફાયદો ઉઠાવવા માટે કોઈ કૂપન કોડની જરૂર નથી. જોકે પેટ્રોલ પંપ પર પેમેન્ટના સમયે તમારે માત્ર કયુઆર (QR) કોડ સ્કેન કરવાનો રહેશે. બાદમાં તમે જેટલી રકમનું પેટ્રોલ નખાવ્યું છે તે અમાઉન્ટ એન્ટર કરવાની રહેશે. જોકે કંપનીએ આ માટે અધિકતમ 50 રૂપિયાની કેશબેક લગાવી છે. કેશબેક આવવા પર તમે તેનો ઉપયોગ તમે બીજી વખત પેટ્રોલ નખાવવા માટે કરી શકો છો. આ માટે તમારે ઓછામાં ઓછું 200 રૂપિયાનું પેટ્રોલ નખાવવાનું રહેશે.

  કેશબેક સિવાય પણ ડિસ્કાઉન્ટ

  પેટ્રોલ નખાવવા પર તમને વોલેટમાં કેશબેક તો મળશે, સાથે જ 0.75 ટકાના ઓનલાઈન પેમન્ટની છુટનો ફાયદો મળશે. આ ફાયદો તમારા વોલેટમાં 7 વર્કિંગ ડેમાં ક્રેડિટ કરવામાં આવશે. જયારે કેશબેક માટે તમારે માત્ર 24 કલાકની રાહ જોવાની રહેશે. જે સીધો જ મોબિક્વિક વોલેટમાં ક્રેડિટ થશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ