Divya Bhaskar

Home » National News » Utility » 12 ધોરણ પછી તરત કમાવા માગો છો, આ છે 5 બેસ્ટ Job ઓપ્શન । these 5 best job option course after 12th std

12 ધોરણ પછી તરત કમાવા માગો છો, આ છે 5 બેસ્ટ Job ઓપ્શન

Divyabhaskar.com | Updated - Apr 27, 2018, 12:18 PM

અમે જણાવી રહ્યાં છીએ 5 એવા કોર્સ ઓપ્શન જે ઓછા ખર્ચે થશે અને ફટાફટ જોબ મળવાની સંભાવના વધારે રહે છે.

  • 12 ધોરણ પછી તરત કમાવા માગો છો, આ છે 5 બેસ્ટ Job ઓપ્શન । these 5 best job option course after 12th std
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ બોર્ડ એક્ઝામ આપ્યા બાદ 12માં ધોરણના વિદ્યાર્થીઓ ભવિષ્યને ધ્યાનમાં રાકીને કોર્સની પસંદગી કરે છે, પરંતુ અનેક વિદ્યાર્થીઓ એવા હોય છે જે ઝડપથી કોઇ કોર્સ કરી ફટાફટ નોકરી કરવા માગે છે. એવા વિદ્યાર્થીઓ માટે આજે અમે એવી પાંચ કોર્સ ઓપ્શન અંગે જણાવી રહ્યાં છીએ, જેનો ખર્ચ ઓછો હશે અને તમને ઝડપથી નોકરી મળવાની સંભાવનાઓ પણ વધી જશે.

    ઓપ્શન- 1 : જો તમે ક્રિએટિવ છો અને ટ્રેન્ડ ડિઝાઇનિંગ, પેઇન્ટિંગ તરફ છે તો ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં ડિપ્લોમાં કરી શકો છો. ડિપ્લોમા શોર્ટ ટર્મ કોર્સના રૂપમાં ઝડપથી કમાવવાની તક ફે છે.


    આવકઃ 20 હજાર રૂપિયા પ્રતિ મહિને

    ઓપ્શન- 2 : એનિમેશન અને મલ્ટિમીડિયા કોર્સિઝ મોંઘા હોય છે, પરંતુ જો તમે ક્રિએટિવ અને ઇસ્ટ્રેસ્ટેડ છો તો કોઇ પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટમાંથી ડિપ્લોમા કોર્સ કરી શકો છો.


    આવકઃ 20 હજાર રૂપિયા પ્રતિ મહિને

    ઓપ્શન-3 : સાયન્સ ફિલ્ડથી છો અને કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ, વેબસાઇટ, સોફ્ટવેર અથવા એપ બનાવવામાં તમને રસ છે તો ડિપ્લોમા કરીને ઝડપથી નોકરી મેળવી શકો છો.


    આવકઃ 20 હજાર રૂપિયા પ્રતિ મહિને

    અન્ય ઓપ્શન અંગે જાણવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

  • 12 ધોરણ પછી તરત કમાવા માગો છો, આ છે 5 બેસ્ટ Job ઓપ્શન । these 5 best job option course after 12th std

    ઓપ્શન-4 : ફિટનેસ ઇંસ્ટ્રક્ટર તરીકે કામ કરવા માગો છો તો છથી આઠ મહિનાના કોર્સમાં કોઇ ફેમસ જીમમાં ટ્રેનર ઇંસ્ટ્રક્ટર બની શકાય છે. 

    આવકઃ 15થી 20 હજાર રૂપિયા પ્રતિ મહિને
     

    ઓપ્શન-5 : યોગા પણ કારકિર્દી બનાવવા માટે સારું ઓપ્શન છે, પરંતુ એ માટે કોર્સની સાથે પ્રેક્ટિસ પણ જરૂરી છે. તેમાં કારકિર્દી બનાવવા માટે 12માં ધોરણ બાદ કોર્સ કરી શકાય છે. 

    આવકઃ 15થી 20 હજાર રૂપિયા પ્રતિ મહિને

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending