ઈન્સ્યોરન્સ ક્લેઇમ ફાઇલ કરતી વખતે આ વાતને યાદ રાખો, થશે ફાયદો

these things helpful during insurance claim

divyabhaskar.com

Sep 02, 2018, 12:54 AM IST

યુટિલિટી ડેસ્કઃ કોઇપણ આફતને પહોંચી વળવા માટે વીમો ઘણો જરૂરી છે. આપણે આપણા પરિવારનો વીમો, ગાડી અથવા ઘરનો વીમો કરાવે છે, જેથી મુશ્કેલ સ્થિતિમાં આર્થિક મદદ મળી શકે. પરંતુ ક્યારેક કેટલીક ભૂલો અથવા જાણકારી ન હોવાના કારણે આપણો ક્લેઇમ રદ થઇ શકે છે. ઈન્સ્યોરન્સ લેતા પહેલા ક્લેઇમને સંપૂર્ણપણે સમજી લેવી જોઇએ.

ક્લેઇમ માટે ડિટેઇલ ભેગી કરો
પોલિસી સંબંધિત દસ્તાવેજ ખોવાઇ જાય અને પૂરમાં બરબાદ થઇ જાય તો પોલિસી નંબરનો સોફ્ટ કોપીમાં શોધો. ત્યારબાદ નિયમ અને શરતોને વાંચો અને પોતાના નુક્સાનની એક યાદી તૈયાર કરો અને તેને જમા કરો. પૂર જેવી સ્થિતિમાં સ્થિતિ સામાન્ય થાય ત્યારે વસ્તુ જ્યાં પડી છે ત્યાં જ રહેવા દો અને વીમાકર્તા એ સાઇટ અથવા ક્ષતિગ્રસ્ત સંપત્તિનું નિરીક્ષણ કરવા માગે તો તેમને એ સ્થળની મુલાકાત કરાવો.

આવી સ્થિતિમાં થતા નુક્સાનનું મુલ્યાંકન કરવા માટે વીમાકર્તાઓ માટે પોતાનું માપદંડ હોય છે, જ્યારે કોઇ વીમો લો તો ક્લેઇમ કરતી વખતે પોલિસીધારકોને ઘણું સાવધાન રહેવું જોઇએ. જો પોલિસીધારક વીમાકર્તા તરફથી કરવામાં આવેલા નુક્સાનના એસ્ટિમેટથી સંતુષ્ટ નથી તો ક્લેઇમનું જે વાઉચર મળે છે તેના પર સાઇન કરતા પહેલા મુલ્યાંકનની સમીક્ષા કરો.

પ્રોસેસમાં લાગે છે સમય
કોઇ કુદરતી આફતની સ્થિતિમાં વીમાકર્તાઓ સામે ક્લેઇમના નિવારણ માટે અનેક મુશ્કેલીઓ આવે છે. વીમાકર્તાઓની કઠણાઇઓના ક્લેઇમ કરનારાઓએ પણ સમજવી જોઇએ. જ્યારે અધિકૃત પ્રક્રિયાની વાત આવે ત્યારે ધીરજ રાખવી જોઇએ. કારણ કે ક્લેઇમના સેટલમેન્ટમાં સમય લાગે છે.

X
these things helpful during insurance claim
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી