ટ્રાવેલ / ટૂરમાં થતા નુકસાનની ભરપાઈ શક્ય, વર્ષમાં 5-6 વાર પ્રવાસ કરનારાઓ માટે મલ્ટી ટ્રિપ પોલિસી બેસ્ટ

divyabhaskar.com

Jan 02, 2019, 06:06 PM IST
Things to check while purchasing travel insurance policy
X
Things to check while purchasing travel insurance policy

  • વિદેશ પ્રવાસ વખતે ક્યાંય પાસપોર્ટ ખોવાઈ જાય તો ડુપ્લીકેટ કે નવા પાસપોર્ટનો ખર્ચ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ કંપની ચુકવશે
  • યુરોપના ઘણા દેશોમાં જવા માટે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ જરૂરી
  • મલ્ટી ટ્રિપ પોલિસી ઓછી ખર્ચાળ હોય છે

યુટિલિટી ડેસ્ક: તાજેતરના વર્ષોમાં વિદેશ પ્રવાસનું ચલણ વધ્યું પણ ઘણા એવા લોકો છે જેઓ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ બાબતે સજાગ થયા નથી. મોટાભાગના લોકો ત્યારે જ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ લે છે જયારે જરૂર હોય છે.

ડુપ્લીકેટ કે નવા પાસપોર્ટનો ખર્ચ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ કંપની ચુકવશે

1.યુરોપના ઘણા દેશોમાં જવા માટે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ જરૂરી છે. વિઝા ડોક્યુમેન્ટેશન સમયે જ તેના કાગળ સબમિટ કરાવવા પડે છે. લોકોએ ટ્રાવેલ ઇન્સ્યોરન્સનું મહત્વ સમજવું જોઈએ. જેમ કે, વિદેશ પ્રવાસ વખતે ક્યાંય પાસપોર્ટ ખોવાઈ જાય તો ડુપ્લીકેટ કે નવા પાસપોર્ટનો ખર્ચ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ કંપની ચુકવશે. જો સામાન ખોવાઈ જાય તો તેનું વળતર પણ વીમામાં કવર થઇ શકે છે. સામાન પહોંચવામાં મોડું થવા પર જો તમારે ઇમર્જન્સીમાં કોઈ વસ્તુ ખરીદવી પડે તો તેની રકમ વીમા કંપની રિફંડ કરશે.
 
2.વિદેશમાં તમે બીમાર પડી જાવ કે તમારી સાથે કોઈ દુર્ઘટના ઘટી જાય તો કેશલેસ હોસ્પિટલાઝેશનની સુવિધા મળી શકે અથવા તમારા કોઈ સંબંધીને તમારા સુધી પહોંચવાનો ખર્ચ કંપની આપી શકે. પ્રવાસ દરમિયાન સામાન ચોરી થવો સામાન્ય વાત થઇ ગઈ છે જે ટ્રાવેલ ઇન્સ્યોરન્સમાં કવર થઇ શકે છે. 
 
ટ્રાવેલ ઇન્સ્યોરન્સ લેતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ?
3.કેટલાક ક્રેડિટ કાર્ડ અથવા હોમ ઇન્સ્યોરન્સ પોલિસીમાં ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પણ જોડાયેલો હોય છે માટે નવી પોલિસી લેતા પહેલા જોઈ લેવું કે તમને પહેલેથી જ કવરેજ તો નથી મળી રહ્યું ને. 
 
4.ટ્રાવેલ સર્વિસમાં મેડિકલ કવરના ભાગને ધ્યાનથી જોઈ લેવું. કેટલીક વીમા કંપનીઓ વાયરસથી થતા ઇન્ફેક્શનને કવર કરતુ નથી.
 
5.મોટાભાગના લોકો બેગેજ અને ઇલેક્ટ્રોનિક્સ તેમજ કિંમતી સામાનનો તફાવત સમજતા નથી. બેગેજમાં રોજિંદા ઉપયોગમાં આવતી વસ્તુઓ હોય છે. ઇલેક્ટ્રોનિક્સ અને કિંમતી વસ્તુઓ માટે પોલિસી અલગ હોય. જો તમારી પાસે ઇન્સ્યોરન્સની કોપી નથી તો કંપની તમને વીમા કવરની રકમ ન આપે.
 
6.જો તમે વર્ષમાં 5-6 યાત્રાઓ કરતા હોય તો તમારા માટે મલ્ટી ટ્રિપ પોલિસી બેસ્ટ છે જેમાં તમે એક વર્ષમાં જેટલી પણ યાત્રાઓ કરો તે તમામ કવર થશે.   મલ્ટી ટ્રિપ પોલિસી ઓછી ખર્ચાળ હોય છે.
 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી