4 લાખમાં શરૂ કરી શકો છો સાબુની ફેક્ટરી, દર મહિને થશે 50,000 સુધીનું પ્રોફિટ, સરકારની સ્કીમ કરશે લોનમાં મદદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્ક: જો તમે ઓછા રોકાણમાં કોઇ બિઝનેસ શરૂ કરવા માંગો છો તો, મોદી સરકારની પ્રધાનમંત્રી મુદ્રા યોજના તમારી મદદ કરી શકે છે. મુદ્રા યોજના તમને લોનની સાથે સંપૂર્ણ પ્રોજેક્ટ તૈયાર કરવામાં પણ મદદરૂપ રહે છે. આજે અમે તમને સાબુના બિઝનેસ વિશે જણાવી રહ્યા છે જે ને શરૂ કરવા માટે અંદાજિત 15 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે, જોકે આ પ્રોજેક્ટ હેઠળ સરકાર 80 ટકા સુધીની લોન આપે છે, એટલે તમારે બિઝનેસ શરૂ કરવા માટે અંદાજિત 4 લાખ રૂપિયાનું રોકાણ કરવા પડશે. 

 

80% સુધી મળી શકે છે લોન

 

આ પ્રકારના બિઝનેસને કરવામાં ખૂબ જ સરળતા રહે છે, કારણ કે, પહેલા તો આ બિઝનેસની સંપૂર્ણ ડિટેલ રિપોર્ટ તમને સરકાર તરફથી મળી જાય છે જેમા બિઝનેસ સાથે જોડાયેલી સમગ્ર જાણકારીઓ હોય છે, તે સિવાય તમને 80 ટકા સુધીની લોન પણ મળી શકે છે. લોન માટે તમારે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાની જરૂર નથી કારણ કે સરકારે પહેલેથી જ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરેલો છે. તમે લોન માટે તે જ યુઝ કરી શકો છો. 

 

સાત મહિનામાં લાગી જશે સેટઅપ

 

ટોટલ સાત મહિનામાં તમે બધીજ Formalities પુરી કરીને પ્રોડક્શન શરૂ કરી શકો છો. મુદ્રા સ્કીમના પ્રોજેક્ટ પ્રોફાઇલ રિપોર્ટ અનુસાર તમે એક વર્ષમાં અંદાજિત 4 લાખ કિલોનું પ્રોડક્શન કરી શકો છો, જેની કુલ વેલ્યૂ અંદાજિત 47 લાખ રૂપિયા થશે. ખર્ચ અને અન્ય જવાબદારીઓ ખતમ કર્યા બાદ તમને 6 લાખ રૂપિયા વાર્ષિક પ્રોફિટ થશે. 

 

1 લાખ રૂપિયામાં આવી જાય છે મશીન અને સાધનો

 

આ યુનિટને લગાવવા માટે તમને કુલ 750 સ્ક્વેર ફૂટના એરિયાની જરૂર પડશે. જેમાં 500 સ્ક્વેર ફૂટ ફીટ કવર્ડ અને બાકી રહેલ અનકવર્ડ થશે. તેમા મશીનો સહિત કુલ આઠ સાધનો લાગશે. મશીનો અને તેને લગાવવાનો ખર્ચ અંદાજિત 1 લાખ રૂપિયા થશે. 
 
કુલ ખર્ચમાં તમારે કેટલું કરવું પડશે રોકાણ

 

આ સંપૂર્ણ સેટઅપને લગાવવા માટે કુલ 15,30,000 રૂપિયા ખર્ચ આવશે, જેમાં જગ્યા, મશીનરી, ત્રણ મહિનાનું વર્કિંગ કેપિટલ સામેલ છે. આમાથી તમારે માત્ર 3,82,000 રૂપિયાનો ખર્ચ કરવાનો રહેશે, કારણ કે બાકીની લોન તમે બેન્કમાંથી લઇ શકો છો. 

 

અહીં મળશે પ્રોજેક્ટ રિપોર્ટ 

 

જો તમે આ બિઝનેસને શરૂ કરવા માંગો છો તો તેની સંપૂર્ણ જાણકારી તમે http://www.mudra.org.in/ પરથી મેળવી શકો છો. લોન તમને કોઇપણ સરકારી અથવા પ્રાઇવેટ બેન્કથી મળી જશે. મુદ્રા યોજના હેઠળ તમારા કુલ પ્રોજેક્ટ કોસ્ટની 80 ટકા સુધીની લોન તમને મળી શકે છે. 

અન્ય સમાચારો પણ છે...