Home » National News » Utility » These things you must check before buying property in india

જાણો પ્રોપર્ટી ખરીદતી વખતે કયાં-કયાં કાગળોને ચેક કરવા જોઈએ અને શા માટે

Divyabhaskar.com | Updated - Mar 10, 2018, 11:14 PM

કોઈ પણ વ્યક્તિ પ્રોપર્ટી ખરીદતી વખતે તેની મહેનતની કમાણી તેમાં લગાડી દે છે

  • These things you must check before buying property in india
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ કોઈ પણ વ્યક્તિ પ્રોપર્ટી ખરીદતી વખતે તેની મહેનતની કમાણી તેમાં લગાડી દે છે. એવામાં જરૂરી છે કે જે પ્રોપર્ટી ખરીદવામાં આવી રહી છે, તેની લીગાલીટી સંપૂર્ણ રીતે તપાસવામાં આવે.

    મપ્ર હાઈકોર્ટના એડવોકેટ સંજય મહેરાનું કહેવું છે કે જો તમે કોઈ ટાઉનશીપમાં પ્રોપર્ટી ખરીદી રહ્યાં છો અને ત્યાં તમામ બેન્ક લોન આપી રહી છે તો સમજો કે ત્યાં કોઈ રિસ્ક નથી, કારણ કે બેન્ક કોઈ પણ ટાઉનશીપમાં લોન ત્યારે જ આપે છે, જયારે તે ટાઈટલ અને સર્ચ કલીયર હોય છે. આ સિવાય વ્યક્તિએ પોતે પણ પોતાના લેવલ પર કેટલીક ચીજોને વેરિફાઈ કરવી જોઈએ. આજે અમે જણાવી રહ્યાં છે કોઈ પણ પ્રોપર્ટી ખરીદતી વખતે તમારે કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

    લિન્ક ડોકયુમેન્ટસ ચેક કરો

    - તમે કોઈ પણ પ્રોપર્ટી ખરીદી રહ્યાં છો તો સૌથી પહેલા તેના લીન્ક ડોક્યુમેન્ટસ ચેક કરો. એટલે કે પ્રોપર્ટી અત્યાર સુધીમાં કેટલી વખત ખરીદવામાં આવી અને કેટલી વખત વેચવામાં આવી છે તે ચેક કરો.

    - તે અંગેની જાણ તમને જૂની રજિસ્ટ્રિયોમાંથી થશે. જેમની પાસેથી પણ પ્રોપર્ટી ખરીદી રહ્યાં છો તેમની પાસેથી રજિસ્ટ્રીની કોપી લો.

    - પછીથી એ જોવો કે તમામ રજીસ્ટ્રીની ડિટેલ એક-બીજા સાથે લીન્ક થઈ રહી છે કે નહી. જે તમને પ્રોપર્ટી વેચે છે તેનું આઈડેન્ટીટી પ્રુફ જોવો. તેને ડોકયુમેન્ટસની સાથે મેચ કરો. પ્રોપર્ટી વેચનાર પાસેથી પાવર ઓફ એટર્નીની કોપી લો.

    આગળની સ્લાઈ્સમાં વાંચો, જમીન ખરીદતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે...

  • These things you must check before buying property in india
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ભૂમિ રેકોર્ડની જાણકારી

     

    - તમે જે જમીનને ખરીદી રહ્યાં છો, તેનો રેકોર્ડ શોધો. જો તમે ખેતીની જમીન લઈ રહ્યાં છો તો તેના ડોકયુમેન્ટસની માહિતી રાજય સરકારના રેવન્યુ વિભાગ પાસેથી મળી જશે. જમીનનો નંબર મેળવો. નંબર પરથી તમને જમીન સાથે જોડાયેલી તમામ જાણકારી મળી જશે.

    - જો તમે ઘર બનાવવા માટે જમીન ખરીદી રહ્યાં છો તો એ બાબતની માહિતી લો કે જે જમીનને ખરીદો છો તેને રેસિડેન્શિયલ પરમીશન છે કે કેમ. જો પ્રોપર્ટી કમર્શિયલ કે ઈન્ડસ્ટ્રીયલ છે તો ત્યાં જમીન ન ખરીદો કારણ કે તમે ત્યાં ઘર બનાવી શકશો નહિ.

     

    ટાઉનશીપમાં લઈ રહ્યાં છો તો આ ડોકયુમેન્ટસ જોવો

     

    - કોઈ ટાઉનશીપમાં પ્રોપર્ટી લઈ રહ્યાં છો તો લેન્ડ યુઝ ચેક કરો. એ બાબત ચેક કરો કે ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગની પરમીશન છે કે નહિ. લોકલ ઓથોરીટી જેમ કે મ્યુનિસિપાલિટીમાંથી નકશો પાસ છે કે કેમ. સૌથી મહત્વની વાત છે કે ચેક કરો કે જે કોલોનીમાંથી તમે જમીન ખરીદી રહ્યાં છો તે લીગલ છે કે નહિ.

    - ઘણાં લોકોને લાગે છે કે સરકારે રજીસ્ટ્રેશન કર્યું તો પ્રોપર્ટી લીગલ જ હશે, જોકે એક્સપર્ટનું કહેવું છે કે એવું હોતું નથી.

    - રજીસ્ટ્રી કરતી વખતે સરકારે માત્ર રેવન્યુના એન્ગલથી તપાસ કરે છે. કોઈ પ્રોપર્ટી લીગલ છે કે નહિ તેની તપાસ કરવાની જવાબદારી પ્રોપર્ટી ખરીદનારની છે.

     

    ન્યુઝપેપરમાં સુચના જરૂર આપો, આગળની સ્લાઈડમાં વાંચો...

  • These things you must check before buying property in india

    ન્યુઝ પેપરમાં સુચના જરૂર આપો

     

    - પ્રોપર્ટી ખરીદતા પહેલા ન્યુઝપેપરમાં જાહેર સુચન જરૂર આપો. મોટા ભાગે લોકો આ બાબતને ગણકારતા નથી પરતું જાહેર સુચના આપવાથી તમારો પક્ષ મજબૂત થાય છે. એવામાં પ્રોપર્ટીને લઈને ભવિષ્યમાં કોઈ પણ વિવાદ થાય છે તો તમે કોર્ટમાં મજબૂતાઈ સાથે પોતાનો પક્ષ રાખી શકો છો.

    - આ રીતે એગ્રીમેન્ટનું રજીસ્ટ્રેશન પણ કરાવવું જરૂરી છે. આજકાલ તે રજીસ્ટ્રીની સાથે જ કરવામાં આવે છે. ઘણાં લોકો એગ્રીમેન્ટ કરાવતા નથી. આમ ન કરાવવા પર કાયદાકીય રીતે તમે નબળા બનો છો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ