જેટલું ટ્રાવેલિંગ કરશો એટલો આપવો પડશે ટોલ, જાણો નવો નિયમ

સરકારે એક નવો ટોલ નિયમ તૈયાર કરી લીધો છે

Divyabhaskar.com | Updated - Apr 14, 2018, 03:22 PM
Soon you have to pay less toll

યુટિલિટી ડેસ્કઃ સરકારે એક નવો ટોલ નિયમ તૈયાર કરી લીધો છે. આ અંતર્ગત તમે જેટલી લાંબી મુસાફરી કરશો, તે પ્રમાણે પૈસા આપવાના રહેશે. હાલની વ્યવસ્થા એવી છે કે ટોલ રોડ પર પૂરો ટોલ આપવાનો હોય છે. ભલે તમે વચ્ચેથી રસ્તો બદલી નાખો. જેટલા રોડનો ઉપયોગ કર્યો છે, તેના હિસાબથી રકમ આપવાની માંગ લાંબા સમયથી ચાલતી આવી રહી હતી. જોકે આમ કરવું ટેકનીકલ સમસ્યાને કારણે શકય ન હતું. હવે જિયો ફેસિંગ ટેકનીકથી આ બાબત શકય થવા જઈ રહી છે. આ વાતની તૈયારી મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે અને એનએચએઆઈના આ પ્રપોઝલને અંતિમ રૂપ આપ્યું છે.

નવી સિસ્ટમમાં શું હશે

જયારે કોઈ વાહન નેશનલ હાઈવે પરથી પસાર થશે, તેની મુવમેન્ટને ટ્રેક કરવામાં આવશે, જેથી ટોલ રોડના ઉપયોગ પ્રમાણે ચાર્જ લઈ શકાય. સરકાર આ અંતર્ગત જિયો ફેંસિંગ મોડલ બનાવશે. મોટાભાગે ગ્લોબલ પોઝીશનિંગ કે રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટીફિકેશન ટેકનેકની મદદથી એક વર્ચ્યુઅલ સીમા તૈયાર કરી લેવામાં આવે છે. જેવું કોઈ મોબાઈલ ડિવાઈસ તે વિસ્તારમાં પ્રવેશ કરે કે નીકળે છે, સોફટવેર તેની મુવમેન્ટને ટ્રેક કરી લે છે.

આગળ વાંચો, બદલાશે ટોલ પ્લાઝાનું કનેકશન...

Soon you have to pay less toll

ટોલ પ્લાઝાનું બદલાશે લોકેશન

 

આ વ્યવસ્થાને યોગ્ય રીતે લાગૂ કરવા માટે ટોલ પ્લાઝાને ટોલ માર્ગોના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર લગાવી શકાય છે. નેશનલ હાઈવે ફીસ રૂલ્સના જણાવ્યા પ્રમાણે, દર વર્ષે 1 એપ્રિલથી ટોલ રેટને રિવાઈઝ કરવામાં આવે છે. હાલની નીતી પ્રમાણે, 6 લેનના પ્રોજેકટ માટે રોડ સંપૂર્ણ બને તે પહેલા જ ટોલ લઈ લેવામાં આવે છે.

 

જિયો ફેંસિંગ સરકારની આ યોજનાનો હિસ્સો છે, જે અંતર્ગત વાહનોમાં ફાસ્ટ ટેગ લગાવવામાં આવનાર છે, જેથી હાઈવે પર મુસાફરી સંપૂર્ણ રીતે અડચણ રહિત થઈ જાય. ટોલ બુથો પર લાગનારી લાઈનને ખત્મ કરવાના હેતુંથી સપ્ટેમ્બર 2017માં તેની પર પગલા વધારવામાં આવ્યા.

X
Soon you have to pay less toll
Soon you have to pay less toll
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App