વિદેશમાં હાયર સ્ટડી માટે જવા માગો છો? તો જાણી લો આ પાંચ વાતો

ભારતમાંથી હાયર સ્ટડી માટે સૌથી વધારે લોકો ઓસ્ટ્રેલિયા જાય છે. ત્યારબાદ બ્રિટન, અમેરિકા અને ન્યૂઝીલેન્ડનો નંબર આવે છે

divyabhaskar.com | Updated - Mar 12, 2018, 04:33 PM
these five things know before studying abroad

યુટિલિટી ડેસ્કઃ વિદેશમાં જઇને ભણવાનું ચલણ આખા વિશ્વમાં વધી રહ્યું છે. તેનાથી ભારત પણ અછૂતુ રહ્યું નથી. ભારતમાં હાયર સ્ટડી માટેના ડેસ્ટિનેશનમાં કેનેડા, યુએસ, યુરોપ, યુકે, જર્મની, ઓસ્ટ્રેલિયા, ફિનલેન્ડ, ફ્રાન્સ સહિતના દેશો છે. જો તમે પણ ભણવા માટે વિદેશ જવાનું વિચારી રહ્યાં છો તો તમારે સૌથી પહેલાં આ બેઝિક પાંચ વાતો જાણી લેવી જોઇએ.

સેલ્ફ કોન્ફિડન્સ ડેવલોપ કરો


જો તમે ભણવા માટે વિદેશ જવાનું વિચારી રહ્યાં છો તો સૌથી પહેલા સેલ્ફ કોન્ફિડન્સ ડેવલોપ કરો. વિદેશમાં તમે તમારા પરિવારજનો અને મિત્રોથી દૂર રહેશો. ત્યાં તમે અજણ્યા લોકોની વચ્ચે હશે. પ્રારંભમાં ભાષાની સમસ્યા ઉભી થશે. ત્યારે તેવામાં અલગ-અલગ લોકો સાથે તાલમેલ જાળવતા તમને આવડતું હોય તે જરૂરી છે. આ તમે ત્યારે જ કરી શકો છો, જ્યારે તમારામાં સેલ્ફ કોન્ફિડન્સ હોય. તમે સેલ્ફ કોન્ફિડન્સ વધારવા માટે અમુક મહિનાની કાઉન્સલિંગ પણ લઇ શકો છો.

વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

these five things know before studying abroad

સંપૂર્ણ રિસર્ચ કરો

અલગ-અલગદ દેશોમાં અભ્યાસને લઇને અલગ-અલગ સિસ્ટમ હોય છે. ત્યાંના સેમેસ્ટર અલગ ટાઇમ ટેબલ ફોલો કરે છે. એ વાતનું પણ ધ્યાન રાખો કે અનેક દેશોમાં અંગ્રેજી મુખ્ય ભાષા હોતી નથી. તો જે કોર્સ તમે પસંદ કરી રહ્યાં છો, તેમાં અંગ્રેજીની ફેકલ્ટી અને બુક્સ અવેલેબલ છે કે નહીં. તેનું પણ રિસર્ચ કરો. ટેલેન્ટેડ સ્ટૂડન્ટ્સ માટે દેશમાં અનેક સ્કોલરશિપ પ્રોગ્રામ પણ ચાલી રહ્યાં છે. એ અંગે પણ તમારી પાસે પહેલાંથી માહિતી હોવી જરૂરી છે. 
 

કોર્સ કરવાથી કારકિર્દીમાં શું ફાયદો થશે

વિદેશમાં એ માટે અભ્યાસ કરવામાં આવે છે કે તેનો સારો એવો ફાયદો કારકિર્દીને મળી શકે. વિદેશમાં કોઇપણ પ્રોગ્રામને પસંદ કરતા પહેલા એ વાતની ખાતરી પણ કરી લેવી જોઇએ કે તેનાથી ભવિષ્યમાં કેરિયરને શું ફાયદો મળશે. કારણ કે વિદેશમાં કોર્સ કરવું જ પૂરતું નથી. સારો કોર્સ કરેલો હોવો પણ જરૂરી છે. iiepassport.org અને studyabroad.com જેવી વેબસાઇટ્સ આ માટે ઘણી મદદરૂપ થઇ શકે છે. 

વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

these five things know before studying abroad

કોર્સને માન્યતા પ્રાપ્ત છે કે નહીં

કોર્સમાં એડમિશન લેતા પહેલાં એ વાતની પણ માહિતી મેળવી લેવી જોઇએ કે તમે જે કોર્સ પસંદ કર્યો છે, તે માન્યતા પ્રાપ્ત છે કે નહીં. એ વાતનું જરૂરથી ધ્યાન રાખો કે વિદેશમાં અભ્યાસનો અર્થ એ નથી કે ત્યાં બધુ જ સારું હશે. જે રીતે આપણે ત્યાં ફ્રોડ થાય છે, તેવી જ રીતે વિદેશોમાં પણ આવા ફ્રોડ થતાં રહે છે. 
 

કેટલો ખર્ચ થશે

વિદેશોમાં માત્ર કોર્સની ફી જ વધારે નથી હોતી પરંતુ ત્યાં રહેવાનો અને ખાવાનો ખર્ચ પણ વધારે હોય છે. તેવામાં એ વાતનો અંદાજો પહેલાંથી લગાવી લેવો જોઇએ કે કોર્સ દરમિયાન કેટલો ખર્ચો થશે. જેથી આગળ જતાં કોઇ સમસ્યા ન સર્જાય. સંભવિત ખર્ચનો અંદાજો ડોલર અથવા પાઉન્ડને રૂપિયામાં કન્વર્ટ કરીને લગાવો.

X
these five things know before studying abroad
these five things know before studying abroad
these five things know before studying abroad
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App