દર ત્રણ મહિને વધારવા માંગો છો વ્યાજની ઇનકમ તો પસંદ કરો FDનું રી-ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન

The best way to increase the incomes is the fixed-deposit re-investment option

divyabhaskar.com

Sep 05, 2018, 11:19 AM IST

યુટિલિટી ડેસ્ક: ભારતીયો માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) સેવિંગ માટે લાબાં સમયથી પસંદીદ વિકલ્પ રહ્યો છે. જેનું કારણ છે કે એફડીમાં રોકાણ સુરક્ષતિ અને તેના પર આકર્ષક રિટર્ન મળે છે. જ્યારે તમે FD કરો છો તો બેન્ક તમને મંથલી અથવા ત્રિમાસિક વ્યાજ લેવા અથવા તેને રીઇન્વેસ્ટ કરવાનું ઓપ્શન આપે છે. તો તમે ત્રિમાસિક વ્યાજને રીઇન્વેસ્ટ કરતા ઓપ્શનને સિલેક્ટ કરો છો તો તમારી એફડી પર વ્યાજ થતી આવક દર ત્રણ મહિને વધી જશે. એટલે તમારી FD વ્યાજ પર વ્યાજ કમાશે. આને જ કંપાઉન્ડિંગનો પાવર કહે છે.

દર ત્રિમાસિક વધતી જશે વ્યાજની ઇનકમ
ઉદાહરણ તરીકે માની લો કે, તમે 1 જૂન 2018એ 5 લાખ રૂપિયાની FD 5 વર્ષ માટે કરાવી છે. FD પર વ્યાજ દર 7 ટકા છે. પહેલા ત્રિમાસિકના અંત સુધી તમને આના પર 8,822 રૂપિયા વ્યાજ મળશે. જ્યારે તમે આ વ્યાજ રીઇન્વેસ્ટ કરશો તો સમયની સાથે તમારું વ્યાજ પણ વધી જશે. એફડીના પીરિયડના અંતિમ ત્રિમાસિકમાં તમને વ્યાજ સ્વરૂપે 12265 રૂપિયા મળશે. આ પહેલા ત્રિમાસિક પર મળતા વ્યાજથી 3443 રૂપિયા વધારે હશે.

એફડીનો પીરિયડ વધારીને મેળવી શકો છો વધારે વ્યાજ
HDFCની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, એફડી પર વ્યાજ વિભિન્ન સમય માટે અલગ અલગ હોય છે. તમે જે બેન્કમાં એફડી ઓપન કરાવો છો તે બેન્કની વેબસાઇટ પર જઇને અલગ અલગ સમય માટે વ્યાજ નક્કી કરો. તમે માત્ર 1 દિવસનો સમય વધારીને વધારે વ્યાજ મેળવી શકો છો, ઉદાહરણ માટે SBIમાં 180થી 210 દિવસની એફડી પર વ્યાજ 6.70 ટકા છે. તે જ 211 દિવસથી લઇને 1 વર્ષથી ઓછા સમયની એફડી પર વ્યાજ 6.75 ટકા છે, સામાન્ય રીતે ઓછા સમયની એફડી પર વ્યાજ ઓછું હોય છે. એવામાં તમે તે સમયની એફડી સિલેક્ટ કરો જેમા તમને સૌથી વધારે વ્યાજ મળે.

સમયથી પહેલા ના ઉપાડો પૈસા
ફિક્સ્ડ ડિપોઝિટનો પુરો ફાયદો ત્યારે મળે છે જ્યારે તમે એફડીમાં પૈસા પુરા પીરિયડ સુધી રાખો. જરૂરી છે કે તમે પોતાના પૈસા પર કંપાઉન્ડિંગના પાવરને કામ કરવાની પરમિશન આપો અને બીજુ તમે એફડી પર સમયથી પહેલા પૈસા ના ઉપાડો. આમ કરવાથી તમને પ્રી મેચ્યોર ઉપાડ ચાર્જ આપવો પડશે. જો અચાનક પૈસાની જરૂર પડે છે તો સમય પહેલા પૈસા ઉપાડ્યા કરતા એફડીના against overdraftની સુવિધાનો ફાયદો ઉઠાવો. ઓવરડ્રાફ્ટ હેઠળ તમે તમારી એફડીમાંથી 90 ટકા પૈસા ઉપાડી શકો છો. આનાથી તમે તમારી જરૂરીયાતને પુરી કરી શકો છો અને તમારે એફડી પર પુરુ વ્યાજ પણ મળતું રહેશે. એફડીના against overdraftની સૌથી સારી વાત એ પણ છે કે અહીં તમારે એટલી જ રાશિ પર વ્યાજ આપવાનું રહેશે જેટલાનો તમે યુઝ કર્યો છે. ઓવરડ્રાફ્ટની મંજૂર કરવામાં આવેલી રાશિ પર નહીં.

X
The best way to increase the incomes is the fixed-deposit re-investment option
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી