ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» These date mutual fund give best return in last one year

  આ ડેટ મ્યુચ્યુઅલ ફન્ડોએ એક વર્ષમાં આપ્યું છે સારું વળતર, રોકાણ માટે બની શકે વિકલ્પ

  Divyabhaskar.com | Last Modified - May 07, 2018, 08:04 PM IST

  નવા નાણાકીય વર્ષમાં જો રોકાણ કરવાનું વિચારતા હો તો બેન્ક એફડી અને પોસ્ટ ઓફિસની સાથે સાથે ડેટ મ્યુચ્યુઅલ ફંડ પર પણ વિચાર
  • આ ડેટ મ્યુચ્યુઅલ ફન્ડોએ એક વર્ષમાં આપ્યું છે સારું વળતર, રોકાણ માટે બની શકે વિકલ્પ
   આ ડેટ મ્યુચ્યુઅલ ફન્ડોએ એક વર્ષમાં આપ્યું છે સારું વળતર, રોકાણ માટે બની શકે વિકલ્પ

   નવી દિલ્હીઃ નવા નાણાકીય વર્ષમાં જો રોકાણ કરવાનું વિચારતા હો તો બેન્ક એફડી અને પોસ્ટ ઓફિસની સાથે સાથે ડેટ મ્યુચ્યુઅલ ફંડ પર પણ વિચાર કરી શકાય. ડેટ મ્યુચ્યુઅલ ફંડની ટોપ સ્કીમમાં રીટર્ન પોસ્ટ ઓફિસ અને બેન્કની એફડી કરતા વધારે મળે છે. એક વર્ષમાં સૌથી સારું ડેટ મ્યુચ્યુઅલ ફંડનું રીટર્ન 15 ટકા જેટલું મળ્યું છે જે બેન્ક એફડી અને પોસ્ટ ઓફિસ કરતા બેગણાથી વધારે છે.

   ડેટ મ્યુચ્યુઅલ ફંડ કેમ


   રોકાણ કરવા માટે ડેટ મ્યુચ્યુઅલ ફંડ સારો વિકલ્પ છે. દેશમાં મ્યુચ્યુઅલ ફંડોની કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) 22 લાખ કરોડ રૂપિયાથી વધારે છે. તેમાં આશરે 14 લાખ કરોડ ડેટ મ્યુચ્યુઅલ ફંડોમાં લાગ્યા છે. નાણાકીય એડવાઇઝર ફર્મ બીપીએન ફિનકેપના ડાયરેક્ટર એકે નિગમના જણાવ્યા અનુસાર, ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં લોકો કરતા વધારે રોકાણ કંપનીઓ કરે છે. અહીં થોડો સમય જમા રાખેલી રકમ પર પણ સારું રીટર્ન મળી શકે છે. એ કારણ છે કે કોર્પોરેટ શોર્ટ ટર્મ માટે બેન્કો કરતા વધારે ડેટ ફંડો પર ભરોસો કરે છે. તેમનું કહેવું છે કે કોર્પોરેટ પોતાના નાણાં ખૂબ સમજી વિચારીને રોકે છે. તેથી જો કંપનીઓ ડેટ ફંડોમાં રોકાણ કરવાનું પસંદ કરતી હોય તો સામાન્ય રોકાણકાર પણ તેમાં રોકાણ કરીને સારા રીટર્નનો ફાયદો લઇ શકે છે.

   ટોપ ડેટ મ્યુચ્યુઅલ ફંડો


   એવું નથી કે બધા જેટ ફંડ સારું રીટર્ન આપી રહ્યા છે. તેથી જરૂરી છે કે રોકાણ કરતા પહેલા યોગ્ય સ્કીમની પસંદ કરો. ડેટ ફંડની સારી યોજનાએ તો 15 ટકા સુધી રીટર્ન આપ્યું છે. નિગમના જણાવ્યા અનુસાર, સારી સ્કીમ પસંદ કરીને જો રોકાણ કરાય તો અત્યારે પણ સારું વળતર મેળવી શકાય.

   ટોપ ડેટ મ્યુચ્યુઅલ ફંડો

   ડેટ મ્યુચ્યુઅલ સ્કીમ 1 વર્ષનું વળતર

   Indiabulls Savings Income Fund -DP (G) 15.8 ટકા
   Taurus Ultra STBF - Direct (G) 9.7 ટકા
   Taurus Dynamic Income -Direct (G) 9.6 ટકા
   BOI AXA Regular Return -Direct (G) 9.5 ટકા
   UTI MIS-Advantage Plan-Dir (G) 9.4 ટકા

   નોંધઃ ડેટા 3 મે 2018 સુધીના.

   (નોંધઃ રોકાણ કરતા પહેલા તમારા એડવાઈઝરી સલાહ લેવી હિતાવહ છે.)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: These date mutual fund give best return in last one year
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top