જે અમેરિકન નાગરિકતા પાછળ ભાગે છે દુનિયા, આ વ્યક્તિએ તેને ઠુકરાવી, આજે છે 13,680 કરોડનો માલિક

success business story of William Heinecke

divyabhaskar.com

Sep 08, 2018, 08:40 PM IST

યુટિલિટી ડેસ્ક: એવું ભાગ્યે સાંભળવા મળ્યું હશે કે કોઇ વ્યક્તિએ પોતાની નાગરિક્તા છોડી હોય અને તે અન્ય દેશમાં વ્યાપાર કરી રહ્યો હોય. પરંતુ બિલ હેનિસેકે કઇક આવું જ કર્યું. જ્યારે તે 42 વર્ષના હતા, ત્યારે તે બેંગકોકમાં એમેરિકી એમ્બેસીમાં ગયા અને પોતાના પાસપોર્ટ પરત કરી પોતાની સિટિઝનશિપ છોડી દીધી. સીએનબીસીના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ કોઇ મુર્ખતા નહોતી અને આ કરવાની જરૂર પણ નહોતી. પરંતુ અમેરિકામાં જન્મેલા વ્યાપારી બિલ હેનિસેફ અંદાજિત ત્રણ દાયકાથી થાઇલેંડમાં રહી કામ કરી રહ્યા છે. તેમણે જે કર્યું તે બિઝનેસ માટે ખૂબ જ અગત્યની સ્કિલ દર્શાવે છે અને તે પ્રતિબદ્ધતા છે. આ જ કારણ છે કે તે દેશના સૌથી અમીર લોકોની લિસ્ટમાં સામેલ છે. સીએનબીસીના એક પ્રોગ્રામમાં તેમણે જણાવ્યું કે, મને તે સમય બરોબર રીતે યાદ છે. આજે તેમની ઉંમર 69 વર્ષ થઇ ચુકી છે.

બિલે શું જણાવ્યું
તેમણે જણાવ્યું કે મને યાદ છે કે કાઉન્સલે મને જણાવ્યું હતું કે, 'મને લાગે છે કે તમારે આ વિશે ફરીવાર વિચાર કરવો જોઇએ, મેં આવું ક્યાંય નથી જોયું કે સાંમભળ્યું કે કોઇ વ્યક્તિ પોતાની નાગરિક્તા પરત આપવા માંગે છે.' પરંતુ હેનિસેક અટલ હતા. તેમણે કહ્યું.'મેં મારું મન બનાવી લીધું છે અને હું રાહ જોવા માંગતો નથી.'

17 વર્ષની ઉંમરમાં શરૂ કર્યો હતો બિઝનેસ
બિલ હેનિસેક હોસ્પિટેલિટી ગ્રુપ મિનર ઇન્ટરનેશનલના સીઇઓ અને ચેરમેન છે. તેમણે આ કંપનીની શરૂઆત ક્લીનિંગ બિઝનેસથી કરી હતી, ત્યારે તેમની ઉંમર 17 વર્ષની હતી. તે ચાર વર્ષ બાદ પોતાના પરિવાર સાથે બેંગકોક શિફ્ટ થઇ ગયા. પોતાની 20 અને 30 વર્ષની ઉંમરમાં તેમની કંપની થાઇલેન્ડની મોટી હોસ્પિટેલિટી ચેનમાંથી એક રહ્યા. હેનિસેકે કહ્યું કે જે દેશે તેમને દત્તક લીધા હોય તેના પ્રત્યે તેમની ફરજ બને છે.

થાઇ કંપની હોવાનો ગર્વ
તેમણે જણાવ્યું કેમ ભલે થાઇ બેંક હોય અથવા થાઇ બિઝનેસમેન અથવા સામાન્ય લોકો, તમામનો સારો સપોર્ટ મળ્યો છે. તેમણે અમારો અને અમારી કંપનીનો પણ સાથ આપ્યો. અમને એક થાઇ કંપની હોવાનો ગર્વ છે.

ફોર્બ્સની લિસ્ટમાં સામેલ
મિનિર ઇન્ટરનેશનલનો બિઝનેસ થાઇલેંડની બહાર પણ ફેલાયેલો છે. આ જ કારણ છે કે હેનસેકનું નેટ વર્થ 1.9 અરબ ડોલર (અંદાજિત 13,680 કરોડ રૂપિયા) થઇ ગયું છે. સાથે જ ફોર્બ્સના લિસ્ટ અનુસાર, તે થાઇલેંડની 17માં સૌથી અમીર વ્યક્તિ પણ છે. તેમણે જણાવ્યું કે, ઘણા વર્ષો સુધી પ્રતિબદ્ધતાના કારણે તેમણે પોતાના માટે અન્યના મનમાં વિશ્વાસ ઉભો કર્યો છે.

X
success business story of William Heinecke

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી