4 લાખમાં લગાવો સાબુની ફેક્ટ્રી, દર મહિને 50 હજાર રૂપિયા સુધી કમાવવાની તક

start Soap factory in 4 lakh only, goverment given 80 percent loan

divyabhaskar.com

Sep 04, 2018, 05:38 PM IST

યુટિલિટી ડેસ્ક: જો તમારા બિઝનેસ કરવાની આવડત છે પરંતુ પૈસાની કમી છે તો તમે દર મહિને સારી કમાણી કરી શકો એવા ઘણા નાના બિઝનેસ છે જેને શરૂ કરાવવામાં મોદી સરકારની પ્રધાનમંત્રી મુદ્રા યોજના તમારી ખૂબ જ મદદ કરશે. મુદ્રા યોજના હેઠળ તમે લોન લેવાની સાથે બિઝનેસનો સંપૂર્ણ પ્રોજેક્ટ પણ તૈયાર કરી શકો છો. તમે નાના બિઝનેસના રૂપમાં સાબુનો બિઝનેસ શરૂ કરી શકો છો. સાબુની ડિમાન્ડ મોટા શહેરોથી લઇને ગામમાં પણ જોવા મળે છે. જે તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.

4 લાખમાં શરૂ કરો સાબુ બનાવવાની ફેક્ટ્રી
તમે માત્ર 4 લાખ રૂપિયામાં સાબુ બનાવવાની ફેક્ટ્રી શરૂ કરી શકો છો. જેનાથી તમે દર મહિને સારી કમાણી કરી શકો છો. આ બિઝનેસ કેવી રીતે શરૂ થશે? તમારે કેટલા પૈસા લગાવવા પડશે? અને તેના માટે કઇ-કઇ વસ્તુઓની જરૂર પડશે?તેના વિશે આજે અમે તમને કેટલીક જાણકારી આપી રહ્યા છીએ..

80% ટકા સુધી મળી શકે છે લોન

આ પ્રકારનો બિઝનેસ શરૂ કરવો પણ ખૂબ જ સરળ છે કારણ કે બિઝનેસને લખતી સમગ્ર ડિટેલ તમને સરકાર તરફથી મળી રહે છે. તે સિવાય તમને 80 ટકા સુધીની લોન પણ મળી શકે છે. લોન માટે તમારે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાની પણ જરૂર નથી કારણ કે,તે સરકાર પહેલાથી જ તૈયાર કરી ચુકી છે, તમે તેને યુઝ કરી શકો છો.

લાગે છે સાત મહિના
ટોટલ સાત મહિનામાં તમે આની બધીજ ઔપચારિકતાઓને પુરી કરી પ્રોડક્શન શરૂ કરી શકો છો. મુદ્રા સ્કીમના પ્રોજેક્ટ પ્રોફાઇલ રિપોર્ટ અનુસાર તમે એક વર્ષમાં અંદાજિત 4 લાખ કિલોનું પ્રોડક્શન કરી શકો છો, જેની કુલ વેલ્યૂ અંદાજિત 47 લાખ થશે. ખર્ચ અને અન્ય જવાબદારીઓ ચુકવવ્યા બાદ તમને 6 લાખ રૂપિયા વાર્ષિક પ્રોફિટ હશે.

1 લાખ રૂપિયામાં આવી જાય છે મશીન અને સાધનો
આ યુનિટ લગાવવા માટે તમારે કુલ 750 સ્ક્વેર ફૂટના એરિયાની જરૂર પડશે. જેમા 500 સ્ક્વેર ફૂટ કવર્ડ અને બાકી અનકવર્ડ રહેશે. આમા મશીન સહિત 8 સાધનો લાગશે. મશીનો અને તને લગાવવા માટે 1 લાખ રૂપિયાની જરૂર પડે છે.

ટોટલ ખર્ચમાં તમારે કેટલા આપવાના રહેશે
આ સંપૂર્ણ સેટઅપને લગાવવા માટે કુલ 15,30,000 રૂપિયાનો ખર્ચ આવશે. જેમા જગ્યા, મશીનરી, ત્રણ મહિનાનું વર્કિંગ કેપિટલ સામેલ છે. આમાથી તમારે માત્ર
3,82,000 રૂપિયાનો ખર્ચ આવશે, કારણ કે બાકીની લોન તમે બેન્કમાંથી લઇ શકો છો.

અહીંથી મળશે પ્રોજેક્ટ રિપોર્ટ
જો તમે આ બિઝનેસને શરૂ કરવા માંગો છો તો તમને તેના વિશેની સંપૂર્ણ જાણકારી http://www.mudra.org.in/ પર મળી જાય છે. લોન તમને કોઇ પણ સરકારી અથવા પ્રાઇવેટ બેંકથી મળી જાય છે. મુદ્રા યોજના હેઠળ તમને કુલ પ્રોજેક્ટ કોસ્ટમાં 80 ટકા સુધીની લોન તમને મળી રહે છે.

X
start Soap factory in 4 lakh only, goverment given 80 percent loan
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી