માત્ર 5%ના વ્યાજે મળશે 1 કરોડની લોન, SIDBIની સ્કીમનો ઉઠાવો ફાયદો

સર્જન સ્કીમ હેઠળ SIDBI ટેક્નોલજી રિલેટેડ બિઝનેસ માટે આપી રહી છે લોન

divyabhaskar.com | Updated - Sep 04, 2018, 01:41 PM
SIDBI will offers business loan with low intrest rate

યુટિલિટી ડેસ્કઃ જો તમારી પાસે ટેક્નોલોજીના ઉપયોગ સાથે જોડાયેલો બિઝનેસ આઇડિયા છે, તો તમને એક કરોડ રૂપિયા સુધીની લોન મળી શકે છે. મહત્વની વાત એ છે કે આ લોન સામાન્ય બેન્કોની સરખામણીએ અડધા વ્યાજ પર જ મળશે. આ પ્રકારની સુવિધા સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(SIDBI) આપી રહી છે. બેન્ક આ સુવિધા સર્જન સ્કીમ હેઠળ આપી રહી છે, જેમાં સ્ટાર્ટઅપને 1 કરોડ રૂપિયા સુધીની લોન 5 ટકા વાર્ષિક વ્યાજ દરે મળશે. આ લોન કુલ પ્રોજેક્ટ કોસ્ટની 80 ટકા સુધી હશે. એટલે કે તમારા પ્રોજેક્ટનો ખર્ચ 1.25 કરોડ રૂપિયા છે, તો SIDBI તમને 1 કરોડ રૂપિયા સુધીની લોન આપશે.

શું છે સ્કીમ
ટેક્નોલોજીના ક્ષેત્રમાં નવા બિઝનેસની તક ઉભી કરવા માટે સર્જન સ્કીમ શરૂ કરવામાં આવી છે, જેમાં ટેક્નોલોજી ઇનોવેશન પ્રોગ્રામ અને SIDBI મળીને સહયોગ આપી રહ્યાં છે. આ હેઠળ કોઇપણ વ્યક્તિ જેની પાસે ટેક્નોલોજી સાથે જોડાયેલો બિઝનેસ આઇડિયા છે, તે સ્કીમ માટે એપ્લાય કરી શકે છે. આ માટે 30 કરોડ રૂપિયાનું રિવોલ્વિંગ ફંડ પણ બનાવવામાં આવ્યું છે. જે થકી સ્ટાર્ટઅપ અથવા હાઇલની એમએસએમઆઇ કેટેગરીની બિઝનેસ લોન માટે એપ્લાય કરી શકાય છે.

કેવી રીતે મળશે લોન
- સ્કીમ હેઠળ તમે https://sidbi.in/files/SRIJANApp_Tech.pdf થકી તમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો, જેમાં જો તમે બિઝનેસમેન છો તો તમારા બિઝનેસની સંપૂર્ણ માહિતી આપવાની રહેશે. જેના આધારે તમારા બિઝનેસનું રિવ્યૂ કરવામાં આવશે. જો રિવ્યૂ ટીમને તમારો કોન્સેપ્ટ પસંદ આવે છે, તો તમને સ્કીમ માટે પસંદ કરવામાં આવશે.


- જો તમારી પાસે માત્ર આઇડિયા છે, તો તમે આ E-mail : tifac.sidbi@gmail.com પર તમારો કોન્સેપ્ટ મોકલીને સ્કીમ હેઠળ અસિસ્ટેન્સ માગી શકો છો. તમારા દ્વારા મોકલવામાં આવેલા કોન્સેપ્ટના આધારે તમને સ્કીમ હેઠળ અસિસ્ટેન્સ મળશે. આ ઉપરાંત વધુ માહિતી માટે તમે www.tifac.org.in પરથી પણ જાણકારી મેળવી શકો છો.

તમારે કેટલું કરવું પડશે ઇન્વેસ્ટમેન્ટ
સર્જન સ્કીમ હેઠળ તમને કુલ પ્રોજેક્ટ કો્સટની 80 ટકા સુધીની લોન મળશે. એટલે કે જો તમે 50 લાખ રૂપિયા સુધીનો કોઇ પ્રોજેક્ટ લગાવો છો તો એ માટે તમને 40 લાખ રૂપિયા સુધીની લોન મળશે. બાદીના 10 લાખ રૂપિયા તમારે ઇન્વેસ્ટ કરવાના રહેશે. લોન ચૂકવવા માટે તમારે 5 ટકાનું ઇન્ટરેસ્ટ આપવાનું રહેશે. જો હાલની કોઇપણ બેન્કના રેટ કરતા અડધા કરતા પણ સસ્તું હશે.

6 વર્ષમાં ચૂકવવી પડશે લોન
સ્કીમ હેઠળ તમારો પ્રોજેક્ટ શરૂ થયા બાદ લોન ચૂકવવા માટે 6 વર્ષ સુધીનો સમય મળશે. જેમાં મોરેટોરિયમ પીરિયડ પણ સામેલ હશે. એટલે કે એકવાર પ્રોજેક્ટ લાગી ગયા બદા અને તમારો બિઝનેસ શરૂ થઇ ગયો તો તમારે 6 વર્ષની અંદર તમારી લોન ચૂકવવાની રહેશે.

પ્રોજેક્ટ કોસ્ટમાં શું-શું સામેલ હશે
- ફેક્ટરીનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાની સાથે પ્લાન્ટ એન્ડ મશીનરી, ટેસ્ટિંગ અને ક્વોલિટી કંટ્રોલ ઉપકરણ વગેરે.
- પેટેન્ટ, કોપી રાઇટ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર આવનારો ખર્ચ, લાઈસન્સ, ટેક્નોલોજી ટ્રાન્સફર ફી વગેરે.
- વર્કિંગ કેપિટલ માર્જીન.
- સેલરી.
- ઈમરજન્સી ફંડ.

લોન લેવા માટેની ગેરન્ટી
લોન માટે પ્રમોટર્સને તમારી પર્સનલ ગેરન્ટી આપવાની રહેશે. આ ઉપંરાત પ્રોજેક્ટ માટે ચલ અને અચલ સંપત્તિ તૈયાર હશે, તેને પણ જરૂર પડ્યે ગેરન્ટીના રૂપમાં રાખવી પડશે.

X
SIDBI will offers business loan with low intrest rate
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App