કમાણી / કોર્પોરેટ FDમાં વધુ વ્યાજ મળે છે, રોકાણ કરતા પહેલા ધ્યાનમાં રાખવા જેવી બાબતો

Things to consider before investing in Corporate Deposits
X
Things to consider before investing in Corporate Deposits

  • કોર્પોરેટ FD બેન્ક FD જેટલી સુરક્ષિત નથી
  • વધુ દેવું એટલે કે ઉધાર ધરાવતી કંપનીઓની FDમાં રોકાણ કરવાથી બચવું
  • કંપની FD પર કોઈ ટેક્સ બેનિફિટ નથી

divyabhaskar.com

Dec 29, 2018, 08:23 PM IST
યુટિલિટી ડેસ્ક: મોટાભાગના લોકો ફિક્સ્ડ ડિપોઝીટ (FD)નો અર્થ બેન્ક FD જ સમજે છે પણ બેન્ક સિવાય કોર્પોરેટ એટલે કે કંપની FDનો પણ વિકલ્પ હોય છે. કોર્પોરેટ FD અંતર્ગત કંપનીઓ પોતાની જરૂરિયાતો પુરી કરવા માટે રકમ જમા કરે છે અને આ માટે તે સામાન્ય લોકો પાસે એક ચોક્કસ રકમના રોકાણ માટે ઓફર આપે છે. જેના બદલે કંપનીઓ રોકાણકારોને ફિક્સ વ્યાજ આપે છે, જેને કોર્પોરેટ FD કહે છે. 

રોકાણકારે કોર્પોરેટ FDમાં રોકાણ કરતી વખતે રિટર્નના રિસ્ક ઉપર પણ ધ્યાન આપવું

1.કંપનીઓને બેન્ક અથવા અન્ય ફાયનાન્સિયલ સંસ્થાઓ પાસેથી લોન લેવા પર વધુ વ્યાજ (15 થી 20 ટકા) આપવું પડે છે. એવામાં તેમના માટે સામાન્ય જનતા વચ્ચે જઈને કોર્પોરેટ FD દ્વારા રૂપિયા ભેગા કરવું ફાયદામાં રહે છે. સામાન્ય રીતે કોર્પોરેટ FD પર આ કંપનીઓ બેન્ક FDની સરખામણીએ વધુ વ્યાજ આપે છે. આ જ કારણ છે કે કોર્પોરેટ FD, બેન્ક FDની સરખામણીએ વધુ આકર્ષિત કરે છે. સામાન્ય રોકાણકારે કોર્પોરેટ FDમાં રોકાણ કરતી વખતે રિટર્નના રિસ્ક ઉપર પણ ધ્યાન આપવું જોઈએ.
 
કોર્પોરેટ FDમાં રોકાણ કરતા પહેલા કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે?
2.કંપનીનું FD રેટિંગ - માત્ર વધુ વ્યાજ જોઈને કોઈ કંપનીની FDમાં રોકાણ કરવાનો નિર્ણય ન કરો. વ્યાજ સાથે FD કરતી કંપનીનું ક્રેડિટ રેટિંગ પણ જરૂર જુઓ. ક્રિસિલ, ઈક્રા અને કેર જેવી કેટલીક એવી રેટિંગ એજન્સીઓ છે જેમના રેટિંગનું મહત્વ હોય છે. સૌથી સારું રેટિંગ AAA છે માટે AAA રેટિંગ ધરાવતી કંપનીઓમાં FD કરાવવી વધુ યોગ્ય છે. 
 
3.કંપનીનો ટ્રેક રેકોર્ડ - રોકાણ કરવું કે નહીં તે માત્ર રેટિંગના આધારે નક્કી ન કરવું. કંપનીનું બેકગ્રાઉન્ડ એટલેકે જૂનું પરફોર્મન્સ, વર્તમાન આર્થિક સ્થિતિને લઈને પણ તપાસ કરી લેવી. વધુ દેવું એટલે કે ઉધાર ધરાવતી કંપનીઓની FDમાં રોકાણ કરવાથી બચવું. કંપનીના વ્યાજ અને પ્રિન્સિપલ અમાઉન્ટના પેમેંટનો ટ્રેક રેકોર્ડ પણ તપાસવો. 
 
4.મિનિમમ ગેરંટી - કોર્પોરેટ FD બેન્ક FD જેટલી સુરક્ષિત નથી. બેન્ક FD માટે RBI એક ગ્રાહકને વધુમાં વધુ એક લાખ રૂપિયા સુધીની ડિપોઝીટ પર ગેરંટી આપે છે, જયારે કંપનીઓની દેવાળિયા થવાની સ્થિતિમાં રોકાણકારની FD (કોર્પોરેટ FD)ની રકમના ડૂબવાનો ખતરો રહે છે. જોકે કંપની એક્ટ 2013 અંતર્ગત કોર્પોરેટ FD પર પણ 20,000 રૂપિયા સુધી વીમાની જોગવાઈ કરવામાં આવી છે, પણ કંપનીઓ ઓછો અમલ કરે છે. 
 
5.ટેક્સેશન - વાર્ષિક 5000 રૂપિયાની રકમથી વધુના વ્યાજ પર તમારે કંપની FD પર ટીડીએસ આપવો પડશે, જયારે બેન્ક FDમાં આ રકમ 10 હજાર રૂપિયાની છે. જો ગ્રાહકની વાર્ષિક આવક ટેક્સમાં છૂટની રકમથી ઓછી છે તો તે નાણાકીય વર્ષની શરૂઆતમાં જ 15 જી અથવા 15 એચ ફોર્મ ભરીને કંપની પાસે જમા કરાવવું પડશે. બેન્ક FDમાં પાંચ વર્ષની ડિપોઝીટ પર 80 સી અંતર્ગત 1.5 લાખ રૂપિયાની રકમ પર ટેક્સમાં છૂટની જોગવાઈ છે, જયારે કંપની FD પર કોઈ ટેક્સ બેનિફિટ નથી. 
 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી