Divya Bhaskar

Home » National News » Utility » ઘરે બેઠા કરો આ બિઝનેસ, મહિને થશે 40 હજારથી વધુની આવક|T-shirt printing business at Home

ઘરે બેઠા કરો આ બિઝનેસ, મહિને થશે 40 હજારથી વધુની આવક

Divyabhaskar.com | Updated - Jun 04, 2018, 01:45 PM

ટી-શર્ટ પ્રિંટિગ બિઝનેસને શરૂ કરવા માટે મોટા ઇંવેસ્ટમેન્ટની જરૂર નથી પડતી

  • ઘરે બેઠા કરો આ બિઝનેસ, મહિને થશે 40 હજારથી વધુની આવક|T-shirt printing business at Home
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    નવી દિલ્હી: ઇન્કમ વધારવા માટે જો તમે ઘરે જ કોઇ બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છો તો આ બિઝનેસ તમારા માટે બેસ્ટ રહેશે. તને સ્મોલ સ્કેલમાં ટી-શર્ટ પ્રિંટિગ કરી સારી એવી આવક મેળવી શકો છો. હાલમાં ઓનલાઇન અને આઉટલેટ સ્ટોરમાં પ્રિન્ટેડ ટી-શર્ટની ડિમાન્ડ ખુબજ વધી રહી છે. ઘણા એવા પણ લોકો છે જે પોતાની પસંદ પ્રમાણે ટી-શર્ટ પ્રિન્ટ કરાવે છે, તો આ બિઝનેસ દ્વારા તમે તેમની પસંદગી મુજમ ટી-શર્ટને પ્રિંટ કરી મહિને હજારોની કમાણી કરી શકો છો.

    સ્કૂલ, આઉટડોર ગેમ્સ, કંપની તેમજ અન્ય ઘણી બધી એવી સંસ્થાઓ છે જે ઇવેન્ટ સમયે સ્પેશિયલ થીમ પ્રમાણે ટી-શર્ટને પ્રિન્ટ કરાવે છે. આ બિઝનેસની ખાસ વાત એ છેકે તેને ખુબજ ઓછા રોકાણમાં શરૂ કરી શકાય છે. અને તેને ઘરે બેઠા પણ કરી શકો છો. એક્સપર્ટની માનિયે તો માત્ર 50થી 70 હજાર રૂપિયા ઇન્વેસ્ટ કરીને આ બિઝનેસ દ્વારા મહિને 30થી40 હજારની કમાણી કરી શકાય છે.

    જો બિઝનેસ શરૂ કર્યા બાદ તેમા સારી સફળતા મળી રહી છે તો તમે તેનું ઇન્વેસ્ટ્મેન્ટ વધારીને બિઝનેસને વધુ મોટો કરી શકો છો, જેનાથી આ બિઝનેસ દ્વારા તમે મહિને લાખો અને વર્ષે કરોડો રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. આજે અમે આપને આ બિઝનેસના ઇન્વેસ્ટમેંટ અને તેનાથી થતી ઇન્કમ વિશે જણાવી રહ્યા છે, જે તમને આ બિઝનેસ કરવામાં મદદરૂપ સાબિત થશે.

    50 હજારથી શરૂ થઇ શકે છે આ બિઝનેસ


    ટી-શર્ટ પ્રિંટિગ બિઝનેસને શરૂ કરવા માટે મોટા ઇંવેસ્ટમેન્ટની જરૂર નથી પડતી. માર્કેટ-એક્સપર્ટ કંસ્લટેન્ટ સર્વિસના મેનેજર વિવેક ગુપ્તાએ moneybhaskar.com સાથે વાત કરતા જણાવ્યું કે આ બિઝનેસને શરૂ કરવા માટે માત્ર 50થી 70 હજારનો ખર્ચ થાય છે. બિઝનેસ માટે પ્રિંટર, હીટ પ્રેસ, કોમ્પ્યૂટર, કાગડ અને રો મટેરિયલની જરૂર પડે છે. આ બિઝનેસને તમે મોટાપાયે કરવા માંગતા હોવ તો તમારે 5થી 6 લાખનો ખર્ચ ઉઠાવવો પડશે.

    આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરીને જાણો કેવી રીતે માત્ર 70 સેકેન્ડમાં તૈયાર થાય છે ટી-શર્ટ

  • ઘરે બેઠા કરો આ બિઝનેસ, મહિને થશે 40 હજારથી વધુની આવક|T-shirt printing business at Home
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    માત્ર 70 સેકેન્ડમાં તૈયાર થાય છે ટી-શર્ટ

     

    ટી-શર્ટ પ્રિન્ટ કરવા માટે જે મશીનની વાત કરવામાં આવી રહી છે તે એક મેન્યુઅલ મશીન છે. આ મશીનમાં એક ટી-શર્ટ પર પ્રિન્ટ થતા 70 સેકેન્ટનો સમય લાગે છે. તેના માટે પહેલા તમારે 805 પ્રિંટરથી સબ્લિમેશન પેપરપર ડિઝાઇન પ્રિન્ટ નીકાળવાની રહેશે. જેને રબર ઇન્ક દ્વારા તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ ટી-શર્ટ પ્રિન્ટર જે એક હીટ પ્રેસની જેમ કામ કરે છે તેમા ટેફલોન શીટ રાખવામાં આવે છે. તાપમાન સેટ કર્યા બાદ તેની ઉપર ટી-શર્ટ અને પછી સબ્લિમેશન પેપર રાખવામાં આવે છે. 70 સેકેન્ડ બાદ પ્રેસને હટાવ્યા બાદ તમારી ટી-શર્ટ પ્રિન્ટ થઇને તૈયાર થઇ જાય છે. 

  • ઘરે બેઠા કરો આ બિઝનેસ, મહિને થશે 40 હજારથી વધુની આવક|T-shirt printing business at Home
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    દર મહિને 30થી 40 હજારની થાય છે કમાણી

     

    માર્કેટ-એક્સપર્ટ કન્સલ્ટન્સી સર્વિસિસ અનુસાર એક ટી-શર્ટને પ્રિન્ટ કરવા માટે અંદાજિત 20થી 30 રૂપિયાનો ખર્ચ લાગે છે. આ મેન્યુઅલ મશીનમાં થનારો ખર્ચ છે જો તેને ઓટૉમેટિક ડિઝિટલ પ્રિન્ટિંગ મશીનમાં તૈયાર કરવામાં આવે તો તેનો ખર્ચ ઘણો ઓછો થઇ જાય છે. બજારમાં પ્લેન ટી-શર્ટને પ્રિન્ટ કારાવવામાં 150થી 200 રૂપિયા સુધીનો ખર્ચ લાગે છે. તે સિવાય કોઇ સ્કૂલ, કોલેજ, અથવા મોટા ફંમશનમાં થનારી કોઇ ઇવેન્ટ માટે મોટી સંખ્યામાં  ટી-શર્ટ પ્રિંટ કરાવવામાં આવે તો તેની પ્રાઇઝ બજારમાં 50થી60 રૂપિયાની હોય છે. તે જ રીતે જો તમે મહિનામાં 600 ટી-શર્ટનો ઓર્ડર પણ પૂરો કરો છો તો એક ટી-શર્ટ પર તમે 20 રૂપિયા સુધીનો નફો મેળવી શકો છો. અને મહિનામાં આરામથી 30 હજારની એક્ટ્રા આવક ઉભી કરી લો છો. સાથે જ જો કોઇ મોટો ઓર્ડર મળી જાય તો તમારી આવકનો આંકડો પણ વધી જાય છે. 

  • ઘરે બેઠા કરો આ બિઝનેસ, મહિને થશે 40 હજારથી વધુની આવક|T-shirt printing business at Home
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    આઇટમ ખર્ચ
    ટી-શર્ટ પ્રિન્ટિગ મશીન  11,999
    ટેફલોન શીટ (2)  800
    સબ્લીમેશન પેપર પ્રિંટ માટે પેપર (100) 300
    805 પ્રિન્ટર 16,800
    ઇન્ક પ્રિન્ટર  2,100
    પ્લેન ટી-શર્ટ 10,000
    કોમ્પ્યુટર 25,000
    ટોટલ ખર્ચ 66,999

     

    ( નોધ: જો તમારી પાસે પહેલેથી જ કોમ્પ્યુટર અથવા લેપટોપ છે તો ખર્ચ 25 હજાર સુધી ઓછો થઇ જશે.) 

  • ઘરે બેઠા કરો આ બિઝનેસ, મહિને થશે 40 હજારથી વધુની આવક|T-shirt printing business at Home
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending