1

Divya Bhaskar

Home » National News » Utility » 50 હજારમાં શરૂ કરો કૂલર બનાવવાનું યુનિટ, 3 મહિનામાં થઈ શકે છે 1.5 લાખની ઈન્કમ । Start Cooler business in Rs 50000 investment

50 હજારમાં શરૂ કરો કૂલર બનાવવાનું યુનિટ, 3 મહિનામાં થઈ શકે છે 1.5 લાખની ઈન્કમ

Divyabhaskar.com | Last Modified - Apr 07, 2018, 09:54 PM IST

કૂલરના બિઝનેસમાં સરળતાથી સરકારી લોન પણ મળી રહે છે

  • 50 હજારમાં શરૂ કરો કૂલર બનાવવાનું યુનિટ, 3 મહિનામાં થઈ શકે છે 1.5 લાખની ઈન્કમ । Start Cooler business in Rs 50000 investment
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    50 હજારમાં શરૂ કરો કૂલર બનાવવાનું યુનિટ, 3 મહિનામાં થઈ શકે છે 1.5 લાખની ઈન્કમ

    નવી દિલ્હીઃ આ સિઝનમાં જો તમે એવા કોઈ બિઝનેસની શોધમાં હોવ કે જે શરૂ કર્યા બાદ તરત રિટર્ન આપવાનું શરૂ કરી દે તો અમે તમને રૂમ કુલર બનાવવાનું યુનિટ લગાવવાનું સુચન કરીશું. આ એક સારી તક છે. આ બિઝનેસ આવનારા સમયમાં સારો એવો ચાલશે. બિઝનેસની શકયતાઓને જોતા સરકારની સ્કીમમાંથી પણ તમે લોન લઈ શકો છો. જોકે આ માટે તમારે એક સારો પ્રોજેકટ રિપોર્ટ તૈયાર કરવનો રહેશે અને વડાપ્રધાન રોજગાર યોજના કે મુદ્રા સ્કીમ લોન માટે એપ્લાઈ કરવાનું રહેશે. આજે અમે અહીં તમને આ અંગે વિગતે માહિતી આપી રહ્યાં છે...

    શુ આવશે પ્રોજેકટ કોસ્ટ

    લોન લેવા સૌ પ્રથમ તમારે એક પ્રોજેકટ રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે. વડાપ્રધાન રોજગાર યોજના અંતર્ગત સરકારે કેટલીક એવી પ્રોજેકટ પ્રોફાઈલ તૈયાર કરી છે. જો આ પ્રોજેકટ રિપોર્ટને આધાર બનાવવામાં આવે તો કેપિટલ એકસપેન્ડેછર પર 1.5 લાખ અને વર્કિંગ કેપિટલ પર 3 લાખ 20 હજાર રૂપિયાનો ખર્ચ થવાનું અનુમાન અનુમાન લગાવવાનું રહેશે. એટલે કે પ્રોજેકટની કોસ્ટ 4 લાખ 70 હજાર રૂપિયા આવશે. તેમાં તમારે 47 હજાર રૂપિયાની વ્યવસ્થા કરવાની રહેશે. બાકી 90 ટકા માટે તમારે લોન એપ્લાઈ કરવાની રહેશે.

    કેટલા કૂલર બનાવશો તમે

    જે પણ પ્રોજેકટ રિપોર્ટ તમે તૈયાર કરશો, તેમાં તમારે બતાવવાનું રહેશે કે તમે સૌથી પહેલા 800 કૂલર તૈયર કરશો. જોકે જેમ-જેમ કૂલર તૈયાર થશે, તેમ તમારે તેને માર્કેટમાં સેલ્સ માટે મોકલવાના રહેશે. આ કારણે તમારી ઈન્કમ પણ સાથે-સાથે થવા લાગશે. જેથી કરીને તમે રો-મટિરિયલ પણ લેતા રહો.

    આગળની સ્લાઈડમાં વાંચો, કઈ રીતે મળશે લોન...

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • 50 હજારમાં શરૂ કરો કૂલર બનાવવાનું યુનિટ, 3 મહિનામાં થઈ શકે છે 1.5 લાખની ઈન્કમ । Start Cooler business in Rs 50000 investment
    50 હજારમાં શરૂ કરો કૂલર બનાવવાનું યુનિટ, 3 મહિનામાં થઈ શકે છે 1.5 લાખની ઈન્કમ

    કઈ રીતે મળશે લોન

     

    આ પ્રોજેકટના રિપોર્ટના આધાર પર તમે તમારા જિલ્લાના ઉધોગ કેન્દ્રમાં લોન માટે એપ્લાઈ કરી શકો છો. તમે આ લિન્ક https://kviconline.gov.in/pmegpeportal/jsp/pmegponline.jsp પર ઓનલાઈન એપ્લાઈ કરી શકો છો. તમે મુદ્રા લોન માટે કોઈ પણ બેન્કમાં એપ્લાઈ કરી શકો છો.

     

    કેટલી થશે ઈન્કમ

     

    તમને 800 કૂલર બનાવવામાં કૂલ ખર્ચ લગભગ 19 લાખ 36 હજાર રૂપિયા આવશે અને આ કૂલરને જો તમે અગામી ત્રણ મહિનામાં વેચી દો છો તો તમને લગભગ 21 લાખ રૂપિયાનું સેલ્સ થશે એટલે કે તમને લગભગ 1 લાખ 64 હજાર રૂપિયાની ગ્રોસ ઈન્કમ થશે.

More From National News

Trending