Divya Bhaskar

Home » National News » Utility » Start shops in Rs 66, this company gives offer

માત્ર 66 રૂપિયામાં ખોલો દુકાન, આ કંપનીએ રજૂ કરી ઓફર

Divyabhaskar.com | Updated - May 02, 2018, 07:25 PM

સિંગાપુરની એક ઈ-કોમર્સ કંપની ભારતીય કારોબારીઓને બિઝનેસ કરવાની તક આપી રહી છે

  • Start shops in Rs 66, this company gives offer
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    નવી દિલ્હીઃ સિંગાપુરની એક ઈ-કોમર્સ કંપની ભારતીય કારોબારીઓને બિઝનેસ કરવાની તક આપી રહી છે. આ ઓફર અંતર્ગત સમગ્ર દેશના સેલર્સ માત્ર 1 ડોલર (66 રૂપિયા)માં એક ઓનલાઈન દુકાન એટલે કે સ્ટોર ખોલી શકે છે. તેની ખાસ વાત એ છે કે માત્ર 66 રૂપિયાના ખર્ચ પર સેલર્સ ત્રણ મહિના સુધી તેનો ફાયદો ઉઠાવી શકે છે. આ ઓફર આપનારનું નામ છે શોપમેટિક.

    કારોબારીઓને મળશે આ સર્વિસિસ

    પોતાના ઈન્સપાયરિંગ એન્ટરપ્રેન્યોરશીપ પ્રોગ્રામ અંતર્ગત ઈ-કોમર્સ કંપની એક ઓનલાઈન સ્ટોર તૈયાર કરવા માટે તેના ટુલ્સ, તેની ઈન્વેન્ટ્રીની વ્યવસ્થા, ઓડર્સ લેવા અને પૂરા કરવા, પ્રોસેસ કરવી અને કસ્ટમર્સ પાસેથી પેમેન્ટ સ્વીકાર કરવા જેવી સર્વિસિસ આપવાની સુવિધા આપી રહી છે.

    ત્રણ મહિના બાદ આવશે 1320 રૂપિયાનો ખર્ચ

    શોપમેટિક પ્રો સોલ્યુશન દ્વારા આપવામાં આવનારી સર્વિસિસમાં કસ્ટમાઈજેબલ સ્ટોર બિલ્ડર, પેમેન્ટ ગેટવે ઈન્ટીગ્રેશન, શિપિંગ અને લોજિસ્ટિક ઈન્ટ્રીગ્રેશન, ડેટા ઈનસાઈટસ અને પ્રમોશન ટૂલ્સ સામેલ છે. પ્રથમ ત્રણ મહીના બાદ કોસ્ટ 20 ડોલર (1320 રૂપિયા) પ્રતિ મહીનાની કોસ્ટ આવશે.

    આગળ વાંચો...

  • Start shops in Rs 66, this company gives offer

    ભારતીય કારોબારીઓમાં શાનદાર ક્ષમતાઓ

     

    શોપમેટિકના સીઈઓ અને કો-ફાઉન્ડર અનુરાગ અવુલાએ કહ્યું કે 'ભારતમાં એવા ઘણા પ્રેરણાદાયી કારોબારી છે, જેમની પાસે શાનદાર આઈડિયા છે, ક્રિએટિવ ક્ષમતા કે સુંદર પ્રોડકટ તૈયાર કરવાની ક્ષમતા છે. સાથે જ ઓનલાઈન સેલિંગના માધ્યમથી મોટો બિઝનેસ સ્થાપવાનો ઈરાદો રાખે છે. અમે ટેકનોલોજી સાથે જોડાયેલી બધાઓને દૂર કરીને ઈ-કોમર્સ કંપની સાથે જોડાયેલી જટિલતાઓને દૂર કરી છે. કારોબારીઓને મોટા ભાગે આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending