PPF સ્કીમના આ નિયમનો ઉઠાવો ફાયદો, 44 લાખથી વધીને 1.20 કરોડ થઇ જશે રૂપિયા

divyabhaskar.com

Dec 04, 2018, 05:38 PM IST
Take advantage of this rule of PPF scheme

યુટિલિટી ડેસ્ક: તમે પબ્લિક પ્રોવિડેંટ ફંડ એટલે પીપીએફ એકાઉન્ટમાં 15 વર્ષ સુધી રોકાણ કરી લગભગ 44 લાખ રૂપિયાનું ફંડ ભેગુ કરી શકો છો. પરંતુ અમે તમને એવી રીતે બતાવી રહ્યા છીએ જેનાથી તમારા પીપીએફ એકાઉન્ટના પૈસા લગભગ 3 ગણા સુધી વધી જશે. તેના માટે તમારે પીપીએફ સ્કીમના એક ખાસ જોગવાઈનો ઉપયોગ કરવો પડશે. જેનાથી કમ્પાડિંગનો પાવર તમારા પૈસાને ત્રણ ગણા સુધી વધારી દેશે.

44 લાખ કેવી રીતે બની જશે 1.20 કરોડ રૂપિયા
જો તમે પીપીએફ એકાઉન્ટમાં 15 વર્ષ સુધી દર વર્ષે 1.5 લાખ રૂપિયા જમા કરાવો છો તો તમે 15 વર્ષમાં કુલ 22,50,000 રૂપિયા જમા કરી લેશો. પીપીએફ પર વર્તમાન 8 ટકા વ્યાજદરના આધાર પર તમારા રોકાણ પર 15 વર્ષમાં કુલ લગભગ 21,48,645 રૂપિયા વ્યાજ તરીકે મળશે. તે જ પ્રકારે 15 વર્ષમાં તમારા એકાઉન્ટમાં 44 લાખ રૂપિયા જમા થશે. PPFના નિયમો હેઠળ તમે પીપીએફ એકાઉન્ટના પીરિયડને 5-5 વર્ષ માટે બે વાર વધારી શકાય છે. એ જ રીતે જો તમે આવનાર 10 વર્ષ સુધી રોકાણ ચાલુ રાખો છો તો 25 વર્ષમાં તમારા પીપીએફ એકાઉન્ટમાં 1.20 કરોડ રૂપિયા હશે.

15 વર્ષ બાદ ના કરો રોકાણ
જો તમે 15 વર્ષ બાદ પીપીએફ એકાઉન્ટમાં રોકાણ કરવા માંગતા નથી તો આવનાર 10 વર્ષ માટે પીપીએફ એકાઉંટમાં 44 લાખ રૂપિયા મુકી દો. જો પીપીએફ સ્કીમ વર્તમાન 8 ટકા વ્યાજ મળતું રહેશે તો તમારા એકાઉન્ટમાં 10 વર્ષ બાદ કુલ 96 લાખ રૂપિયા જમા થશે.

કોઇપણ વ્યક્તિ ખોલી શકે છે પીપીએફ એકાઉન્ટ
કોઇપણ વ્યક્તિ પીપીએફ એકાઉન્ટ ખોલાવી શકે છે. લગભગ બધી જ બેંકો અને પોસ્ટ ઓફિસમાં જઇને તમે આ એકાઉન્ટ ઓપન કરાવી શકો છો. તમે પીપીએફ એકાઉન્ટમાં ન્યૂનતમ 500 રૂપિયા અને મહત્તમ એક વર્ષમાં 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો.

X
Take advantage of this rule of PPF scheme
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી