• Home
  • National News
  • Utility
  • ડેડલાઇન પહેલા જમા કરો ઇન્કમ ટેક્સ, થશે આ 5 લાભ|Submit Income Tax Before Deadline

ડેડલાઇન પહેલા જમા કરો ઇન્કમ ટેક્સ, થશે આ 5 લાભ

ઇન્કમ ટેક્સ ભરવામાં કરશો આ ભૂલ તો વિદેશ જવામાં પડી શકે છે મુશ્કેલી

divyabhaskar.com | Updated - Jun 02, 2018, 07:12 PM
ડેડલાઇન પહેલા જમા કરો ઇન્કમ ટેક્સ, થશે આ 5 લાભ|Submit Income Tax Before Deadline

યૂટીલિટી ડેસ્ક: આઇટી રિટર્ન ભરવાનો સમય પૂર્ણ થવાની નજીક આવી રહ્યો છે, જે પણ લોકોને આઇટીઆર દાખલ કરવાની બાકી હોય તેમણે 31 જુલાઇ પહેલા ફાઇલ કરી દેવું જોઇએ, જો કોઇ વ્યક્તિએ સમય મર્યાદા પહેલા આઇટીઆર જમા નહીં કરાવે તો તે ઘણા બધા ફાયદાઓનો લાભ ઉઠાવી નહીં શકે. આઇટી રિટર્ન એક પુરાવો છેકે વ્યક્તિએ પોતાનો ટેક્સ સમયસર ચૂકવ્યો છેકે નહી. દર વર્ષે, ભારતીય નાગરિક જે ટેક્સ યોગ્ય રીતે પે કરે છે તેમને આઇટી રિટર્ન જમા કરાવવાનો હોય છે. આઇટીઆર ફાઇલ કરવાથી તે લોકોને રિફંડ મળે છે જે લોકોએ જરૂરિયાતથી વધારે ટેક્સ જમા કરાવ્યો હોય.

વધુ દંડ

આઇટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ છે, જો કોઇ વ્યક્તિ વર્ષ 2018-19 માટે આઇટીઆર જમા કરાવાવામાં નિષ્ફળ રહે છે તો તેની પાસેથી આઇટીઆર દંડ સ્વરૂપ 10000 રૂપિયા વસૂલ કરવામાં આવશે. જો 31 જુલાઇ બાદ અને 31 ડિસેમ્બર પહેલા કોઇ વ્યક્તિ આઇટીઆર ફાઇલ કરે છે તો તેમને 5000 રૂપિયાનો દંડ અને 31 ડિસેમ્બર પછી ફાઇલ કરનાર વ્યક્તિને 10000 રૂપિયાનો દંડ ચૂકવવાનો રહેશે. આ દંડ 5 લાખ રૂપિયાથી વધારે આવક ધરાવતા લોકોને લાગૂ પડે છે. 5 લાખ અથવા તેનાથી ઓછી આવક ઘરાવતા લોકોને 1000 રૂપિયાનો દંડ ચૂકવવાનો રહેશે.


દર મહિને વ્યાજ

જો કોઇ વ્યક્તિ સમય પર રિટર્ન જમા નથી કરતી તો 5000 અથવા 10000 દંડ સિવાય ટેક્સ રકમ પર 1 ટકા દંડ વ્યાજ સ્વરૂપે ચૂકવવાનો રહ્યો છે. એટલે કે જો ટેક્સની રકમ 20 લાખ રૂપિયા છે અને Unpaid Tax રકમ 10000 રૂપિયા છે, તો જો વ્યક્તિ 1 જાન્યુઆરીએ રિટર્ન ફાઇલ કરે છે તો તેને ડિસેમ્બરના સમયગાળા માટે 1 ટકા વ્યાજ આપવાનું રહેશે, 5 મહિના માટે રકમ 12000 રૂપિયા ( 2000 વ્યાજ દંડ અને 10000 ફાઇન ) રહેશે.

લોન અને વિઝા માટે

વિભિન્ન પ્રકારની સેવાઓનો લાભ ઉઠાવવા માટે આઇટી રિટર્ન મહત્વપૂર્ણ છે, જો કોઇ વ્યક્તિ વિઝા માટે એપ્લાઇ કરે છે તો, દેશ વિઝા જાહેર કર્યા પહેલા ત્રણ થી 5 વર્ષના આઇટી રિટર્નનની વિગતો માંગે છે. તે સિવાય બેન્ક લોન માટે પણ આઇટીઆરની વિગતો આપવી જરૂરી હોય છે.

અનુકૂળ નાણાકીય ઇતિહાસ બનાવો

આઇટીઆરની ઓનલાઇન ફાઇલિંગથી ટેક્સ વિભાગ કોઇપણ વ્યક્તિનો નાણાકીય રેકોર્ડ ખુબજ ઝડપથી અને સરળતાથી બનાવે છે. આ વિગતો ઘણા સંગઠનો દ્વારા પસંદ કરવામાં આવે છે, ભલે તે નાણાકીય હોય કે પછી જેની સાથે ભવિષ્યમાં વ્યાપારિક સંબંધો બનાવવાના હોય.

મોંઘા લાઇફ કવર ખરીદવા

50 લાખ અને 1 કરોડ રૂપિયાના વીમો કરાવવો આજકાલ સામાન્ય બની ગયો છે, આ વીમા કવર વાર્ષિક આવકની સત્યતા કરવા માટે તમને આઇટીઆર ડોક્યુમેન્ટ વિરુદ્ધ ઉપલબ્ધ કરાય છે.

X
ડેડલાઇન પહેલા જમા કરો ઇન્કમ ટેક્સ, થશે આ 5 લાભ|Submit Income Tax Before Deadline
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App