Divya Bhaskar

Home » National News » Utility » These are the ways to contact PM Narendra Modi

તમારા આઈડિયા કે ફરિયાદને 5 મિનિટમાં આ રીતે પહોંચાડો PM મોદી સુધી

Divyabhaskar.com | Updated - Feb 27, 2018, 04:17 PM

તમારો કોઈ આઈડિયા હોય કે ફરીયાદ તમે કોઈ પણ વાત મિનિટોમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચાડી શકો છો

  • These are the ways to contact PM Narendra Modi
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ તમારો કોઈ આઈડિયા હોય કે ફરીયાદ તમે કોઈ પણ વાત મિનિટોમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચાડી શકો છો. તેના માટે તમારે કોઈ પણ પોલિટિકલ સોર્સની જરૂરિયાત નથી. ફરીયાદ કે સુચનની સંપૂર્ણ પ્રોસેસ ઓનલાઈન છે.

    ફરીયાદનું સ્ટેટ્સ પણ ખબર પડશે

    તમે કોઈ ફરિયાદ કરી છે તો તેની પર શું કાર્યવાહી થઈ કે પછી હાલ તેનું શું સ્ટેટસ છે. તે માહિતી પણ તમને ઓનલાઈન મળી જશે. ફરિયાદ કર્યા બાદ તમને એક રજીસ્ટ્રેશન નંબર મળશે. આ નંબર તમાર મોબાઈલ પર પીએમઓ દ્વારા મોકલવામાં આવશે. આ નંબર દ્વારા તમને ફરિયાદનું સ્ટેટસ ચેક કરી શકો છો. આજે અમે તમને જણાવી રહ્યાં છે વડાપ્રધાન સુધી ફરિયાદ કે સુચન કઈ રીતે પહોંચાડી શકાય.

    આ રીતે 5 મિનિટમાં તમારી વાત પહોંચી જશે પીએમ મોદી સુધી, જાણો આગળની સ્લાઈડ્સમાં...

  • These are the ways to contact PM Narendra Modi
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    પીએમઓ વેબસાઈટ પર જાવ

     

    - તેના માટે તમારે સૌથી પહેલા  http://www.pmindia.gov.in પર જવાનું રહેશે.
    - અહીં જઈને તમે જે ભાષાનો ઉપયોગ કરવા માંગતા હોવ તેને સિલેકટ કરો.
    - હિંદી, અંગ્રેજીની સાથે તામિલ, તેલગુ, બંગાળી, ગુજરાતી, કન્નડ જેવી ભાષાનો વિકલ્પ પણ અહીં છે. તમે જે લેગ્વેજને સિલેકટ કરશો, સમગ્ર સાઈટ તે ભાષામાં કન્વર્ટ થઈ જશે.

     

    આગળની સ્લાઈડ્સમાં જોવા માટે ક્લીક કરો

  • These are the ways to contact PM Narendra Modi
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    'પ્રધાનમંત્રીની સાથે વાતચીત કરવા' આ ઓપ્શનમાં જાવ

     

    - બાદમાં તમે સાઈટમાં નીચેની તરફ સ્ક્રોલ કરો. અહીં તમને 'પ્રધાનમંત્રીની સાથે વાતચીત કરો' હેડિંગથી કોલમ દેખાશે.
    - તેમાં બે વિકલ્પ દેખાશે. એક હશે પોતાનું સુચન કરવાનું અને બીજું વડાપ્રધાનને લખવાનું.
    - ફરિયાદ કરવી છે તો તમે બીજા ઓપ્શન પર જાવ. અહીં તમે જેવું ક્લીક કરશો, એક ફોર્મ ઓપન થશે.

     

    આગળની સ્લાઈડ્સમાં જોવા માટે ક્લીક કરો

  • These are the ways to contact PM Narendra Modi

    સમગ્ર ફોર્મ ભરવાનું રહેશે

     

    - તમારે આ ફોર્મને ભરવાનું રહેશે. અહીં તમને બોક્સમાં પોતાની ફરિયાદ લખવાનો વિકલ્પ પણ મળશે.
    - અહીં ફરિયાદ લખીને, તેને સબમિટ કરી દો. પછીથી તમને પોતાના મોબાઈલ નંબર પર એક રજિસ્ટ્રેશન નંબર મળશે.
    - આ નંબર દ્વારા તમે પોતાની ફરિયાદનું સ્ટેટ્સ ફ્યુચરમાં ચેક કરી શકશો. વડાપ્રધાન કાર્યાલય આ નંબર અને તમારા ઈમેલ આઈડી પર તમારો સંપર્ક કરશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending