Home » National News » Utility » These eating habits could put your heart at risk

હાર્ટએટકનો ખતરો વધારી શકે છે ખાવાની આ 5 આદતો, તમારી તો નથીને આવી ટેવ

Divyabhaskar.com | Updated - Feb 26, 2018, 10:58 AM

મોટા ભાગના લોકો માને છે કે સ્મોકિંગ, વધુ દારૂ પીવો અને ફિઝિકલી એકટીવ ન રહેવાને કારણે હાર્ટએટેકની શકયતા વધી જાય છે

  • These eating habits could put your heart at risk
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ મોટા ભાગના લોકો માને છે કે સ્મોકિંગ, વધુ દારૂ પીવો અને ફિઝિકલી એકટીવ ન રહેવાને કારણે હાર્ટએટેકની શકયતા વધી જાય છે. જોકે મોન્ટેફોર મેડિકલ સેન્ટર, ન્યુયોર્કના એક સ્ટડીમાં એ સાબિત થયું છે કે જે લોકો ખોટી ફૂડ હેબિટસ અપનાવે છે તેમને હાર્ટએટકની શકયતા 27 ટકા જેટલી વધી જાય છે. આ આદતો ધીરે-ધીરે બોડીને નુકશાન પહોંચાડે છે અને લાંબા સમય બાદ હાર્ટએટકનું કારણ બને છે. જો આ આદતોને યોગ્ય સમય પર સુધારી લેવામાં આવે તો હાર્ટએટેકનો ખતરો ઓછો કરી શકાય છે. બોમ્બે હોસ્પિટલના હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો ઈદરીજ ખાન જણાવે છે કે ખાવાનું ખાવાની કેટલીક એવી આદતો છે જે હાર્ટએટકનું જોખમ વધારી શકે છે.

    આગળની સ્મલાઈ્સમાં ક્લીક કરીને જાણો હાર્ટએટેકનો ખતરો વધારનારી ખોટી આદતો વિશે...

  • These eating habits could put your heart at risk
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    બ્રેકફાસ્ટ ન કરવો

     

    સવારે યોગ્ય સમય પર નાસ્તો ન કરવો અને લાંબા સમય સુધી ભુખા રહેવાને કારણે મેદસ્વીતા વધે છે. આ કારણે બોડીમાં ઝડપથી કોલેસ્ટ્રોલ બનવા લાગે છે, જેની હાર્ટ પર ખૂબ જ ખરાબ અસર પડે છે. નાસ્તો ન કરનારમાં હાર્ટએટકનો ખતરો 27 ટકા વધુ હોય છે.

     

    આગળની સ્લાઈડ્સ જોવા માટે ક્લીક કરો

  • These eating habits could put your heart at risk
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    જમ્યા બાદ સ્વીટ ખાવી

     

    જમ્યા બાદ સ્વીટ ખાવાથી બોડીમાં ગ્લુકોઝનું લેવલ ઝડપથી વધે છે. તેના કારણે ફેટ વધે છે જે હાર્ટ ડિસીઝની શકયતા વધારે છે.

     

    આગળની સ્લાઈડ્સ જોવા માટે ક્લીક કરો

  • These eating habits could put your heart at risk
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    વધુ મસાલેદાર ખાવું

     

    વધુ મરચાવાળું અને મસાલેદાર ખાવાથી બોડીનું બ્લડ સરક્યુલેશન વધી જાય છે. તેના કારણે હાર્ટ એટેકની શકયતા વધી જાય છે.

     

    આગળની સ્લાઈડ્સ જોવા માટે ક્લીક કરો 

  • These eating habits could put your heart at risk
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    વધુ ઓઈલી ફુડ ખાવું

     

    વધુ ઓઈલી ફુડ ખાવાથી બોડીમાં એકસ્ટ્રા ફેટ જમા થવા લાગે છે. તેનાથી કોલેસ્ટ્રોલ વધે છે, જે હાર્ટએટેકનો ખતરો વધારે છે.

     

    આગળની સ્લાઈડ જોવા માટે ક્લીક કરો 

  • These eating habits could put your heart at risk

    હાઈફેટ મીટ ખાવું

     

    રોજ પોતાના ડાએટમાં હાઈ ફેટ મીટ જેવું મટન અને બીફ ખાવાથી બોડીમાં ફેટની ખુબ જ માત્રા વધી જાય છે. જે બોડીમાં કોલેસ્ટ્રોલ વધારે છે જેના કારણે હાર્ટએટકની શકયતા વધી જાય છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ