યૂટિલિટી ડેસ્કઃ ઘરમાં સૌથી વધુ ચિંતા લોકોને બાળકના કરિયરની હોય છે. પરંતુ માતા-પિતા બાળકો માટે બાળપણથી જ પ્લાનિંગ કરી લે તો કરિયર શરૂ કરવાની ઉંમરમાં જ તેની પાસે 1 કરોડ રૂપિયાનો ફંડ હશે. આ ફંડથી બાળક પોતાનું કરિયર જેવું ઈચ્છે એવું બનાવી શકે છે. 1,400 રૂપિયાથી સેવિંગની શરૂઆત કરી આ કામ સરળતાથી કરી શકાય છે. એવામાં માતા-પિતા પોતાના બાળક માટે આ પ્લાનિંગની શરૂઆત કરી શકે છે. આ રોકાણની સૌથી ખાસ વાત એ છે કે આ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી મળશે.
આ રીતે કરો પ્લાનિંગ
આ પ્રકારની પ્લાનિંગ સરળ છે. તેમાં રોકાણની શરૂઆત 1,400 રૂપિયાથી શરૂ કરવાની છે. પછી તેમાં દરવર્ષે 15 ટકાનો વધારો કરવાનો છે. તેનો અર્થ એવો થયો કે પહેલા વર્ષે 1,400 રૂપિયાનું રોકાણ, તેના પછીના વર્ષે વધીને 1,610 રૂપિયાનું થઈ જશે. આ રીતે આ રોકાણ આગળ વધતું રહે છે. આ રોકાણ પર જો 12 ટકાનું રિટર્ન મળે તો 25 વર્ષમાં આ 1 કરોડ રૂપિયા થઈ જશે.
ક્યાં કરવાનું રહેશે રોકાણ
ફાઇનેન્શિયલ એડવાઇઝર ફર્મ બીપીએન ફિનકેપના ડિરેક્ટર એ.કે. નિગમના મુજબ લાંબા સમય સુધી જો રોકાણ કરવામાં આવે તો સારું રિટર્ન મળી શકે છે. આટલું સારું રિટર્ન મ્યુચુઅલ ફંડમાં સરળતાથી મેળવી શકાય છે. આશરે એક ડઝન કરતા વધુ સારું મ્યુચુઅલ ફંડે છેલ્લા એક વર્ષમાં 50 ટકા કરતા વધુ રિટર્ન આપ્યું છે. લાંબા સમયમાં આ ફંડનું રિટર્ન 12 ટકા કરતા પણ સારું રહ્યું છે. જો આ સારા ફંડમાં રોકાણ કરવામાં આવે તો આરામથી 12 ટકા સુધીનું રિટર્ન મેળવી શકાય છે.
કેવી રીતે વધે છે રોકાણ
અંશ ફાઇનેન્શિયલ એન્ડ ઈન્વેસ્ટમેન્ટના ડિરેક્ટર દિલીપ કુમાર ગુપ્તા મુજબ લોકોને લાગે છે કે નાનું-નાનું રોકાણ આટલું કેવી રીતે થઈ શકે છે. પરંતુ તેને સમજવું સરળ છે. લોકોને લાગે છે કે રોકાણ દર મહિને ખૂબ ઓછું છે. પરંતુ એક સમય આવે છે જ્યારે રોકાણથી વધુ રિટર્ન મળવા લાગે છે. તેના પછી આ ફંડ ઝડરથી વધે છે. આ પ્લાનિંગમાં રોકાણ 5મા વર્ષમાં 1.5 લાખ રૂપિયા કરતા વધુ હશે. આ રોકાણ 10મા વર્ષે વધીને 5 લાખ રૂપિયા કરતા વધુ થઈ જશે. તેના પછી 15મા વર્ષે આ રોકાણ 16 લાખ ઉપર જતું રહે છે. 20મા વર્ષે આ વધીને 42 લાખ રૂપિયા કરતા વધુ થઈ જશે. 25 વર્ષમાં આ રોકાણ 1 કરોડ રૂપિયા કરતા વધુ થઈ જશે.
સંપૂર્ણ રૂપિયા ટેક્સ ફ્રી મળશે
ઈનકમ ટેક્સ એડવાઇઝર રાજીવ તિવારીના મુજબ ઈક્વિટી મ્યુચુઅલ ઉંડમાં રોકાણ કરવાવાળને લોન્ગ ટર્મ કેપિટલ ગેન ટેક્સનો ફાયદો મળે છે. આ ફંડ્સમાં રોકાણ 1 વર્ષ પછી સંપૂર્ણપણે ટેક્સ ફ્રી થઈ જાય છે. આ ફાયદો કેટલો પણ હોય તેના પર ટેક્સ નથી આપવું પડતું.
આગળ વાંચો, સારું રિટર્ન આપતા 5 મ્યુચુઅલ ફંડ વિશે...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.