Divya Bhaskar

Home » National News » Utility » this 10 kind of way you can send your thought to PM narendra modi

કોઇપણ જુગાડ વગર સીધી PM મોદી સુધી પહોંચાડી શકો છો તમારી વાત, નહીં ખર્ચવા પડે પૈસા

Divyabhaskar.com | Updated - Aug 30, 2018, 01:44 PM

શું તમે PM મોદીને સુચન કે સંદેશો આપવા માગો છો? આ છે 10 રીત

  • this 10 kind of way you can send your thought to PM narendra modi

    યુટિલિટી ડેસ્કઃ વડાપ્રધાન કાર્યાલય(પીએમઓ) દરરોજ ટ્વિટરથી અંદાજે 125થી 175 કોમેન્ટ્સની યાદી બનાવે છે. જેને સીધી પીએમ મોદી સાથે શેર કરવામાં આવે છે. આ વાતનો ખુલાસો પીએમઓમાં દરરોજ બનતી સોશિયલ મીડિયા રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. તમે પણ તમારી વાત સરળતાથી પીએમ મોદી સુધી પહોંચાડી શકો છો. આ માટે તમારે કોઇ જુગાડ કરવાની જરૂર નથી અને ન તો તમારે કોઇ પૈસા ખર્ચવાની જરૂર છે. આજે અમે તમને 10 એવી રીત જણાવી રહ્યાં છીએ, જે થકી તમે તમારી વાત પીએમ સુધી પહોંચાડી શકો છો.

    આ 10 રીતે કરી શકો છો પીએમ મોદીનો સંપર્ક
    1) જો કોઇ ક્વેરી અથવા સજેશન હોય તો તમે www.pmindia.gov.in/en/interact-with-honble-pm/ પર લોગ ઇન કરી શકો છો અને પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. આ એક ઓફિશિયલ પોર્ટલ છે, જેને પીએમ નરેન્દ્ર મોદી સાથે ઇન્ટરેક્ટ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

    2) તમે પીએમના ઓફિશિયલ એડ્રેસ પર સીધો પત્ર લખી શકો છો. અહેવાલ પ્રમાણે પીએમ મોદીને દરરોજ 2 હજારથી વધારે પત્ર દેશભરમાંથી મળે છે.

    શું છે ઓફિશિયલ એડ્રેસઃ વેબ ઇન્ફોર્મેશન મેનેજર, સાઉથ બ્લોક, રાયસીના હિલ
    નવી દિલ્હી- 110011
    ફોન નંબરઃ 011- 23012312
    ફેક્સઃ 23019545,23016857
    તમે ‘ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, 7 રેસકોર્સ રોડ, નવી દિલ્હી’ લખીને પણ પત્ર મોકલાવી શકો છો.


    3) આઇડિયા શેરિંગ માટે www.mygov.in પર જઇ શકો છો. તમારા સજેશન અને આઇડિયા આપી શકો છો.


    4) RTI થકી પીએમઓને કોઇ પ્રશ્ન પૂછી શકો છો.


    5) @PMOIndia અથવા @PMOIndia પર ટ્વિટ કરીને પણ તમારી વાત પીએમ સુધી પહોંચાડી શકો છો. મોદીના ટ્વિટર પર 16 મિલિયન કરતા વધારે ફોલોઅર્સ છે.


    6) યૂ-ટ્યૂબ થકી પીએમ સુધી પોતાની વાત પહોંચાડી શકો છો. Narendra modi's Youtube Channel પર જઇને તમારો મેસેજ સેન્ડ કરી શકો છો.


    7) Narendra modi Facebook Page અથવા fb.com/pmoindia પર જઇને તમે ફેસબુક થકી પણ પીએમ સુધી તમારી વાત પહોંચાડી શકે છો.


    8) narendramodi1234@gmail.com આ પીએમનું ઇમેઇલ આઇડી છે. આ તેમના એન્ડ્રોઇડ એપ પેજમાંથી મળ્યું છે.
    9) આ ઉપરાંત તમે ઇંસ્ટાગ્રામ, લિંક્ડઇન પર પણ પીએમનો સંપર્ક કરી શકો છો. ઇંસ્ટાગ્રામ માટે https://www.instagram.com/narendramodi/ અને લિંક્ડઇન માટે https://in.linkedin.com/in/narendramodi પર જાઓ.


    10) તમે NaMo એંડ્રોઇડ એપ ડાઉનલોડ કરીને પણ પીએમ મોદી સુધી તમારી વાત પહોંચાડી શકો છો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending