તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બ્રાન્ડેડ કપડા ખરીદતી વખતે આ વાતનું રાખવુંં ધ્યાન|These Important Things Should Be Kept In Mind When Buying Branded Clothes

બ્રાન્ડેડ કપડા ખરીદતી વખતે ધ્યાન રાખવી જોઇએ આ મહત્વની વાતો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્ક: ફેશનના હાલના જમાનામાં યુવાનોમાં બ્રાન્ડેડ કપડા ખરીદવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. મોટા ભાગે યુવાનો તેમના કપડા, શુઝને લઈને ખુબ જ કોન્સિયસ હોય છે. જોકે ઘણીવાર એવું બને છે કે જેને આપણે બ્રાન્ડેડ સમજીને ખરીદતા હોઈએ છીએ તે ઓરિજનલ બ્રાન્ડની કોપી હોય છે. બ્રાન્ડના નામ પર આપણી સાથે છેતરપિંડી કરવામાં આવે છે. જો તમારી સાથે પણ આવું થાય તો તમારે ગભરાવવાની જરૂર નથી. આજે અમે તમને અહીં કેટલીક એવી ટિપ્સ આપીશું જેને તમે શોપિંગ કરતી વખતે ધ્યાનમાં લેશો તો છેતરપિંડી થવાની શકયતા ઓછી થશે. તો ચાલો જાણીએ બ્રાન્ડેડ કપડાની ઓળખ કરવાની કેટલીક ટિપ્સ વિશે...

 

બ્રાન્ડેડ કપડાના બજારમાં પણ ડુપ્ટિકેટ માલ હોય છે. એવામાં તેની ખરીદી કરતી વખતે છેતરપિંડી થઈ જાય તે કોઈ મોટી વાત નથી. જોકે તમને કદાચ એ વાતનો ખ્યાલ નહિ હોય કે બ્રાન્ડેડ કપડામાં કેટલીક એવી પણ ખાસિયતો છે જેની બધા કોપી ન કરી શકે. આજે અમે તમને અહીં આ અંગે વિગતે જણાવીશું. જેથી તમે બ્રાન્ડેડ કપડાની સરળતાથી ઓળખ કરી શકો.

 

સ્ટિચિંગ

બ્રાન્ડેડ કપડાના સ્ટિચિંગ પર ધ્યાન આપીને તમે તેની ઓળખ કરી શકો છો. બ્રાન્ડેડ કપડાની સ્ટિચિંગ સીધી, નીટ અને એક જેવી હોવી જોઈએ. સ્ટિચિંગમાં ઉપયોગમાં લેવામાં આવેલો દોરો પણ એક સરખો જ હોવો જોઈએ. બટનના પેચમાં બ્રાન્ડનું નામ લખેલું છે, એનો અર્થ એ થાય છે કે તે નોર્મલ પેચ નથી. તેનો અર્થ એ થાય છે કે તે ઓરિજનલ છે.

 

જિપ
બ્રાન્ડેડ કપડાની જિપ ખુબ સ્મુથ અને સારી ક્વોલિટીની હોય છે. ફેક કપડાની ઓળખ કરવી ખુબ જ સરળ છે. તેને ઝડપથી ખોલો અને બંધ કરો. આમ કરવાથી તમને અંદાજ આવી જશે. એક વાત ખાસ નોંધવા જેવી છે મોટા ભાગે બ્રાન્ડેડ કપડાની જિપ પર બ્રાન્ડનું નામ લખેલું હોય છે.

 

બટન
બ્રાન્ડેડ કપડાના બટન પર બ્રાન્ડનું નામ લખેલું હોય છે, જયારે કોપી કપડા પર સિંપલ બટન હોય છે. હવે જયારે તમે ખરીદી કરવા જાવ ત્યારે બટન પર ધ્યાન આપવાની જરૂર છે.

 

લોગો 

ઘણીવાર લોગો જોઈને બ્રાન્ડેડ કપડાની ઓળખ કરવી થોડી મુશ્કેલ થઈ જાય છે, જોકે તમે પોતાના મોબાઈલ પર તે બ્રાન્ડનો લોગો ખોલીને તેને પ્રોડકટના લોગો સાથે મેળવી શકો છો. લોગોના ફોન્ટસની સ્ટાઈલથી પણ ઓળખ કરી શકો છો કે તમે જેની ખરીદી કરી રહ્યાં છે તે નકલી તો નથીને.

 

ટેગ્સ

સામાન્ય રીતે આપણે બ્રાન્ડેડ કપડા ખરીદતી વખતે તેના ટેગ્સથી તેની ઓળખ કરીએ છીએ. જોકે હવે જયારે તમે ખરીદી કરવા જાવ ત્યારે ટેગ જોવાના સ્થાને ટેગની ઓળખ કરો. ઘણી બધી બ્રાન્ડો એવી છે જે કપડાની લિનિંગમાં ટેગ લગાવે છે, જેની મદદથી તેની સાચી ઓળખ થઈ શકે છે.