તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

50 હજારમાં શરૂ કરો ટ્રાવેલ એજન્ટનો બિઝનેસ, દર મહિને થઇ શકે છે 35થી 50 હજાર સુધીની ઇનકમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્ક: ઑક્ટોબર મહિનાથી ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીની પીક સીઝન શરૂ થશે. આ સમયે ટ્રાવેલ એજન્ટ અથવા ટૂર ઓપરેટરનો બિઝનેસ શરૂ કરવાનો સારો સમય છે. ટ્રાવેલ એજન્ટના બિઝનેસમાં સારી કમાણી પણ કરી શકાય છે. દેશની ટૂરિઝમ ઇન્ડસ્ટ્રી વાર્ષિક 7.8 ટકાથી વધી રહી છે. Assochamના સર્વે અનુસાર દેશની ટૂરિઝમ ઇંડસ્ટ્રી વર્ષ 2022 સુધી 418.9 બિલિયન ડોલર સુધી પહોચી જશે. તમે પણ ટ્રાવેલ એજન્ટ બનીને પૈસા કમાવવા માંગો છો તો તમારા માટે આ એક સારો મોકો છો. 

 

ટ્રાવેલ એજન્ટ બનવાની 2 રીત 
-પહેલી- કોઇ મોટી ટ્રાવેલ એજન્સીની ફ્રેન્ચાઇજી લઇ શકાય છે. 
-બીજી- જાતે જ ટ્રાવેવ એજન્સી ખોલી શકાય છે. 

 

કંપની એક્ટ હેઠળ કરવાનું રહેશે રજિસ્ટ્રેશન 

ટ્રાવેલ એજન્ટનો બિઝનેસ શરૂ કરવા માટે જો તમે પ્રાઇવેટ લિમિટેડ કંપની અથવા પ્રોપરાઇટર બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો તમને કંપનીની એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જો તમે પોતાની કંપનીનું યૂનિક બ્રાંડ નામ રાખવા માંગો છો, તો તમે પ્રોપરાઇટરશિપનું ટ્રેડમાર્ક પણ કરી શકો છો. 


કરવાનું રહેશે જીએસટીમાં રજિસ્ટ્રેશન 
ટ્રાવેલ એજન્ટે જીએસટી નંબર લેવો પડશે. તેના માટે ફાઇનાન્સ મિનિસ્ટ્રીની સેંટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ અને કસ્ટમની વેબસાઇટ પર જઇને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યાંથી તમે જીએસટી નંબર મેળવી શકો છો. ટ્રાવેલ એજન્ટ સર્વિસ આપે છે એટલે તેના પર સર્વિસ ટેક્સ લાગે છે. હવે સર્વિસ ટેક્સ જીએસટી હેઠળમાં છે જેથી જીએસટી નંબર હોવો બિઝનેસ માટે જરૂરી છે. 


કેવી રીતે બનશો Approved ટ્રાવેલ એજન્ટ 
ટ્રાવેલ એજન્ટને બિઝનેસ કરવા માટે ભારત સરકારના અપ્રૂવલની જરૂર નથી, પરંતુ સરકારી અપ્રૂવ્ડ ટ્રાવેલ એજન્ટ બનવાથી બિઝનેસ કરવામાં મદદ મળે છે. સરકારી ટ્રાવેલ એજન્ટ બનવા માટે ઇન્ટરનેશનલ લેવલની એજન્સી ઇન્ટરનેશનલ એર ટ્રાંસપોર્ટ એસોસિએશન (આઇએટીએ)માં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આઇએટીએ વર્લ્ડ લેવલ પર બધી જ એરલાઇન્સ કંપનીઓની એસોસિએશન છે. અહીં 240 એરલાઇન્સ કંપનીઓ છે. 

 

આઇએટીએ ટ્રાવેલ એજન્ટને આપે છે ટ્રેનિંગ

IATA ટ્રાવેલ એજન્ટને ટ્રેનિંગ પણ આપે છે. આઇએટીએની માન્યતાથી ઇન્ટરનેશનલ લેવલના ટ્રાવેલ એજન્ટ બની શકાય છે. આમ કરવાથી વિદેશી ટૂરિસ્ટ પણ તમારી પાસે બુકિંગ સરળતાથી કરાવી શકે છે કારણ કે તમારી પાસે ઇન્ટરનેશનલ એજન્સીનું પ્રુફ છે. ટ્રાવેલ એજન્ટ બનવા માટે આઇએટીએના સદસ્ય બનવા માટે એજન્ટને ફાયદો મળે છે. 

 

ઇન્વેસ્ટમેન્ટ

ટ્રાવેલ એજન્ટનો બિઝનેસ કરવા માટે શરૂઆતમાં અંદાજિત 40થી60 હજાર રૂપિયાનો ખર્ચ આવી શકે છે. તમારે શરૂઆતમાં ન્યૂનતમ 2 કર્મચારીઓની જરૂર પડશે. પાર્ટ ટાઇમ ટ્રાવેલ એજન્ટ માટે તમારે વધારે ઇન્વેસ્ટમેંટની જરૂર પડશે નથી. 


આટલી થઇ શકે છે કમાણી 

ટ્રાવેલ એજન્ટનો બિઝનેસ કરી રહેલા સંજય કુમારે moneybhaskar.com સાથે વાતચીતમાં જણાવ્યું કે ટ્રાવેલ એજન્ટને એરલાઇન ટિકિટ, હોટલ અને રિસોર્ટ બુકિંગ, ટ્રાવેલ પેકેજ અને રિજર્વેશન , ટ્રેન, કાર, ક્રુઝ પેકેજ સહિતની બુકિંગ ટ્રાવેલર માટે કરવાની રહે છે. ટ્રાવેલરને ડેસ્ટિનેશનની જાણકારી પણ આપવી પડે છે. આમા તમારી કમાણી તમારા ક્લાઇન્ટ પર નિર્ભર કરે છે. ટ્રાવેલ એજન્ટના બિઝનેસમાં માર્જિન સારુ મળે છે. આ બિઝનેસ કરનાર સરળતાથી 35થી 50 હજાર રૂપિયા મહિને કમાય શકે છે.