માત્ર 5-10 હજાર લગાવીને શરૂ કરી શકો છો આ 7 બિઝનેસ, થશે સારી કમાણી

divyabhaskar.com

Dec 03, 2018, 04:05 PM IST
The 7 business can start by only 10 thousand

યુટિલિટી ડેસ્ક: જો તમે પણ પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો પણ તમારી પાસે એટલા પૈસા નથી તો ચિંતા કરવાની જરૂર નથી આજે અમે તમને કેટલાક એવા બિઝનેસ વિશે જણાવી રહ્યા છીએ જેને તમે માત્ર 5-10 હજાર રૂપિયાના ઇન્વેસ્ટમેંટથી શરૂ કરી શકો છો. આ બિઝનેસની માર્કેટમાં ખુબ જ ડિમાન્ડ છે જેથી તમે તેના દ્વારા સારી કમાણી કરી શકશો.

મોબાઇલ રિચાર્જ અને સિમ કાર્ડ શોપ
આ બિઝનેસ માટે તમારે માત્ર 3થી 5 હજાર રૂપિયાના રોકાણની જરૂર પડશે. આ બિઝનેસની ડિમાન્ડ વધારે છે, અને તેને ઘર અથવા કોઇ નાની દુકાનમાં પણ શરૂ કરી શકાય છે.

પ્રિન્ટર અને ફોટો કોપી બિઝનેસ
આ બિઝનેસ પણ માત્ર 4થી 5 હજારની આસપાસમાં શરૂ કરી શકાય છે. પરંતુ માત્ર એટલી વાતનું ધ્યાન રાખવું કે તમે જ્યાં આ બિઝનેસ શરૂ કરો છો તેની આસપાસ કોલેજ, સરકારી ઓફિસ અથવા કોર્ટ હોય.

શૂ વોશ લોન્ડ્રી
અત્યારે સુધી માત્ર કપડા માટે જ લોન્ડ્રી શોપ હતી, પરંતુ હવે એવી મશીનો આવી ગઇ છે જેનાથી શૂઝ પણ વોશ અને સાફ કરી શકાય છે. આ કામને શરૂ કરવા માટે તમારે માત્ર 4થી 5 હજાર રૂપિયાની જરૂર પડશે.

બ્રેકફાસ્ટ શોપ
ભલે કેટલી પણ મંદી આવે અથવા મોઘવારી વધે, લોકોનો ખાવા પ્રત્યેનો પ્રેમ ઓછો ક્યારેય નહીં થાય. એટલા માટે આ બિઝનેસ પણ બેસ્ટ છે. ઘણીવાર લોકો સવારે ઓફિસ જલ્દી પહોચવાના ચક્કરમાં નાસ્તો કર્યા વગર નીકળી જાય છે. ખાસ કરીને એવા લોકો જે એકલા રહે છે. તો જો તમે પણ બ્રેકફાસ્ટનો બિઝનેસ શરૂ કરો તો તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.

મિનરલ વોટર સપ્લાયર
લોકો વચ્ચે મિનરલ વોટરની ડિમાન્ડ વધી રહી છે. ગરમીઓમાં તો પાણીની ડિમાન્ડ સામાન્ય દિવસો કરતા વધારે હોય છે. એવામાં તમારા માટે આ બિઝનેસ એક સારો ઓપ્શન છે. શરૂ કરવા માટે તમારે માત્ર 10 હજાર રૂપિયાની જરૂર પડશે.

ગાર્મેન્ટ ટેલર
જો તમને સિલાઇ કામ આવડતું હોય તો તમે તે આવડતને કમાણીનું સાધન બનાવી શકો છો. માત્ર 10 હજાર રૂપિયામાં તમે પોતાનો બિઝનેસ શરૂ કરી શકો છો.

પ્લાન્ટ નર્સરી
પોતાના ઘરોની બાલકનીમાં છોડ લાગવવા લોકોને પસંદ હોય છે. હવે તો ઇનડોર પ્લાંટ્સની ડિમાન્ડ પણ વધી રહી છે. એવામાં પ્લાંટ નર્સરી એક સારો બિઝનેસ સાબિત થઇ શકે છે. આ બિઝનેસને 10 હજાર રૂપિયામાં આરામથી શરૂ કરી શકાય છે.

X
The 7 business can start by only 10 thousand
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી