PAN CARDમાં લખેલા આ 10 કેરેક્ટર્સમાં છુપાયેલી હોય છે તમારી સંપૂર્ણ ડિટેલ

These 10 characters, written in PAN card, are hidden in the complete database of users

divyabhaskar.com

Sep 08, 2018, 03:09 PM IST

યુટિલિટી ડેસ્ક: તમારું permanent account number(PAN)કાર્ડ એક ખૂબ જ અગત્યનું ડોક્યુમેંટ હોય છે. જે ઘણા ખાસ કામ માટે યુઝ થાય છે. જો કે ખાસ રીતે તેનો યુઝ તમારા ઇન્વેસ્ટમેંટ, લોન, ટેક્સ અથવા બિઝનેસ એક્ટિવિટીને ચેક કરવા માટે થાય છે. સરકારી ડેટા અનુસાર અત્યાર સુધી 25 કરોડથી વધારે પેન કાર્ડ દેશમાં છે. દરેક પેન કાર્ડમાં એક નંબર લખેલો હોય છે. જેમા ઘણી જાણકારીઓ હોય છે. આજે અમે તમને તે વિષય પર સંપૂર્ણ ડિટેલ જણાવી રહ્યા છીએ.

પહેલા 3 કેરેક્ટેટ
દરેક પેન કાર્ડમાં 10 કેરેક્ટરના આલ્ફા ન્યુમેરિક નંબર હોય છે. પહેલા ત્રણ કેરેક્ટર અંગ્રેજીના ત્રણ ડિજિટ હોય છે, જેમ કે, AAA, ZZZ આ કાર્ડની સીરીઝને રજૂ કરે છે.

કેરેક્ટર નંબર 4
ચોથું કેરેક્ટર પેન કાર્ડ હોલ્ડરના સ્ટેટ્સને રજૂ કરે છે. જેમ કે, C એટલે કંપની, p એટલે પર્સન, H એટલે (હિન્દુ અવિભાજિત ફેમિલી), F એટલે ફર્મ, A એટલે એસોસિએશન ઓફ પર્સન, T એટલે ટ્રસ્ટ, B એટલે Body of Individuals, L એટલે લોકલ ઓથોરિટી, J એટલે Artificial Jurisdiction Person અને G એટલે ગવર્મેન્ટ.

કેરેક્ટર નંબર 5
પાંચમું કેરેક્ટર અથવા તો સરનેમ (પર્સનથી જોડાયેલ હોય તો) અથવા એંટિટી (અન્ય કેસમાં)થી જોડાયેલ હોય છે.

6થી 9 કેરેક્ટર

6થી 9 કેરેક્ટર સિક્વેંશલ નંબર્સ (0001 થી 9999) હોય છે.

કેરેક્ટર નંબર 10
અંતિમ ડિજિટ એક આલ્ફાબેટ ચેક ડિજિટ હોય છે જે કોઇ પણ લેટર હોઇ શકે છે.

X
These 10 characters, written in PAN card, are hidden in the complete database of users
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી