સ્માર્ટફોન થઇ જાય ચોરી તો શોધી આપશે આ એપ્સ, ડેટાને પણ રાખશે સેફ

These apps will find your lost phone and data

divyabhaskar.com

Sep 07, 2018, 03:46 PM IST

યુટિલિટી ડેસ્ક: હાલના સમયમાં મોબાઇલથી મોટાભાગના કામ સરળતાથી થઇ જાય છે, ફોન દ્વારા તમે બેંકિંગ, પેટીએમ અને કેબ સહિતની અનેક સુવિધાઓનો યુઝ કરી શકો છો. પરંતુ જો તમારો ફોન ચોરી થઇ જાય તો ફોનની સાથે તેમા રહેલા તમામ નંબર્સ અને જરૂરી ડેટાને પણ ખોવાનો વારો આવે છે. આવામાં એંટિ-થેફ્ટ સોફ્ટવેર અને એપ્સ તમારા કામમાં આવી શકે છે. જેને મોબાઇલમાં રાખવામાંથી, ફોનની રિકવરી સરળતાથી કરી શકાય છે. આવા જ કેટલા સારા એંટિ-થેફ્ટ સોફ્ટવેર અને એપ્સ વિશે આજે તમને જણાવી રહ્યા છીએ....

F-secure
આ એપમાં ફોન ચોરી થયા બાદ અન્ય કોઇ ફોનથી મેસેજ કરી પોતાના ફોનને લોક કરી શકવાનું ફીચર છે, ગૂગલ મેપ દ્વારા ફોનનું લોકેશન પણ જાણી શકાય છે અને જરૂરી ડેટા પણ ડિલીટ કરી શકાય છે.
મોબાઇલ લોક કરવા માટે આ લખીને મોબાઇલ પર મેસેજ કરો #Lock# <તમારું સિક્યોરિટી="" કોડ="">
લોકેટ કરવા માટે #Locate# <તમારું સિક્યોરિટી="" કોડ="">
ડેટા ડિલીટ કરવા માટે #wipe# <તમારું સિક્યોરિટી="" કોડ="">
ખતરાની બેલ વગાડવા માટે #alarm# <તમારું સિક્યોરિટી="" કોડ="">
ક્યાંથી કરશો ડાઉનલોડ: f-secure.comની સાઇટથી આને સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે.

Prey
આ એપ્લિકેશનને સ્માર્ટફોન્સ, ટેબલેટ અને લેપટોપ જેવા ડિવાઇસ પર ડાઉનલોડ કરી શકાય છે. Prey ફોન લોકેટ કરીને તેની સાચી જગ્યા દેખાડવામાં મદદ કરે છે. તેની સાથે જ કોમ્પ્યુટર પર ફોનના સ્ક્રીનશોટ પણ દેખાડી શકે છે એટલે ફોન ચોરી કરનાર વ્યક્તિએ મોબાઇલ પર શું ઓપન કર્યું છે, તે પણ જોઇ શકાય છે. તે સિવાય કોમ્પ્યુટરના મદદથી ફોનનો જરૂરી ડેટા પણ ડિલિટ કરી શકાય છે. આની સૌથી ખાસ વાત એ છે કે મોબાઇલના વેબ કેમરા દ્વારા ફોન ચોરી કરનારની તસવીર પણ જોઇ શકાય છે. જેનાથી તેને સરળતાથી શોધી શકાય.

Wavesecure
આ વેવસિક્યોર McAfeeનું જ એંટિ-થેફ્ટ સોફ્ટવેર છે. આનાથી મોબાઇલને દૂરથી જ લોક કરી શકાય છે. અને, જરૂરી ડેટા પણ ફોનમાંથી હટાવી શકાય છે. તે સિવાય મોબાઇલ ચોરી થવા પર ફોનના લોકેશનની સાચી જાણકારી તમને મળી રહે છે. મેપ દ્વારા ચોરી કરનાર સુધી સરળતાથી પહોંચી શકાય છે. સાથે જ આમા સિમ કાર્ડને પણ ટ્રેક કરી શકાય છે. આ સોફ્ટવેર લગભગ બધા જ મોબાઇલ ઓએસમાં સપોર્ટ કરે છે.
ડાઉનલોડ: wavesecure.com અથવા એપ સ્ટોરથી ડાઉનલોડ કરી શકાય છે. તેના માટે તમારે પહેલા સાઇટ પર જઇને તમારા ફોન નંબરને રજિસ્ટર કરાવવાનો રહેશે.
ચાર્જ: આનું ટ્રાયલ વર્ઝન ફ્રી છે. જો તમે આખા વર્ષ માટે ખરીદો છો તો, તમારે 1250 રૂપિયાનું પેમેન્ટ કરવું પડશે.

X
These apps will find your lost phone and data
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી