Home » National News » Utility » આ 400 શહેરોમાં વધશે પ્રોપર્ટીની કિંમત, આવશે PNG, એરપોર્ટ અને હાઇવે । these project may increase property price in 400 cities across india

આ 400 શહેરોમાં વધશે પ્રોપર્ટીની કિંમત, આવશે PNG, એરપોર્ટ અને હાઇવે

Divyabhaskar.com | Updated - May 14, 2018, 09:04 PM

જો તમારા શહેરમાં કોઇ એવો પ્રોજેક્ટ શરૂ થાય, જેનાથી તમારી પ્રોપર્ટીની કિંમત વધવા લાગે

 • આ 400 શહેરોમાં વધશે પ્રોપર્ટીની કિંમત, આવશે PNG, એરપોર્ટ અને હાઇવે । these project may increase property price in 400 cities across india
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  યુટિલિટી ડેસ્કઃ જો તમારા શહેરમાં કોઇ એવો પ્રોજેક્ટ શરૂ થાય, જેનાથી તમારી પ્રોપર્ટીની કિંમત વધવા લાગે. કદાચ તમે ક્યારેય ધ્યાન નહીં આપ્યું હોય પરંતુ આ સાચી વાત છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક્સપર્ટ માને છે કે જો તમારા શહેરમાં કોઇ નવો ઇન્ફ્રા પ્રોજેક્ટ શરૂ હોય અથવા કોઇ નાગરિક સુવિધા શરૂ થાય, તો તેની સીધી અસર શહેરની પ્રોપર્ટી પ્રાઇસ પર પડે છે. તમને એ અંગે ત્યારે માલુમ પડે છે, જ્યારે તમે નવી પ્રોપર્ટી ખરીદવા જાઓ છો અથવા પોતાની પ્રોપર્ટી વેચવા માંગો છો.

  ગ્લોબલ પ્રોપર્ટી કન્સલટન્સી ફર્મ જેએલએલ, ઇન્ડિયાની સ્ટડી જણાવે છે કે ભારતમાં અનેક સ્થળે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની ઘોષણાથી પ્રોપર્ટીની કિંમતોમાં 50થી 70 ટકા સુધીનો ઉછાળો આવે છે. તેવામાં તમારા માટે એ જાણવું જરૂરી છે કે તમારા શહેરમાં કોઇ એવો પ્રોજેક્ટ તો શરૂ થઇ રહ્યો નથીને. જેના કારણે તમારી પ્રોપર્ટીની કિંમત વધી શકે છે. જેથી તમે સમયમાં અમુક બદલાવ કરી શકો છો.

  174 શહેરોમાં પીએનજી કનેક્શન


  પ્રોપર્ટી એક્સપર્ટ જણાવે છે કે જે વિસ્તારમાં પાઇપથી નેચરલ ગેસ(પીએનજી)નો સપ્લાય આપવામાં આવે છે, ત્યાં પ્રોપર્ટી રેટમાં ઘણો તફાવત હોય છે. આ એવી સુવિધા માનવામાં આવે છે, જે લોકોની એક મોટી મુશ્કેલી દૂર થઇ શકે છે. આ માટે કંપનીઓએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પૈસા ખર્ચ કરવા પડે છે. સરકારે મંગળવારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં 174 જિલ્લાઓમાં પીએનજી પહોંચાડવા માટે બિડિંગ શરૂ થઇ ગયું છે.

  મહત્વના જિલ્લાઓમાં પહોંચશે પીએનજી


  ગુજરાતઃ વલસાડ, ગિર-સોમનાથ, સુરેન્દ્રનગર, નવસારી, સુરત, જુનાગઢ, નર્મદા, પોરબંદર વગેરે.
  ઉત્તર પ્રદેશઃ બુલંદશહર, મુરાદાબાદ, અમેઠી, ઔરૈયા, ઇટાવા, ગોરખપુર, મેરઠ વગેરે.
  હરિયાણાઃ ભિવાની, હિસ્સાર, ઝજ્જર, સોનીપત, પંચકુલા, જિંદ, પલવલ વગેરે.
  ઉત્તરાખંડઃ દેહરાદૂન
  બિહારઃ બેગુસરાય, કૈમૂર, રોહતાશ, ગયા, નાલંદા, ઔરંગાબાદ
  મધ્યપ્રદેશઃ ભોપાલ, રાજગઢ, ગુના, રીવા, સતના વગેરે..
  રાજસ્થાનઃ બાડમેર, જેસલમેર, જોધપુર, અલવર, કોટા, ભીલવાડા વગેરે..
  પંજાબઃ લુધિયાણા, જલંધર, કપૂરથલા, પટિયાલા વગેરે.
  મહારાષ્ટ્રઃ અહમદનગર, નાસિક, લાતૂર, ઉસ્માનાબાદ, સિંધુદુર્ગ
  હિમાચલ પ્રદેશઃ સિરમૌર, શિમલા અને સોલણ, વિલાસપુર, હમીરપુર, ઉના
  ઝારખંડઃ બોકારો, હજારીબાગ, રામગઢ, ધનબાદ વગેરે.
  કર્ણાટકઃ ચિત્રાદુર્ગા, દેવનાગરી, ઉડૂપી, બેલ્લારી અને ગડગ વગેરે.

  એરપોર્ટ બનતા વધશે ભાવ


  સિવિલ એવિએશન મિનિસ્ટ્રી અનુસાર ગોવામાં મોપા, મહારાષ્ટ્રમાં નવી મુંબઇ, શિરડી, સિંધુદુર્ગ, કર્ણાટકમાં શિમોગા, હસન, ગુલબર્ગ, બિજાપુર, પશ્ચિમ બંગાળમાં દુર્ગાપુર, કેરળમાં કન્નૂર, મધ્યપ્રદેશમાં ડાબરા, સિક્કિમમાં પકયોંગ, પોંચેચરમાં કરાઇકલ, ઉત્તર પ્રદેશમાં જેવર, કુશીનગર, ગુજરાતમાં ધોલેરા, આંધ્રપ્રદેશમાં ઓરાવાકલ્લૂ, વિશાખાપટ્ટનમ નજીક ભોગાપુરમમાં નવા એરપોર્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. સરકારમાં મચ્છીવાડા, લુધિયાણા, ઇટાનગર, જમશેદપુર, અલવર અને કોઠાગુડેમમાં સાઇટ ક્લિયરન્સ આપવામાં આવ્યું છે. જેમાં અનેક એરપોર્ટ આંતરરાષ્ટ્રિય કક્ષાના હશે. આ ઉપરાંત ભટિંડા, શિમલા, આગરા, બીકાનેર, ગ્વાલિયર, કડાપા, લુધિયાના, નાંદેદ, પઠાણકોટ, વિદ્યાનગર, અંદલ(દુર્ગાપુર), બુર્નપુર, કૂચ બેહર, જમશેદપુર, રાઉરકેલા, ભાવનગર, દીવ, જામનગર, આદમપુર, કંડલા, કાનપુર, કુલ્લુ, મીઠાપુર(દ્વારકા), મુંદ્રા, પંતનગર, પોંડેચર, પોરબંદર, શિલોંગ, વિલાસપુર, જગદલપુર, કોલ્હાપુર, મૈસુર, નેયવલી, ઓજાર નાસિક, રાયગઢ, સાલેમ, ઉતકેલા, બિડાર, હોસૂરમાં જૂના એરપોર્ટને ફરીથી ચાલુ કરવામાં આવશે.

 • આ 400 શહેરોમાં વધશે પ્રોપર્ટીની કિંમત, આવશે PNG, એરપોર્ટ અને હાઇવે । these project may increase property price in 400 cities across india
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  એક્સપ્રેસ વેના કારણે વધશે પ્રોપર્ટીના ભાવ

  મોદી સરકાર અત્યારે 6 એક્સપ્રેસ વે પર કામ કરી રહી છે. દિલ્હીમાં ચારે તરફ બે એક્સપ્રેસ વે બની રહ્યાં છે. જેમાં ગાજિયાબાદ, મેરઠ, ફરીદાબાદ, પલવલ, સોનીપત, કુંડલી વગેરે શહેરોમાં પ્રોપર્ટીની કિંમતો વધવાની સંભાવના છે. ઉત્તર પ્રદેશમાં કાનપુર લખનઉ એક્સપ્રેસ વે, બુંદેલખંડ એક્સપ્રેસ- વે, ગંગા એક્સપ્રેસ-વે, જો બનારસ, મિર્ઝાપુર, અલ્હાબાદ, પ્રતાપગઢ, રાયબરેલી, ઉન્નાવ, કાનપુર, કન્નોજ, હરદોઇ, ફરુખાબાદ, શહજહાંપુર, જદાયૂં, બુલંદશહેરથી થઇને પસાર થશે. અપર ગંગા કનાલ એક્સપ્રેસઃ આ બુલંદશહર, હરિદ્વાર, મુજફ્ફરનગર, રુડકીમાંથી પસાર થશે. પૂર્વાંચલ એક્સપ્રેસ-વેઃ 343 કિ.મી. લાંબો આ એક્સપ્રેસ-વે લખનઉથી બલિયા, બારાબંકી, સુલતાનપુર, ફૈજાબાદ, આંબેડકરનગર, આજમગઢ, મઉ અને ગાજીપુરમાંથી પસાર થશે. આ ઉપરાંત મુંબઇ-વડોદરા એક્સપ્રેસ વે, ચેન્નાઇ પોર્ટ-મદુરાવેલ એક્સપ્રેસ-વે, દિલ્હી-કટારા એક્સપ્રેસ-વે, દિલ્હી-જયપુર એક્સપ્રેસ-વે, દિલ્હી-મુબંઇ એક્સપ્રેસ-વે બનાવવામાં આવશે. આ એક્સપ્રેસ-વેથી લગભગ 60 શહેરોને ફાયદો થશે. 

 • આ 400 શહેરોમાં વધશે પ્રોપર્ટીની કિંમત, આવશે PNG, એરપોર્ટ અને હાઇવે । these project may increase property price in 400 cities across india

  રિંગરોડ અને બાયપાસથી વધશે કિંમતો

  લગભગ 80 શહેરોમાં રિંગ રોડ અને બાયપાસ નવા બનાવવામાં આવશે. જેમાં પૂણે, બેંગાલુરુ, સંભલપુર, મદુરાઇ, ઇન્દોર, ધૂલે, રાયપુર, શિવપુરી, દિલ્હી, ભુવનેશ્વર, ગુરુગ્રામ, સુરત, પટના, લખનઉ, વારાણસી, વિજયવાડા, ચિત્રદુર્ગ, અમરાવતી, સાગર, સોલાપુર, જયપુર, બેલગામ, નાગપુર, આગરા, કોટા, ધનબાદ, ઉદયપુર, રાંચી સામેલ છે. સરકારે 51 શહેરોમાં બાયપાસ બનાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં લુધિયાણા, આગરા, વારાણસી, ઓરંગાબાદ, અમૃતસર, ગ્વાલિયર, સોલાપુરમાં 4 બાયબાસ, નાદેંદમાં બે, જલંધર, ફિરોજાબાદ, સિલીગુડી, જલગાંવ, કોઝિકોડી, કુરનાલ, બોકારો, બેલારી, ધુલે, વિલાસપુર, દેવાસમાં બે, જલાના, સાગર, મિર્જાપુર, રાયચૂર, ગંગાનગર, હોસપત, ઓનગોલ, મોર્વી, રાયગંજ, પનવેલ, વિદિશા, સાસારામ, ઉત્તરપુર, બાગલકોટ, સિહોર, જહાનાબાદ, નાગોર, ચિલાકલુરપિત, રિનીગુંટા, સાંગરેડ્ડી, ઇમ્ફાલ, સિલચર, શિલાંગ, ડિબ્રુગઢ, દીમાપુર, ઉદયપુર, હિંગઘાટ અને ચિત્રદુર્ગા સામેલ છે. આ તમામ શહેરો વચ્ચેથી અલગ-અલગ હાઇવે પસાર થઇ રહ્યાં છે, પરંતુ હવે આ શહેરોમાં બાયપાસ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી શહેરની અંદર ટ્રાફિક જામ ન રહે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ