તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેલ્વે: AC કોચમાંથી લોકોએ એક વર્ષમાં ચોરી કર્યા 1.95 લાખ તકિયા, 81 હજાર ચાદર, 55 હજાર તકિયાના કવર, અધિકારીએ જણાવ્યું, આવી ચોરીને લઇને શું છે નિયમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્ક: વેસ્ટર્ન રેલ્વેએ જણાવ્યું કે, લોકો દ્વારા ધાબળા, રૂમાલો અને ચાદરોની સાથે અન્ય આઇટમ ચોરી થવાના કારણે 2.5 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આંકડા અનુસાર, ફાઇનાન્શિયલ ઇયર 2017-18માં 1.95 લાખ રૂમાલ, 81736 બેડ શીટ્સ, 55573 પિલો કવર, 5038 પિલો અને 7043 ધાબળા ચોરી થયા છે. તે સિવાય, ચાદર, બેડશીટ, મગની સાથે અન્ય સામાન પણ ચોરી થયો છે. ટોટલ આ બધી જ આઇટમની કિંમત 2.5 કરોડ રૂપિયા બતાવવામાં આવી છે. 

 

રેલ્વે AC કોચમાં મુસાફરી કરનાર પેસેન્જરને આ પ્રકારની સુવિધાઓ આપે છે, પરંતુ આ જ લોકો સામાન ચોરી કરે છે. જોકે, સામાન ચોરી કરનાર લોકોને એ નથી ખબર કે તેમના આ કામ માટે તેમના પર રેલ્વે દ્વારા કડક કાર્યવાહી થઇ શકે છે. આ વિષય પર નીરજ ભટનાગર, ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર (DCM), રેલ્વે, ઝાંસીએ જણાવ્યું કે, દંડની સાથે સજા પણ થઇ શકે છે. 

 

સામાન ચોરી કરનાર પર રેલ્વે કરશે આ કાર્યવાહી
- નીરજ ભટનાગરે જણાવ્યું કે, ટ્રેનમાં મળતા ધાબળા, બેડશીટ અથવા અન્ય આઇટમને પ્રાઇવેટ વેંડર તરફથી આપવામાં આવે છે. 
- આવામાં જો કોઇ આઇટમ ચોરી થાય છે તો તેમા પ્રાઇવેટ વેંડરનું નુકસાન થાય છે. 
- આ સ્થિતિમાં વેંડર પોતાના નુકસાનનું વળતર આઇટમ સાથે જોડાયેલા લોકોની સેલરીમાંથી વસૂલે છે. 
- જો કોઇ પેસેન્જરને ચોરી કરતા રંગેહાથ ઝડપી લેવામાં આવે, ત્યારે તે આઇટમને રેલ્વેની સંપતિમાં ગણવામાં આવશે. 
- આ સ્થિતિમાં તેના પર રેલ્વે એક્ટ હેઠળ કાર્યવાહી થાય છે. દંડ રેલ્વે કોર્ટ નક્કી કરશે. 

 

શું કહે છે રેલ્વે એક્ટ
- રેલ્વેના સામાન ચોરી કરવા પર અથવા તેને નુકસાન પહોચાડવા પર રેલ્વે પ્રોપર્ટી એક્ટ 1966 (1966નો એક્ટ નંબર 29) બનાવવામાં આવ્યો છે. 
- એક્ટ અનુસાર, રેલ્વેની પ્રોપર્ટીને ચોરી અથવા નુકસાન પહોચાડવા પર દંડ અને જેલ બંન્નેની કાર્યવાહી કરવામાં આવી શકે છે. 
- આમા મિનિમમ દંડ 1 હજાર અથવા 1 વર્ષની જેલ અથવા બંન્ને થઇ શકે છે. 
- જ્યારે, મહત્તમ 5 વર્ષ જેલ અથવા દંડ અથવા આ બંન્ને થઇ શકે છે. 
- મહત્તમ કેટલો દંડ લાગશે તેનો નિર્ણય રેલ્વે કોર્ટ દ્વારા થાય છે. 

 

2017ના આંકડા 
- ડિસેમ્બર 2017ની રિપોર્ટ અનુસાર, મધ્ય પ્રદેશમાં 98594, તામિલનાડુમાં 81408 અને ગુજરાતમાં 77047 લોકોને સામાન ચોરી કરવા બદલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા. 
- સામાન ચોરીની લિસ્ટમાં રેલ્વે ટ્રેકમાં યુઝ થતા લોખંડથી લઇને કોચમાં યુઝ થતી એક્સેસરીઝ સુધીની વસ્તુઓ સામેલ હતી. 

 

ટ્રેનમાં અપાતા સામાનની કિંમત 
- જાણકારી અનુસાર ટ્રેનમાં આપવામાં આવતી બેડ શીટની કિંમત 132 રૂપિયાથી 170 રૂપિયા સુધી હોય છે. 
- જ્યારે, એક રૂમાલની કિંમત 22 રૂપિયાથી લઇ 35 રૂપિયા સુધીની હોય છે. 
- આ પ્રકારે, એક પિલો એટલે તકિયાની કિંમત 30 રૂપિયાથી લઇને 50 રૂપિયા સુધીની હોય છે. 
- રિપોર્ટ અનુસાર, 3 ટાયરથી લઇ હાયર ક્લાસ સુધીના પેસેન્જર્સ સામાનની ચોરી કરે છે. 

અન્ય સમાચારો પણ છે...