તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઘરે બેઠા કરો આ બિઝનેસ, મહિને થશે 40 હજારથી વધુની આવક|T shirt Printing Business At Home

ઘરે બેઠા કરો આ બિઝનેસ, મહિને થશે 40 હજારથી વધુની આવક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હી: ઇન્કમ વધારવા માટે જો તમે ઘરે જ કોઇ બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છો તો આ બિઝનેસ તમારા માટે બેસ્ટ રહેશે. તને સ્મોલ સ્કેલમાં ટી-શર્ટ પ્રિંટિગ કરી સારી એવી આવક મેળવી શકો છો. હાલમાં ઓનલાઇન અને આઉટલેટ સ્ટોરમાં પ્રિન્ટેડ ટી-શર્ટની ડિમાન્ડ ખુબજ વધી રહી છે. ઘણા એવા પણ લોકો છે જે પોતાની પસંદ પ્રમાણે ટી-શર્ટ પ્રિન્ટ કરાવે છે, તો આ બિઝનેસ દ્વારા તમે તેમની પસંદગી મુજમ ટી-શર્ટને પ્રિંટ કરી મહિને હજારોની કમાણી કરી શકો છો. 

 

સ્કૂલ, આઉટડોર ગેમ્સ, કંપની તેમજ અન્ય ઘણી બધી એવી સંસ્થાઓ છે જે ઇવેન્ટ સમયે સ્પેશિયલ થીમ પ્રમાણે ટી-શર્ટને પ્રિન્ટ કરાવે છે. આ બિઝનેસની ખાસ વાત એ છેકે તેને ખુબજ ઓછા રોકાણમાં શરૂ કરી શકાય છે. અને તેને ઘરે બેઠા પણ કરી શકો છો. એક્સપર્ટની માનિયે તો માત્ર 50થી 70 હજાર રૂપિયા ઇન્વેસ્ટ કરીને આ બિઝનેસ દ્વારા મહિને 30થી40 હજારની કમાણી કરી શકાય છે. 

 

જો બિઝનેસ શરૂ કર્યા બાદ તેમા સારી સફળતા મળી રહી છે તો તમે તેનું ઇન્વેસ્ટ્મેન્ટ વધારીને બિઝનેસને વધુ મોટો કરી શકો છો, જેનાથી આ બિઝનેસ દ્વારા તમે મહિને લાખો અને વર્ષે કરોડો રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. આજે અમે આપને આ બિઝનેસના ઇન્વેસ્ટમેંટ અને તેનાથી થતી ઇન્કમ વિશે જણાવી રહ્યા છે, જે તમને આ બિઝનેસ કરવામાં મદદરૂપ સાબિત થશે. 

 

50 હજારથી શરૂ થઇ શકે છે આ બિઝનેસ


ટી-શર્ટ પ્રિંટિગ બિઝનેસને શરૂ કરવા માટે મોટા ઇંવેસ્ટમેન્ટની જરૂર નથી પડતી. માર્કેટ-એક્સપર્ટ કંસ્લટેન્ટ સર્વિસના મેનેજર વિવેક ગુપ્તાએ moneybhaskar.com સાથે વાત કરતા જણાવ્યું કે આ બિઝનેસને શરૂ કરવા માટે માત્ર 50થી 70 હજારનો ખર્ચ થાય છે. બિઝનેસ માટે પ્રિંટર, હીટ પ્રેસ, કોમ્પ્યૂટર, કાગડ અને રો મટેરિયલની જરૂર પડે છે. આ બિઝનેસને તમે મોટાપાયે કરવા માંગતા હોવ તો તમારે 5થી 6 લાખનો ખર્ચ ઉઠાવવો પડશે.

 

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરીને જાણો કેવી રીતે માત્ર 70 સેકેન્ડમાં તૈયાર થાય છે ટી-શર્ટ