ભાડુંઆત અને મકાન માલિક માર્ચમાં કરે આ કામ, નહિતર પડશે મુશ્કેલી

શહેરો અને ગામડાઓમાં એક મોટો વર્ગ ભાડાના મકાનમાં રહે છે

Divyabhaskar.com | Updated - Mar 10, 2018, 01:27 PM
Special guidelines for tenants issued by tax department

નવી દિલ્હીઃ શહેરો અને ગામડાઓમાં એક મોટો વર્ગ ભાડાના મકાનમાં રહે છે. આ સિવિયા દુકાન, ગોડાઉન કે શોરૂમ વગેરે ચલાવવા માટે લોકો મોટા પાયે ભાડાની જગ્યા લે છે. દિલ્હીમાં તો ઘણાં આવા બજાર છે કે જયાં દુકાનો ભાડા પર છે. જો તમે કોઈ મકાન, દુકાન કે પરિસરને ભાડેથી લીધું છે તો આ જરૂરી સુચન તમારા માટે છે. હાલ માર્ચ ચાલી રહ્યો છે અને અગામી મહિને ફાઈનાન્શિયલ વર્ષ શરૂ થઈ જશે. એવામાં તમારે એક ખાસ નિયમનું પાલન કરવાનું રહેશે, નહિતર તમે અને મકાન માલિક બંને મુશ્કેલીમાં આવી શકો છો. ઈન્કમ ટેકસ ડિપાર્ટમેન્ટે આ જવાબદારી તમારી ઉપર નાંખી છે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, શું કરવું જોઈએ મકાન માલિક અને ભાડુંઆતે...

Special guidelines for tenants issued by tax department

ટીડીએસમાં કાપ 

 

ઈન્કમ ટેકસ ડિપાર્ટમેન્ટે એલર્ટ જાહેર કરી છે. જો તમે ભાડુવાત છો અને 50000થી વધુ માસિક ભાડાની ચકવણી કરી રહ્યાં છો તો 5 ટકા ટીડીએસ કપાવવાની તમારી જવાબદારી છે. તેનાથી તમે અને મકાન માલિક બચી શકશો નહિ. જો તમે આમ કર્યું છે અને તપાસમાં આવી ગયા છો તો બંનએ પરિણામ ભોગવવું પડી શકે છે. આ સિવાય તમારે એક ફોર્મ ભરવાનું રહેશે. આ સંબધમાં માહિતી આયકર વિભાગે ડિટેલથી જણાવી છે. 

 

આગળ વાંચો, કયાં અને  કઈ રીતે કરવાનું છે

Special guidelines for tenants issued by tax department

આ 3 સરળ ઉપાયોથી સરકારી ખાતાઓમાં જમા કરો

 

માર્ચ 2018ના ભાડાને ક્રેડિટ કરતી વખતે ફાઈનાન્શિયલ વર્ષ 2017-18 માટે ચૂકવવામાં આવેલા ભાડાના 5 ટકાના દરથી ટીડીએસને ચૂકવો. જે મહિને કાપ મૂકવામાં આવ્યો હોય તેની સમાપ્તિના 30 દિવસની અંદર જમા કરો અને વેબસાઈટ www.tin-nsdl.com પર ફોર્મની સંખ્યા 26Qમાં ઓનરની સહી સિવાય  પાન સહિત કાપવામાં આવેલા ટેકસનું વિવરણ અપલોડ કરો. તેમાં ભાડુઆતનો ટેન પ્રાપ્ત કરવાની જરૂરિયાત નથી. ફોર્મ સંખ્યા 26Q અપલોડ કરવા માટે 15 દિવસની અંદર ટ્રેસિસ વેબસાઈટ www.tdscpc.gov.in પરથી ફોર્મ સંખ્યા 16સીમાં ટીડીએસ પ્રમાણપણ ડાઉનલોડ કરો અને મકાનમાલિકને ઈસ્યું કરો. તેની સમગ્ર પ્રક્રિયા માટે ટીડીએસ સ્વીકાર કરનાર બેન્કની શાખાઓની યાદી તથા સતત પૂછવામાં આવતા પ્રશ્નો(FAQ)વેબસાઈટ  www.tin-nsdl.com પદ સંદર્ભ માટે ઉપલબ્ધ છે.

X
Special guidelines for tenants issued by tax department
Special guidelines for tenants issued by tax department
Special guidelines for tenants issued by tax department
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App