પતંજલિ ગ્રામોધોગની એજન્સી લઈ, આ રીતે કરો કમાણી

પતંજલિ ગ્રામોધોગે સમગ્ર ભારતમાં કારોબારનો વિસ્તાર કરવાની યોજના બનાવી છે

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 12:22 PM
Start this agency and earn money

યુટિલિટી ડેસ્કઃ પતંજલિ ગ્રામોધોગે સમગ્ર ભારતમાં કારોબારનો વિસ્તાર કરવાની યોજના બનાવી છે. ટ્રસ્ટે પતંજલિ પશુ આહાર એજન્સી લેવા માટે ઈચ્છુક લોકોને આમંત્રિત કર્યા છે. તમે સમગ્ર ભારતમાં કોઈ પણ જગ્યાએ એજન્સી ખોલી શકો છો. દેશમાં પાલતું પશુઓની સંખ્યા લગભગ 49 કરોડ છે. પશુઓ માટે સારા આહારનું સકટ હમેશા રહે છે. પતંજલિએ છેલ્લા થોડા વર્ષોમાં નામ બનાવ્યું છે, તમે તેના આધારે સારી એવી કમાણી કરી શકો છો.

કંપનીએ આપેલી જાણકારી પ્રમાણે, આજકાલ ગ્રામીણ ક્ષેત્રમાં પશુપાલન આજીવિકાનું મુખ્ય સાધન છે. લાભદાયક પશુપાલન માટે પશુથી દર વર્ષે 1 બાળક અને 300 દિવસ દૂધ લેવું આવશ્યક છે. જોકે પશુ ખાદ્ય પદાર્થોમાં યુરિયા, માર્બલ પાઉડર, કલર વગેરેની ભેળસેળથી પશુઓમાં ગર્ભધાનની સમસ્યા વધી રહી છે અને દૂધ ઉત્પાદન ક્ષમતા ઘટી રહી છે. આ કારણે પશુપાલકોને નુકશાન થઈ રહ્યું છે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, કઈ રીતે લઈ શકાય છે એજન્સી...

Start this agency and earn money

લોકોની જરૂરિયાત છે

 

આ સમસ્યાને ધ્યાનમાં રાખતા પતંજલિ ગ્રામોધોગ(ન્યાસ), હરિદ્વારના શુધ્ધ કચ્ચી ધાની બિનોલા ખલ, સરસો ખલ, બિનોલા, ચોકર, ચૂરી, ચૂની વગેરેના વિનિર્માણ અને પૂર્તિનો ફેસલો કરવામાં આવ્યો છે. આ ઉત્પાદોમાં મંડી સ્તર પર એજન્સી માટે કંપનીને એવા અનુભવી વ્યક્તિની જરૂરિયાત છે, જેની 8થી 10 લાખ રૂપિયાની રોકાણ ક્ષમતા અને ફર્મનું જીએસટી, પેન નંબર વગેરે છે.

 

આગળની સ્લાઈડમાં વાંચો, કોનો સંપર્ક કરવામાં આવે

Start this agency and earn money

કોનો સંપર્ક કરવામાં આવે

 

હરિયાણા અને ઉતર ભારત, પશ્ચિમી ઉતર પ્રદેશ અને ઉતરાખંડ માટે Email આઈડી છે-pgnharyana@gmail.com, pgncontrol@gmail.com રાજસ્થાન માટે Email આઈડી છે-pgnrajasthan@gmail.com મધ્યપ્રદેશ અને ગુજરાત માટે Email આઈડી છે -mppgnindore@gmail.com મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારત માટે Email આઈડી છે- pgnpune@gmail.com ઓડીશા, છત્તીસગઢ, ઝારખંડ અને પૂર્વી ભારત માટે ઈમેલ આઈડી છે-pgnranchi@gmail.com પૂર્વી ઉતર પ્રદેશ, બિહાર અને અસમ માટે Email આઈડી છે-pgnvaranashi@gmail.com આ સિવાય તમે patanjalipashuaahar@gmail.com કે dgmfinance@pgn.org.in પર પણ સંપર્ક કરી શકો છો. આ અંગેની વધુ જાણકારી માટે www.patanjaligramodhyognyas.comથી પરથી મેળવી શકાય છે.

X
Start this agency and earn money
Start this agency and earn money
Start this agency and earn money
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App