બેન્ક FD કરતા આ 4 સ્કીમ આપે છે સૌથી વધારે વ્યાજ, ઇન્વેસ્ટમેન્ટ માટે બેસ્ટ ઓપ્શન

divyabhaskar.com

Sep 10, 2018, 01:13 PM IST
This 4 scheme gives highest interest compare to the bank FD

યુટિલિટી ડેસ્ક: છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યું છે કે ડિપોજિટ પર વ્યાજદર બેંક સતત ઓછું કરી રહી છે. જેના કારણે FD પર મળનાર ભારે વ્યાજ હવે 7 ટકાથી નીચે આવી ગયું છે. મોંઘવારીને રોકવા માટે આરબીઆઇ દ્વારા જે પ્રકારથી સ્ટ્રીક મોનિટરીંગ પોલિસી અપનાવવામાં આવી રહી છે, તેના કારણે માનવામાં આવે છે કે આવનાર દિવસોમાં બેંક ઇન્ટરેસ્ટ રેટ હજુ ઓછું થશે. આવામાં લોકો પાસે ફાયનાઇન્શિયલ પ્રોડક્ટ્સ વિશે જાણકારી હોવી જોઇએ જે આવનાર દિવસોમાં બેંક FDથી વધારે રિટર્ન આપી શકે.

નંબર 1: સુકન્યા સમૃદ્ધિ સ્કીમ
રિટર્ન: 8.1 ટકા

તમે તમારી બાળકીના નામ પર આ સ્કીમમાં રોકાણ કરી શકો છો. સ્કીમમાં તમે દર મહિને ન્યૂનતમ 1,000 રૂપિયાનું રોકાણ કરી શકો છો. સ્કીમમાં વાર્ષિક મહત્તમ રોકાણ 1,50,000 રૂપિયાનું કરી શકાય છે. સુકન્યા સમૃદ્ધિ સ્કીમ હેઠળ વાર્ષિક 8.1 ટકા રિટર્ન મળે છે.

નંબર 2: પોસ્ટ ઓફિસ એફડી
રિટર્ન: 7.4 ટકા

પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોજિટ સ્કીમમાં 5 વર્ષના ટેન્યોર પર મળે છે. સ્કીમમાં તમે ન્યૂનતમ 200 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો. સ્કીમમાં રોકાણ માટે કોઇ મહત્તમ સીમ નક્કી કરેલ નથી. સ્કીમ હેઠળ મહત્તમ 7.4 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. વ્યાજની ગણતરી ત્રિમાહી હોય છે.

નંબર 3: પબ્લિક પ્રોવિડેંટ ફંડ (પીપીએફ)
રિટર્ન: 7.6 ટકા

પબ્લિક પ્રોવિડેંટ ફંડ એટલે પીપીએફ પર 8.1 ટકા વાર્ષિક વ્યાજ મળે છે, તમે 100 રૂપિયા જમા કરાવીને પીપીએફ એકાઉન્ટ ઓપન કરાવી શકો છો. એકાઉન્ટ એક્ટિવ રાખવા માટે વાર્ષિક 500 રૂપિયા જમા કરાવવા જરૂરી છે. પીપીએફમાં તમે વાર્ષિક મહત્તમ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. આનો ટેન્યોર 15 વર્ષનો છે પરંતુ 7 વર્ષ બાદ તમે આંશિક રીતે પૈસા ઉપાડી શકો છો.

નંબર 4: ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ

રિટર્ન: 8.5થી8.9 ટકા
ફિક્સ્ડ ઇનકમ કેટેગરીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ બેટર ઓપ્શન છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ 10થી 15 વર્ષમાં મેચ્યોર થાય છે. 10 વર્ષના સરકારી બોન્ડ 8.5 ટકાથી 8.9 ટકા સુધી વ્યાજ આપે છે. આ બોંડ્સમાં 20000 રૂપિયા સુધી રોકાણ પર 80c હેઠળ મળતીએ છૂટ પર મહત્તમ છૂટ મળે છે.

X
This 4 scheme gives highest interest compare to the bank FD
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી