Home » National News » Utility » આ 10માંથી કોઇ 1માં મળ્યું એડ્મિશન તો મળશે લાખો-કરોડોનું પેકેજ। this are indias top management institute

આ 10માંથી કોઇ 1માં મળ્યું એડ્મિશન તો મળશે લાખો-કરોડોનું પેકેજ

Divyabhaskar.com | Updated - Apr 07, 2018, 09:45 AM

એચઆરડી મિનિસ્ટ્રીએ એનઆઈઆરએફ (નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક) ઇન્ડિયા રેન્કિંગ જાહેર કર્યું છે

  • આ 10માંથી કોઇ 1માં મળ્યું એડ્મિશન તો મળશે લાખો-કરોડોનું પેકેજ। this are indias top management institute
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ એચઆરડી મિનિસ્ટ્રીએ 2018 માટે એનઆઈઆરએફ (નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક) ઇન્ડિયા રેન્કિંગ જાહેર કર્યું છે. NIRF ઇન્ડિયા રેન્કિંગ 2018ને 9 કેટેગરીમાં જાહેર કરવામાં આવ્યું. જેમાં એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ કોલેજ પણ સામેલ છે. મેનેજમેન્ટ કેટેગરીમાં IIMs ટોપમાં છે. મેનેજમેન્ટની કુલ 487 ઇન્સ્ટિટ્યૂટે તેમાં ભાગ લીધો હતો. ટોપ ટેન યુનિવર્સિટીમાં સતત બીજા વર્ષે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગલોર ટોચ પર છે. જ્યારે જેએનયુ દિલ્હી બીજા ક્રમે અને બીએચયુ-વારાણસી ત્રીજા ક્રમે છે. ટોપ ટેન ઇજનેરી ઇન્સ્ટિટ્યૂટમાં ટોચ પર આઈઆઈટી મદ્રાસ છે. તેવી જ રીતે ટોપ ટેન કોલેજની યાદીમાં મિરાન્ડા હાઉસ અને સેન્ટ સ્ટીફન્સ, દિલ્હીએ બાજી મારી છે. એનઆઈઆરએફના જણાવ્યા મુજબ આ વર્ષે પહેલી વખત મેડિકલ અને ડેન્ટલ કોલેજોનું રેન્કિંગ પણ બહાર પડાયું છે. સંસ્થા દ્વારા 2015માં પહેલીવાર રેન્કિંગ બહાર પડાયું હતું. તે સમયે ચાર કેટેગરી - યુનિવર્સિટી, એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ અને ફાર્મસીનું રેન્કિંગ થયું હતું.

    આ છે ટોપ 10 મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ


    1. આઈઆઈએમ, અમદાવાદ
    2. આઈઆઈએમ, બેંગલુરુ
    3. આઈઆઈએમ, કોલકાતા
    4. આઈઆઈએમ, લખનઉ
    5. આઈઆઈટી, મુંબઈ
    6. આઈઆઈએમ, કોઝિકોડ
    7. આઈઆઈટી, ખડગપુર
    8. આઈઆઈટી મેનેજમેન્ટ સ્કૂલ, દિલ્હી
    9. આઈઆઈટી મેનેજમેન્ટ સ્કૂલ, રુરકી
    10. ઝેવિયર લેબર રિલેશન ઇન્સ્ટિટ્યૂટ, જમશેદપુર

    આગળની સ્લાઇડ્સમાં વાચો કેટલું મળે છે પેકેજ..

  • આ 10માંથી કોઇ 1માં મળ્યું એડ્મિશન તો મળશે લાખો-કરોડોનું પેકેજ। this are indias top management institute
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    આટલું મળે છે પેકેજ

    આઈઆઈએમ અમદાવાદનું 2017માં મેક્સિમમ પેકેજ 53 લાખ અને એવરેજ પેકેજ 22.58 લાખ રૂપિયા હતું.
    આઈઆઈએમ બેંગાલુરુનું 2017માં મેક્સિમમ પેકેજ 52 લાખ અને એવરેજ પેકેજ 21.42 લાખ રૂપિયા હતું.
    આઈઆઈએમ કોલકતાનું 2017માં મેક્સિમમ પેકેજ 87 લાખ અને ડોમેસ્ટિક સેલરી 70 લાખ રૂપિયા હતી.
    આઈઆઈએમ મુંબઇનું 2017માં મેક્સિમમ પેકેજ 71 લાખ અને ડોમેસ્ટિક હાઇએસ્ટ પેકેજ 35 લાખ રૂપિયા હતું. 
    આઈઆઈએમ કોઝિકોડનું 2016માં મેક્સિમમ ડોમેસ્ટિક ઓફર 37 લાખ રૂપિયા હતી.
    આઇઆઇટી ખડકપુરના વિદ્યાર્થીને 1.5 કરોડના પેકેજની ઓફર કરવામાં આવી હતી.
    આઇઆઇટી દિલ્હીના વિદ્યાર્થીને 1.4 કરોડ રૂપિયાના પેકેજની ઓફર 2017માં કરવામાં આવી હતી. 
    આઇઆઇટી રુરકીના વિદ્યાર્થીને 2017માં 1.39 કરોડ રૂપિયાના પેકેજની ઓફર કરવામાં આવી હતી. 

    વધુ વાચવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

  • આ 10માંથી કોઇ 1માં મળ્યું એડ્મિશન તો મળશે લાખો-કરોડોનું પેકેજ। this are indias top management institute
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • આ 10માંથી કોઇ 1માં મળ્યું એડ્મિશન તો મળશે લાખો-કરોડોનું પેકેજ। this are indias top management institute
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • આ 10માંથી કોઇ 1માં મળ્યું એડ્મિશન તો મળશે લાખો-કરોડોનું પેકેજ। this are indias top management institute
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ