બેન્કની જગ્યાએ આ કંપનીઓ પાસેથી લો લોન, આઈડિયા પર આપે છે પૈસા

બેન્કની જગ્યાએ આ કંપનીઓ પાસેથી લો લોન, આઈડિયા પર આપે છે પૈસા

Divyabhaskar.com | Updated - Mar 12, 2018, 07:20 PM
These companies give you loan for business

નવી દિલ્હીઃ જો તમે બિઝનેસ શરૂ કરવા માંગો છો અને બેન્ક પાસેથી લોન લેવા માંગો છો તો આ કામ સરળ નથી. બેન્કો સરળતાથી લોન આપતી નથી, પરતું તમારી પાસે બિઝનેસ આઈડિયા છે, જેને ઝડપથી તમે શરૂ કરવા માંગો છો તો નિરાશ થવાની જરૂર નથી. દેશમાં એવી ઘણી કંપનીઓ છે, જે તમારા બિઝનેસ પર સરળતાથી પૈસા લગાવી શકે છે. આ કંપનીઓને વેન્ચર કેપિટલ ફન્ડ (વીસીએફ) ફર્મ્સ કહેવામા આવે છે. જો વીસીએફને તમારો આઈડિયા પસંદ આવ્યો તો સમજી લોકે તમારું સપનું પુરું થઈ ગયું. એવી કેટલીક વીસીએફ ફર્મની ઓળખ કેન્દ્ર સરકારના સંગઠન સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ બેન્ક ઓફ ઈન્ડિયા (સિડબી)ની સ્ટાર્ટઅપ મિત્ર યોજના અંતર્ગત કરવામાં આવી છે અને સિડબીની વેબસાઈટ પર આ ફર્મ વિશે જણાવવામાં આવ્યું છે. આજે અમે તમને જણાવી રહ્યાં છે કઈ-કઈ વેન્ચર કેપિટલ ફર્મ્સ કયાં સેગમેન્ટ માટે તમને પૈસા આપી શકે છે.

આઈટી બિઝનેસ ખોલવા માંગો છો તો

જો તમે કોઈ આઈટી સાથે જોડાયેલો બિઝનેસ શરૂ કરવા માંગો છો તો ઘણી એવી ફર્મ છે, જે સરળતાથી પૈસા આપી શકે છે. સિડબીના જણાવ્યા પ્રમાણે, આઈટી સ્ટાર્ટ-અપને આઈડિયા સ્પ્રિંગ કેપિટલ, એક્સફિનિટી ટેકનોલોજીસ ફન્ડ, યુનિકોર્ન ઈન્ડિયા વેન્ચર્સ, વેંચરઈસ્ટ ટીનેટ, સીએસઆઈઆર ટેક વગેરે કંપનીઓ દ્વારા ફન્ડ આપવામાં આવે છે. આ કંપનીઓ આઈટી બેઝડ આઈડિયા પર ઈન્વેસ્ટ કરે છે. જો તમારી પાસે આઈડિયા છે તો તે તમામ ફર્મોની વેબસાઈટ છે, જયાં તમે ફર્મ અને તેની શરતો વિશે જાણી શકો છો.

એગ્રી બિઝનેસ માટે પૈસા આપે છે આ કંપનીઓ

જો તમે એગ્રી બિઝનેસ શરૂ કરવા માંગો છો તો ઘણાં વેન્ચર કેપિટલ ફર્મ માત્ર એગ્રી બિઝનેસ માટે જ પૈસા આપે છે. બેંગલુરુંની ફર્મ કેપઅલેપ એગ્રી બિઝનેસ પર ઈન્વેસ્ટમેન્ટ કરે છે. આ સિવાય ઓમનીવોર પાર્ટનર્સ ઈન્ડિયા, સીએફ ઈન્ડિયા એગ્રી બિઝનેસ ફન્ડ દ્વારા એગ્રી બિઝનેસ સ્ટાર્ટઅપને ફન્ડ કરવામાં આવે છે. સીફ દ્વારા અત્યાર સુધીમાં 33 દેશોમાં એગ્રી બિઝનેસ સ્ટાર્ટ-અપ્સને પૈસા આપવામાં આવી ચુકયા છે. સીફ માત્ર ભારત પર ફોકસ કરી રહી છે. સીફ જેવી ઘણી ફર્મ્સમાં ફાઈનાન્સ માટે એપ્લાઈ કરવા માંગો છો તો આ ફર્મની વેબસાઈટ પર જઈ શકો છો.

આગળ વાંચો, એનર્જી સેકટરને પૈસા આપે છે કંપનીઓ...

These companies give you loan for business

એનર્જી સેકટરને પૈસા આપે છે કંપનીઓ

 

જો તમે એનર્જી સેકટરમાં સ્ટાર્ટ-અપ લગાવવા માંગો છો તો ઘણી વેન્ચર કેપિટલ ફર્મ તમને સપોર્ટ કરી શકે છે. તો ચાલો જાણીએ કઈ-કઈ વેન્ચર કેપિટલ ફર્મ એનર્જી સેકટમાં ઈન્વેસ્ટમેન્ટ કરી રહી છે. સિડબીની સ્ટાર્ટઅપ મિત્ર યોજના અંતર્ગત જે ફર્મની ઓળખ કરવામાં આવી છે, તેમાં ઈનફયુસ કેપિટલ ફન્ડ, કેએસકે એનર્જી વેન્ચર લિમિટેડ, કર્ણાટક સેમીકન્ડકટર વેન્ચર કેપિટલ સામેલ છે. આ કંપનીઓ, તેમની શરતો વિશે તેમની વેબસાઈટ પર માહિતી મૂકે છે.

 

સોશિયલ વેન્ચર માટે આ કંપનીઓ આપી રહી છે તક

 

જો તમે કોઈ સોશિયલ વેન્ચર શરૂ કરવા માંગો છો તો ઘણી વેન્ચર કેપિટલ ફર્મ તમારા વેન્ચર પર પૈસા લગાવી શકે છે. સિડિબી અનુસાર, સમુધ્ધિ ફન્ડ, મહારાષ્ટ્ર સ્ટેટ સોશિયલ વેન્ચર ફન્ડ, અંકુર કેપિટલ ફન્ડ દ્વારા સોશિયલ વેન્ચર માટે ફન્ડ આપવામાં આવે છે. ફન્ડ માટે તમે આ ફર્મ્સની વેબસાઈટ પર એપ્લાઈ કરી શકો છો.

 

આગળની સ્લાઈડમાં વાંચો, હેલ્થકેર બિઝનેસ માટે આ કંપની આપે છે પૈસા

These companies give you loan for business

હેલ્થકેર બિઝનેસને આ કંપની આપે છે પૈસા

 

સિડબીના અનુમાનના જણાવ્યા પ્રમાણે, ભારતમાં હેલ્થકેર સ્ટાર્ટ-અપ્સની ખુબ જ સંભવનાઓ છે અને ઘણાં સેકટરમાં ઘણાં સ્ટાર્ટ-અપ્સ આવી પણ રહ્યાં છે. સિડબીના જણાવ્યા પ્રમાણે, આ સ્ટાર્ટઅપ્સ ફાઈનાન્સ માટે સબ્રે પાર્ટનર્સ, સ્પિંગ હેલ્થકેર ઈન્ડિયા ફન્ડ, વેન્ચરઈસ્ટ લાઈફ ફન્ડ કંપની સાથે સંપર્ક કરી રહ્યાં છે. સંપૂર્ણ માહિતી માટે આ કંપનીઓની વેબસાઈટ જોઈ શકાય છે.

X
These companies give you loan for business
These companies give you loan for business
These companies give you loan for business
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App