શતાબ્દી ટ્રેનોના ભાડામાં થઈ શકે છે ઘટાડો, આ છે રેલવેનો નવો પ્લાન

ભારતીય રેલવેની પ્રીમયમ ટ્રેન શતાબ્દીમાં હવે ટ્રેનની મુસાફરી પહેલા કરતા સસ્તી થઈ શકે છે

Divyabhaskar.com | Updated - Mar 26, 2018, 06:18 PM
Some sections of shatabdi trains may become cheaper

નવી દિલ્હીઃ ભારતીય રેલવેની પ્રીમયમ ટ્રેન શતાબ્દીમાં હવે ટ્રેનની મુસાફરી પહેલા કરતા સસ્તી થઈ શકે છે. રેલવેના જણાવ્યા અનુસાર, પ્રીમયમ શતાબ્દી ટ્રેનના એવા સેકશન જયાં પેસેન્જર ઓછા છે, ત્યાં રિસોર્સિસનો પુરો ઉપયોગ કરવા માટે ભાડું ઓછું કરવાની તૈયારી છે. રેલવેના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ડિપાર્ટમેન્ટે એવી 25 શતાબ્દી ટ્રેનને સિલેકટ કરી છે, જેનું ભાડું ઓછું કરવામાં આવી શકે છે. તેમણે જણાવ્યું કે રેલવે આ પ્રપોઝલ પર ઝડપથી વિચાર કરી રહ્યું છે. રેલવે સમગ્ર દેશમાં લગભગ 45 શતાબ્દી ટ્રેન ચલાવે છે અને આ સૌથી ઝડપથી ચાલનારી ટ્રેનોમાંથી એક છે.

રેલવેની પાસે આ પ્રપોઝલ એવા સમયમાં આવ્યું છે કે જયારે ફલેકસી ફેસ સ્કીમની ટીકા કરવામાં આવી રહી છે. આ મામલામાં સામાન્ય વિવાદ એ છે કે ફલેકસી સ્કીમ અંતર્ગત શતાબ્દી, રાજધાની અને દુરંતો ટ્રેનના ભાડમાં વધારો થયો છે.

પાયલોટ પ્રોજેકટ રહ્યો સફળ

અધિકારીએ જણાવ્યું કે પાયલોટ પ્રોજેકટ તરીકે છેલ્લા બે રૂટ પર ભાડું ઓછું કરવાના પરિણામો સારા રહ્યાં છે. એક સેકશન જયાં પાયલોટ પ્રોજકટ લોન્ચ કરવામાં આવ્યો હતો, ત્યાંથી કમાણી 17 ટકા અને પેસેન્જર્સનું બુકિંગ 63 ટકા વધ્યું છે. ગત વર્ષે રેલવેએ દિલ્હી-અજમેર અને ચેન્નાઈ-મૈસુર રૂટ પર ચાલનારી શતાબ્દી ટ્રેનોના ભાડમાં ઘટાડાની અસરની સ્ટડી માટે પાયલોટ પ્રોજેકટ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્કીમ અંતર્ગત જયપુર- અજમેર અને બેંગલુરું-મૈસુરની વચ્ચેનું ભાડું ઘટાડવામાં આવ્યું. આ રૂટ પર શતાબ્દીની સીટો ભરાતી ન હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ સ્કીમનું પરિણામ સકારાત્મક રહ્યું છે. અમે આ રૂટનું ભાડું બસોના ભાડા જેટલું કરી દીધું છે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, રેલવેએ શું કર્યું ?

Some sections of shatabdi trains may become cheaper

રેલવેએ 300 રૂપિયા કર્યું ભાડું

 

શતાબ્દીથી અજમેર રૂટ પર લોકો બસોમાં ટ્રાવેલ કરતા હતા. કારણ કે તે ખુબ જ વ્યાજબી હતા. રેલવેએ બસનું ભાડું પ્રીમયમ ટ્રેનની બરાબર લાવવાનો નિર્ણય કર્યો અને આ સેકશન પર ભાડું ઘટાડીને લગભગ 300 રૂપિયા કરવામાં આવ્યું. આ પ્રકારનું પગલું ચેન્નાઈ અને મૈસુરની વચ્ચેની ટ્રેનમાં પણ ઉઠાવવામાં આવ્યું છે. જેમાં બેંગલુરું અને મૈસુરની વચ્ચેનુ ફેર ઘટાડવામાં આવ્યું છે.

 

આગળ વાંચો, બીજો શું છે રેલવેનો પ્લાન

Some sections of shatabdi trains may become cheaper

ટ્રેનોનો ટ્રાવેલ ટાઈમ પણ ઓછો કરવાનો પ્રયાસ

 

અધિકારીએ જણાવ્યું કે રેલવેએ ટ્રેનોનો ટ્રાવેલ ટાઈમ પણ ઓછો કરવાનો પ્લાન કર્યો છે. આ સિવાય રેલવે 100 નવી ટ્રેનો નાના અને લાંબા રૂટ પર ચાલવવાની તૈયારી કરી રહી છે. જોકે 25 નવી ટ્રેનોને રજૂ કરવામાં આવી છે અને આ વર્ષની અંદર 75 ટ્રેન બીજી ચલાવવામાં આવશે. તાજેતરમાં જ રેલવે મંત્રી પીયુષ ગોયલે કહ્યું હતું કે ટ્રેનોનો રનિંગ ટાઈમ ઓછો કરવાથી રેલવે અન્ય સર્વિસિસ માટે નવો રૂટ સિલેકટ કરી શકે છે.

X
Some sections of shatabdi trains may become cheaper
Some sections of shatabdi trains may become cheaper
Some sections of shatabdi trains may become cheaper
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App